Only Gujarat

International TOP STORIES

વર્ષ 2021ને લઈ બાબા વેંગાએ કરી ચોંકવનારી ભવિષ્યવાળી, કઈ-કઈ મુશ્કેલીઓનો કરવો પડશે સામનો?

વર્ષ 2021ને લઈને બુલ્ગારિયાની ભવિષ્યવક્તા બાબા વેંગા (Baba vanga Predictions 2021)એ ચોંકાવનારી ભવિષ્યવાળી કરી છે. તેમણે બાલ્કનનું નાસ્ત્રેદમસ કહેવામાં આવે છે. બાબા વેંગાએ ઘણી એવી ઐતિહાસિક ઘટનાઓની ભવિષ્ય કરી હતી જે આગળ જઈને તે સાચી સાબિત થઈ છે. 1911માં જન્મી વેંગાની 12 વર્ષની ઉંમરમાં આંખોની રોશની જતી રહી હતી.

બાબા વેંગાનું મોત વર્ષ 1996માં થયું હતું પરંતુ પોતાના મોત પહેલા તેમણે 9/11 અટેક (2001), પ્રિંસેસ ડાયનાની મોત (1997), ચેર્નોબિલની હોનારત અને જાપાન સુનામી (2004) જેવી ઐતિહાસિક ભવિષ્યવાળી કરી હતી. એવું કહ્યું હતું કે, બાબા વેંગાની લગભગ 85 ટકા ભવિષ્યવાળી સાચી થઈ ચૂકી છે. તેમની ભવિષ્યવાળીમાં 5079 સુધી ઉલ્લેખ મળે છે જે વર્ષ જેમાં દુનિયાનો અંત થઈ જશે.

આકાશની આફત – ભવિષ્યવાણી પ્રમાણે, 2021માં રૂસની આસપાસના ભાગોમાં ઉલ્કા-પિંડ પડશે. ફક્ત પ્રાકૃતિક હોનારતના કારણે દુનિયા ખત્મ થશે એવું નથી પરંતુ યુરોપમાં રાસાયણિક હુમલાની પણ ચેતવણી કરવામાં આવી છે. બાબા વેંગાનો એ પણ દાવો છે કે, આ દરમિયાન યુરોપીય મહાદ્વીપનું અસ્તિત્વ પોતાના અંતની નજીક પહોંચી શકે છે.

વ્ભાદિમીર પુતિનની હત્યા: બાબા વેંગાની ભવિષ્યવાળી પ્રમાણે, 2021માં યુરોપ ખરાબ આર્થિક હાલાતથી પસાર થશે. રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનની હત્યાની સાજિશ રચવામાં આવશે. દેશની સીમાની અંદર તેમના જીવનું જોખમ વધશે.

ટ્રંપને બિમારી – બાબા વેંગાની ભવિષ્યવાળી પ્રમાણે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રંપ કોઈ ભયંકર બિમારીની ઝપેટમાં આવી શકે છે. આ બીમારી ટ્રંપને બહેરા કરી દેશે અને તેઓ બ્રેન ટ્રોમાનો પણ શિકાર થઈ કે છે.

વિનાશક હોનારત – આખી દુનિયા વિનાશક હોનારતની સંકટનો સામનો કરશે. લોકોની ચેતનામાં પણ બદલાવ આવશે. આ એક મુશ્કેલ સમય હશે. લોકો આસ્થાના આધાર પર વહેંચણી થશે. હાલની સ્થિતિમાં આપણે માનવતા પર નુકશાન કરવાવાળી આવી ઘણી વિનાશક ઘટનાઓના સાક્ષી છીએ.

બ્રહ્માંડમાં જીવનની શોધ – આ સિવાય બ્રહ્માંડમાં જીવનની શોધ કરવામાં આવશે અને અચાનક આ સ્પષ્ટ થઈ જશે કે પૃથ્વી પર જીવન કેવી રીતે મળ્યું. આગામી 200 વર્ષમાં લોકો પોતાના આદ્યાત્મિક ભાઈ-બહેનોની સાથે બીજી દુનિયાથી સંપર્ક કરશે.

આકાશમાં ઉડશે ટ્રેનો – સૂર્યના પ્રકાશના ઉપયોગથી ટ્રેનો ઉડવા લાગશે. પેટ્રોલનું પ્રોડક્શન બંધ થઈ જશે. પરંતુ સોલર એનર્જીને લઈને લોકોની વચ્ચે અત્યારથી શરૂ થઈ ગઈ છે. આ માટે તેમની આ ભવિષ્યવાળી ભવિષ્ય માટે ઉપયુક્ત લાગતી નથી.

ચીનનો દુનિયા પર કબ્જો – એક વિશાળકાય ડ્રેગનનો માનવતા પર કબ્જો થશે. ત્રણ દિગ્ગજ એક થઈ જશે. ઘણાં લોકોની પાસે રેડ કરેન્સી હશે. વાંગાએ આમાં 100 અને 5ની આગળ બધાં ઝીરો હોવાની ભવિષ્યવાળી કરી હતી. વિશ્લેષકો પ્રમાણે, તે વિશાળકાય ડ્રેગન ચીન છે જે એક સુપરપાવર બની ગયું છે. ત્રણ દિગ્ગજો દ્વારા સરેરાશ રૂસ, ભારત અને ચીન છે. 100 યુઆન અને 5000 રૂબલ નોટ લાલ રંગની હોય છે.

કેંસરની સારવાર – 21મી સદીની શરૂઆતમાં માણસોને કેંસરથી છૂટકારો મળશે. બાબા વેંગાની ભવિષ્યવાળી પ્રમાણે, તે દિવસ આવશે જ્યારે કેન્સર જેવી ભયંકર બિમારી લોખંડની ચેનથી રોકી દેવામાં આવશે.

You cannot copy content of this page