Only Gujarat

International

આ છે દુનિયાનો સૌથી ચિત્ર-વિચિત્ર જીવ, કંઈ જ ખાધા વગર જીવે શકે છે વર્ષો સુધી

નવી દિલ્હીઃ વિશ્વના દરેક પ્રાણીમાં કેટલીક વિશેષતાઓ હોય છે. આવા ઘણા જીવો છે જે ઘણા દિવસો સુધી પાણી વિના જીવી શકે છે, તો કેટલાક જીવો એવા છે જે કંઈ ખાધા વિના પણ જીવીત રહી શકે છે. આજે અમે તમને આવા જ એક દુર્લભ જીવ વિશે જણાવીશું, જે કંઈપણ ખાધા વિના ઘણા વર્ષો સુધી જીવી શકે છે. સૈલામૈંડર નામનું આ પ્રાણી દક્ષિણપૂર્વ યુરોપ ના બોસ્નીયા અને હર્ઝેગોવિનાના દેશોમાં પાણીની અંદર રહેલી ગુફાઓમાં મળી આવ્યું છે.

લગભગ 7 વર્ષથી વધુ સમય પછી પણ સૈલામૈંડર પોતાની જગ્યા પરથી સહેજ પણ ખસ્યા નથી. વૈજ્ઞાનિકોના મતે, આ જીવની ત્વચા અને અવિકસિત આંખો તેમને અંધ બનાવે છે. કદાચ તેથી જ આ જીવો તેમના સ્થળેથી આગળ વધી રહ્યા નથી. કોઈ પણ સજીવનું તેની જગ્યાએથી ના ખસવું કોઈ સામાન્ય વાત નથી

સૈલામૈંડર તેની આખી જીંદગી પાણીની અંદર વિતાવે છે અને 100 વર્ષનું આયુષ્ય ધરાવે છે. સ્લોવેનીયાથી ક્રોએશિયા જેવા બાલ્કન દેશોમાં પણ તેમનો વસવાટ છે. લગભગ 12 વર્ષ પછી જ જયારે તેઓ સાથીની શોધમાં હોય ત્યારે જ તેઓ પોતાની જગ્યા બદલે છે.

હંગેરિયન નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના જ્યુડિટ વોરોસના જણાવ્યા અનુસાર, ‘આવા પ્રાણીઓની કલ્પના પહેલાં કરવામાં આવી હતી. અહીં ભારે વરસાદને લીધે આ જીવો ગુફાઓમાંથી તણાઈને બહાર આવ્યા પછી જ જોઈ શકાયા છે. નહીં તો આપણે ડાઇવ કરીને તેમને જોવા માટે ગુફામાં જવું પડતું હોય છે , પરંતુ હવે અમે ફક્ત ગુફાના પાણીમાં રહેલા અવશેષો ને જોઈને કહી શકીએ કે તેઓ ત્યાં છે કે નહીં.

સૈલામૈંડર જ્યાં રહે છે ત્યાં ગુફાઓમાં ખોરાક મળવો સરળ નથી. આ જીવ કંઈપણ ખાધા વિના ઘણા વર્ષો સુધી જીવી શકે છે. તેમ છતાં સૈલામૈંડર જ્યારે પણ સક્ષમ હોય ત્યારે નાના જંતુઓ, ગોકળગાય ખાય છે.

You cannot copy content of this page