Only Gujarat

International TOP STORIES

કોરોનાથી મૃત્યુ થયેલા લોકોને દફનાવવા માટે કબરોમાં નથી જગ્યા, દ્રશ્યો જોઈને ચોંકી જશો

સાઓ પાઉલો: હજુ સુધી કોરોના વાઈરસ મહામારીના સંકટનો અંત આવ્યો નથી. અત્યારસુધી તેના કારણે 4.28 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકા બાદ બ્રાઝિલ સૌથી વધુ સંક્રમિત દેશ છે. બ્રાઝિલમાં રોજ 800-900 લોકોના મોત થઈ રહ્યાં છે. અત્યારસુધી 8 લાખ કેસ સામે આવી ચૂક્યા છે, જ્યારે 41 હજાર લોકોએ અહીં જીવ ગુમાવ્યો છે.

આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થવાના કારણે કબ્રસ્તાનમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. અહીં પહેલાથી દફન મૃતદેહોના હાડકા કાઢી લોકોને દફનાવવામાં આવી રહ્યાં છે. લોકોને દફનાવવા માટે ફરી જગ્યા બનાવી શકાય તે માટે અહીં કબરો ખોદવાનું કામ ચાલી રહ્યું ઠેય લોકોના હાડકા ભરી તેમને મેટલના કન્ટેનરમાં ભરવામાં આવી રહ્યાં છે.

સાઓ પાઉલો મ્યુનિસિપલ ફ્યૂનરલ સર્વિસે શુક્રવારે નિવેદન જાહેર કરી કહ્યું કે, જે લોકોના 3 વર્ષ પહેલા મોત થયા હતા તેમના અવશેષોને બહાર કાઢી બેગમાં ભરવામાં આવી રહ્યાં છે. જે પછી તેમને કન્ટેનરમાં રાખવામાં આવશે.

આ માટે 12 કન્ટેનર ખરીદવામાં આવ્યા છે. લેટિન અમેરિકામાં સાઓ પાઉલો સૌથી મોટું હોટસ્પોટ છે. અહીં 1.20 કરોડની વસ્તી છે. અહીં અત્યારસુધી 5480 લોકોના મોત થયા છે. જ્યારે હેલ્થ એક્સપર્ટ્સના મતે આવનારા સમયમાં સમસ્યા વધુ વકરશે.

સાઓ પાઉલોમાંથી તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. જેના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ, મૉલમાં ઘણી ભીડ જોવા મળે છે. તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થઈ રહ્યો છે. અમુક નિષ્ણાંતોના મતે, બ્રાઝિલમાં ઓગસ્ટમાં કોરોના પીક પર રહેશે. બ્રાઝિલના તમામ શહેરમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે.

બ્રાઝિલમાં 42 હજારથી વધુ લોકોના મોત થયા છે. જે અમેરિકા બાદ સૌથી વધુ મોત મામલે બીજા ક્રમે છે. બ્રાઝિલની સ્થિતિ પર WHOએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. કારણ કે, અહીં તમામ આઈસીયુ બેડ ભરાયેલા છે. પરંતુ આ એકમાત્ર ચિંતા નથી.

સાઓ પાઉલોના વિલા ફોર્મોસામાં લેટિન અમેરિકાનું સૌથી મોટું કબ્રસ્તાન હોય. તેમાં જ્યાંસુધી નજર જાય ત્યાં તમને કબરો જ જોવા મળશે. હવે અહીં ફરીવાર કબરો તૈયાર કરવામાં આવી રહી છે.

હવે કબ્રસ્તાનમાં કામ કરતા લોકો પણ ભય હેઠળ જીવી રહ્યાં છે. તેઓ કહે છે- ખબર નહીં આગળ શું થશે? અહીં કામ કરતા કોસ્ટા કહે છે કે, હવે મોલ-માર્કેટ ખુલી જતા ચિંતા વધી ગઈ છે.

અહીં સતત કેસ વધી રહ્યાં છે અને લોકોમાં જાગૃકતા નથી વધી રહી. વિલા ફોર્મોસામાં રોજ 40 જેટલા મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવે છે.

આ કબ્રસ્તાન 7.5 લાખ સ્કે. મીટરમાં ફેલાયેલો છે.

અહીં અંદાજે 15 લાખ કબરો બની શકે છે.

સાઓ પાઉલોમાં 1.2 કરોડ લોકોની વસ્તી છે, લેટિન અમેરિકાનું આ ક્ષેત્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page