Only Gujarat

National

કોરોના સામેની લડતમાં વધુ એક પોલીસ અધિકારીએ જીવ ગુમાવ્યો, કોરોના ફાઈટર્સને સલામ

લુધિયાણા: પંજાબના લુધિયાણામાં કોરોનાથી એસીપીનું મૃત્યુ થઇ ગયું. 13 એપ્રિલે એસીપી અનિલ કોહલી કોરોના પોઝિટિવ આવ્યા હતા. શનિવારે તેઓને સારવાર દરમિયાન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પંજાબમાં કોરોનાથી 16 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે.

લુધિયાણા જિલ્લાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે લુધિયાણાના આસિસ્ટેન્ટ કમિશનર ઓફ પોલીસ એસીપી અનિલ કોહલીની કોરોના વાયરસના કારણે મૃત્યુ થઇ ગયું. તેઓ હોસ્પિટલમાં ભરતી હતા જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એસીપીના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ ચાલું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એસીપીને બચાવવા માટે પ્લાઝમા ટ્રીટમેન્ટથી સારવાર થવાની હતી. આ માટે્ એક ડોનરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પરંતુ એ પહેલા જ પોલીસ અધિકારીએ અંતિમ શ્વાસ લઇ લીધા.

એસીપીની 8 એપ્રિલે્ તબિયત ખરાબ થઇ હતી બાદમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 13 એપ્રિલે જાણવા મળ્યું કે તેઓ કોરોના સંક્રમિત છે. બાદમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી જે કારગર નીવડી ન હતી.

પંજાબમાં કોરોનાના 211 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 167 હજુ પણ કોરોના પોઝિટિવ છે. 30 લોકો સાજા થઇ ચૂક્યા છે અને 14 લોકોનાં મૃત્યું પણ થયા છે. લુધિયાણામાં કોરોનાથી 15 લોકો કોરોના પોઝિટિવ છે. તો અમૃતસરમાં 11 અને જલંધરમાં સૌથી વધુ 35 લોકો કોરોના સંક્રમિત છે.

દેશની સ્થિતિની વાત કરીએ તો કોરોનાને કારણે 496 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. આ આંકડો 18 એપ્રિલ સુધીનો છે. તે પ્રમાણે દેશમાં કોરોનાથી 14,674 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. જેમાંથી હજુ 12,124 એક્ટિવ કેસ છે. તો 2,054 લોકો સાજા થઇ ચૂક્યા છે.

You cannot copy content of this page