Only Gujarat

National

હાઈટ વધારવા માટે ઉમેદવારોએ વાપરી ગજબ ચાલાકી, જેને જોયું એ કોઈને ન પણ થયો વિશ્વાસ

આજકાલ ઘણા યુવાનો આર્મી કે પોલીસમાં જવાના સપના જોતા હોય છે. જોકે આર્મી કે પોલીસમાં ભરતી માટે અમુક નિર્ધારિત શારીરિક માપદંડ ફરજિયાત હોય છે. નિશ્ચિત ઉંચાઈ, વજન અને છાતી હોય તો જ આર્મી કે પોલીસમાં લેવામાં આવે છે. જોકે અમુક ઉમેદવારો એક-બે ઈંચ માટે હાઈટમાં નીકળી જતા હોય છે. આમાંથી અમુક ઉમેદવારો ચાલાકી વાપરીને પોતાની હાઈટ થોડી વધારી દેતા હોય છે. પોલીસે હાલમાં આવા ઉમેદવારોની ચાલાકી પકડી પાડી હતી.

વાત એમ છે કે હરિયાણા પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલની હાલમાં ભરતી કરવામાં આવી હતી. જેમાં ઓછી હાઈટવાળા ઉમેદવારોએ જાતભાતની યુક્તિઓ વાપરીને પોતાની હાઈટ વધારી હતી. ભરતી કરનાર સ્ટાફની આંખો ત્યારે પહોળી થઈ ગઈ હતી જ્યારે એક યુવકના માથા પરથી વિગ પકડાઈ હતી. આ યુવક વાળમાં વિગ લગાવીને આવ્યો હતો, જેથી તેની હાઈટ વધુ આવે.

 

આ પરીક્ષામાં 16 ઉમેદવારો એવા નીકળ્યા હતા જેમણે પગ અને માથામાં જાતે સોજો કરાવીને હાઈટ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. આ માટે ઉમેદવારોએ માથામાં લોખંડના પાઈપથી હળવી ઈજા પહોંચાડી હતી અને પગમાં દંડો મારીને હાઈટ વધારી હતી.

ચાર મહિલા ઉમેદવારોએ વાળમાં ક્લિપ લગાવીને પોતાની હાઈટ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. એક ઉમેદવાર વાળમાં વેક્સ લગાવીને આવ્યો હતો. જ્યારે એક ઉમેદવારે પોતાના પગના તળિયામાં માટી અને ફેવીક્વિક લગાવી હતી.

હરિયાણા કર્મચારી પસંદગી આયોગના ચેરમેન ભોપાલસિંહ ખદરીએ જણાવ્યું હતું કે શારીરિક કસોટીમાં એક ઉમેદવારે પોતાના પગમાં ઈંન્જેક્શન મારીને તેને ખોટો કરી નાખ્યો હતો. પછી પગમાં દંડા મારીને સોજો ચડાવ્યો હતો. જ્યારે હાઈટ માપવાના મશીનમા ચડ્યો ત્યારે તેના પગની તપાસ કરવામાં આવી તો સોજો દેખાયો હતો, પરિણામે ઉમેદવારને અયોગ્ય સાબિત કરવામાં આવ્યો હતો.

You cannot copy content of this page