Only Gujarat

National TOP STORIES

કોરોના સંકટમાં કબડ્ડીની નેશનલ પ્લેયર બે ટંક ભોજન માટે કરી રહી છે આ કામ

વારાણસી: કોરોના સંકટમાં કબડ્ડીની નેશનલ પ્લેયર સોનમ કન્નોજીયાએ પોતાના પરિવારનું પેટ ભરવા માટે લૉન્ડ્રી કામ શરૂ કર્યું. જેને જોયા બાદ રમત અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા તમામ સરકારી દાવાઓની પોલ ખુલી જાય છે. ઉલ્લેખનીય છે કે, સોનમ છત્તિસગઢ 2020માં થયેલી 565મી નેશનલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે અને રમતને જ પોતાનું જીવન માને છે.

સફળતાની કહાણી વ્યક્ત કરે છે મેડલ
દિવાલ પર લટકતા સર્ટિફિકેટ સોનમની સફળતા જણાવી રહ્યાં છે. સોનમના પિતા શ્યામૂ કન્નોજિયા કહે છે કે, સોનમ કબડ્ડીની નેશનલ પ્લેયર છે, પરંતુ લૉકડાઉનના કારણે તેઓની આર્થિક સ્થિતિ એટલી હદે બગડી કે પરિવારનું ગુજરાન ચલાવવા માટે સોનમ હવે લૉન્ડ્રી ચલાવવા મજબૂર છે.

સોનમ કબડ્ડીની નેશનલ પ્લેયર હોવાની સાથે વારાણસીના બચ્છાવ સ્થિત માહમના માલવીય ઈન્ટર કોલેજના નવમા ધોરણમાં અભ્યાસ કરે છે.

તે નાની ઉંમરે જ ઘણી સિદ્ધી મેળવી ચૂકી છે. સોનમ આમ તો ઘણી સ્ટેટ લેવલની કબડ્ડી ચેમ્પિયનશિપમાં પણ પોતાનું ટેલેન્ટ દેખાડી ચૂકી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page