Only Gujarat

National

ભીખ માંગીને જીવન ગુજરાતી વૃદ્ધ મહિલાની માનવતા, વાંચીને મન ગદગદિત થઈ જશે

રાયપુર: કોરોનાના કારણે દેશ હાલ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આ સમયે ગરીબ અને અસહાય લોકોની મદદ જ સૌથી મોટું પુણ્ય છે. પરંતુ જેની પાસે ખુદ ખાવાના ફાફા છે તે મહિલા જો વિકટ પરિસ્થિતિમાં આગળ આવી માનવતા ધર્મ નીભાવે તો તેનાથી ઉત્તમ ઉદાહરણ બીજું શું હોઇ શકે. ભીખ માંગી ગુજરાન ચલાવતી આ મહિલા છત્તીસગઢના બિલાસપુરની રહેવાસી છે. 72 વર્ષની આ વૃદ્ધ મહિલાએ ભીખ માગી જે કાંઇ ભેગુ કર્યું એ બધુ જ દાન આપી દીધું.

72 વર્ષની સુખમતી છેલ્લા 10 વર્ષથી ભીખ માગી પોતાનું અને પોતાની પૌત્રીનું પેટ ભરી રહી છે. તે પૌત્રીઓને ભણાવી-ગણાવી રહી છે. એક દિવસ તેણીએ જોયું કે તેની આસપાસ રહેતા ગરીબોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો તો તેનું દિલ ભરાઇ ગયું. તેઓએ ભીખ દરમિયાન એકત્રિત કરેલા એક ક્વિંટલ ચોખા અને તમામ જૂના કપડા દાન કરી દીધા.

સુખમતી લિંગિયાડીહ વિસ્તારની એક ઝૂંપડીમાં રહે છે. તેઓએ આ વિસ્તારના નેતા વિજય કેશરવાનીનો આ વિષયમાં સંપર્ક સાધ્યો હતો. જ્યારે સુખમતીએ દાન આપવાની વાત કરી તો નેતા હેરાન રહી ગયા. પરંતુ સુખમતીએ કહ્યું કે તેની પાસે જે કંઇ પણ છે જો તેનાથી થોડા ગરીબોનું પેટ ભરાય છે તો તેને ખુશી થશે. આ સાંભી નેતા પણ ભાવુક થઇ ગયા. સુખમતીએ કહ્યું કે ગરીબી શું હોય છે એ હું સારી રીતે જાણું છું. ભૂખ્યું રહેવું કેવો અનુભવ છે તે હું સારી રીતે જાણું છું.

કહેવાય છે કે જો તમે કોઇ સારું કાર્ય કરો છો તો તમારી મદદ માટે કોઇના કોઇ જરૂર આગળ આવે છે. સુખમતીની બે પૌત્રી છે. બાકી પરિવારમાં કોઇ નથી. મોટી પૌત્રી 16 વર્ષની છે જે 11માં ધોરણમાં ભણે છે. નાની હજું 10 વર્ષની છે. તે છઠ્ઠા ધોરણમાં છે. સુખમતી જેમ-તેમ કરી બંનેને ભણાવી રહી છે.

જ્યારે સુખમતી વિશે નેતાને જાણકારી મળી તો તેઓએ બંને બાળકીનો ભણવાનો તમામ ખર્ચ જાતે ઉઠાવવાનું નક્કી કર્યું. નેતાએ કહ્યું કે જો મહિલા અન્યો માટે આટલું વિચારે છે તો તેના માટે વિચારવું આપણી પણ ફરજ છે.

You cannot copy content of this page