Only Gujarat

National

ACનો યુઝ કરવાથી કોરોનાનો ચેપ લાગે છે? ડૉક્ટોરોએ આપ્યા ચોંકવાનારા અભિપ્રાય

નવીદિલ્હી: દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન પછી પણ, કોરોના વાયરસ તેની વ્યાપક અસર દેખાડી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સંકટ વચ્ચે લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દિલ્હી સ્થિત એઈમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ તે બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે. આમાં એક સવાલ એ છે કે શું કાર અથવા ઘરે AC ચલાવવાથી ખરેખર કોરોના સંક્રમણ વધી શકે છે?

શું AC ચલાવવાથી ફેલાય છે કોરોના?
ન્યૂઝ વેબસાઈટ આજતક સાથેની વાતચીતમાં ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, જ્યારે ક્રોસ વેન્ટિલેશન હોય ત્યારે એસી ચલાવવું જોખમી સાબિત થઈ શકે છે. જો તમારા ઘરમાં વિંડો એસી ઇન્સ્ટોલ કરેલું છે, તો તમારા રૂમમાં હવા તે રૂમ સુધી જ રહેશે. તેથી વિંડો એસી અથવા કારમાં એસી ચલાવવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ સેન્ટ્રલ એસીથી ચેપ લાગવાનું જોખમ ફેલાઈ શકે છે.

વાસ્તવમાં,સેન્ટ્રલ એસીમાંથી હવા બધા રૂમમાં જાય છે અને જો કોઈ બીજા રૂમમાં અથવા ઓફિસના કોઈ અન્ય ભાગમાં ખાંસી ખાઈ રહ્યુ છે અને સંક્રમિત છે, તો એસીની હવાથી એક રૂમથી બીજા રૂમમાં ફેલાય છે. ડો.ગુલેરિયાએ કહ્યું કે જો વિન્ડો એ.સી. છે અને તે ઘરના રૂમમાં ઈન્સ્ટોલ કરેલું છે, તો એસી ચલાવવામાં ડરવાની કોઈ જરૂરી નથી.

સેન્ટ્રલ એસીમાં ચેપ ફેલાવાનું જોખમ હોઈ શકે છે. ડોક્ટરે કહ્યું કે ઘણી બધી હોસ્પિટલોમાં જ્યાં કોરોના દર્દીઓ દાખલ કરવામાં આવી રહ્યા છે, ત્યાં લોકો સેન્ટ્રલ એસી બંધ કરી રહ્યા છે અને હવે વિંડો એસી લગાવી રહ્યા છે. જેમ જેમ ગરમી વધશે, તેમ ડોકટરો માટે કોરોનાના દર્દીઓની સારવાર કરવી વધુ મુશ્કેલ બનશે.

કોરોનાનાં દર્દીઓની સારવાર કરનારા બધા જ ડોક્ટર અને હેલ્થકેર વર્કર પીપીઈ કિટ પહેરે છે. ગરમીમાં તેને પહેરીને એસી વગર દર્દીઓની સારવાર કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. એટલા માટે વિંડો એસી લગાવવું જરૂરી થઈ જાય છે.

You cannot copy content of this page