Only Gujarat

FEATURED National

કરવા ચૌથના દિવસે જ એક ભૂલના કારણે પત્નીનું થયું મોત, રડી-રડીને અડધો થઈ ગયો પતિ

મધ્યપ્રદેશમાંથી એક દર્દનાક ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કરવા ચૌથ પર એક મહિલાએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખ્યુ હતું. રાત્રે ચંદ્રનાં દર્શન કર્યા બાદ પતિના હાથથી પાણી પીને ઉપવાસ ખોલ્યો હતો. પરંતુ તે કરવાચૌથ તેના જીવનની છેલ્લી કરવાચૌથ હતી. કારણકે, તે જ દિવસે ક દર્દનાક દુર્ઘટનામાં તેનું મોત થયુ હતુ. પતિ રાત્રે તેની સાથે વિતાવેલી પળોને યાદ કરીને રોઈ રહ્યો છે. તે વારંવાર એક જ શબ્દો બોલી રહ્યો હતોકે, તેને જાણ ન હતી કે, તેના લાંબા આયુષ્યની કામના કરનારી પત્નીનનું આયુષ્ય પુરૂ થઈ જશે.

વાસ્તવમાં,આ હ્રદયસ્પર્શી ઘટના ગુરુવારે સાંજે મહુ નજીક સ્થિત જામ દરવાજા પર થઈ હતી. જ્યાં વિકાસ તેની પત્ની નીતુ બાહેતી અને પુત્રી વૈષ્ણવી સાથે ઈન્દોરથી મહેશ્વર જઈ રહ્યો હતો. તેમને રસ્તામાં જ્યાં પણ સુંદર લોકેશન દેખાય ત્યાં ફોટા પાડવા માટે રોકાઈ જતા હતા. તેઓ મહુ-મંડલેશ્વર માર્ગ ઉપર ફોટોગ્રાફ લેવા માટે રોકાયા હતા. જ્યાં 35 વર્ષીય નીતૂ એક ખીણનાં કિનારે પતિનો ફોટો પાડી રહી હતી.

તે દરમ્યાન તેનો એક પગ લપસી ગયો હતો,અને તે 500 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી. જેને કારણે તેનું મોત થયુ હતુ. પતિ વિકાસ બૂમા પાડતો રહ્યો અને તેણે પત્નીને બહાર કાઢવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ વિકાસ તેને કાઢી શક્યો નહીં. ત્યારબાદ તેણે પોલીસને બોલાવી અકસ્માતની જાણકારી આપી હતી. જ્યાં પોલીસે સ્થાનિકોની મદદથી આશરે 4 કલાક બાદ મહિલાના મૃતદેહને દોરડા અને વાંસથી બાંધી ખાડામાંથી બહાર કાઢ્યો હતો. પરંતુ વિલંબના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું.

આ મામલે પોલીસને માહિતી આપતી વખતે પતિ વિકાસએ જણાવ્યું હતું કે તે ટેક્સ કન્સલ્ટન્ટ છે જે શેર બ્રોકિંગનું કામ કરે છે. તેણે જણાવ્યું કે, મૃતક નીતુને ફોટોગ્રાફ્સ લેવાનો ખૂબ શોખ હતો, તે કહેતી હતી કે, ફોટા સારા હોવા જોઈએ જેથી તેને ક્યારેય પણ જોઈને યાદો તાજી થઈ જાય. નીતુ બુધવારે બપોરે પણ ફોટા લેવાની જીદ કરી રહી હતી.

પરંતુ મને ખબર નહોતી કે, તેની આ જીદ તેનું જીવન ખતમ કરી દેશે. મામલાની તપાસ કરી રહેલાં મંડલેશ્વર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંતોષ સિસોદીયાએ જણાવ્યું હતું કે, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મંડલેશ્વર મોકલી દેવામાં આવ્યો છે.

મહુ હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે, જો મહિલાને સમયસર બહાર કાઢવામાં આવી હોત, તો તે બચી શકી હોત. ફોટામાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે મૃતદેહને ગામ લોકોની મદદથી ખાડામાંથી બહાર લાવવામાં આવ્યો હતો. પોલીસ અને ગામના લોકોને જંગલનો રસ્તો હોવાને કારમે મૃતદેહને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી.

You cannot copy content of this page