Only Gujarat

FEATURED National

દીકરાઓ હતાં મોટા પદે, ભૂલી ગયા કે માતાની સ્થિતિ કેવી છે, પડી ગયા હતાં શરીરમાં કીડા

ફરીદકોટઃ બાળકો ખુશ રહે, સારો અભ્યાસ કરે તથા તેને દુનિયાના તમામ સુખ મળે તે માટે માતા-પિતા સમગ્ર જીવન સંઘર્ષ કરતા રહે છે, પરંતુ પંજાબના ફરીદકોટ શહેરમાં એક એવી ઘટના જોવા મળી, જેના કારણે માણસાઈ મરી પરવારી હોય તેવો અનુભવ થયો. આ સાથે દ્રશ્ય જોનારા લોકોની આંખોમાંથી અશ્રુઓ સરી પડ્યા. બુડા ગુજ્જર રોડ પર એક વૃદ્ધ મહિલા માટીથી બનેલી 2-2 ફૂટની દિવાલોના સહારે પોતાના જીવનના અંતિમ તબક્કાના દિવસો પસાર કરી રહી છે અને તેમના શરીર પર કીડા પડવા લાગ્યા છે, જ્યારે કે મોટા પદો પર બીરાજેલા દીકરાઓએ માતાને ભૂલાવી આવી નર્કાગાર સ્થિતિમાં પહોંચાડી દીધી છે.

એક એનજીઓ દ્વારા વૃદ્ધ મહિલાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા પરંતુ તેમનો એક દીકરો સરકારી કર્મચારી તો બીજો નેતા છે. જેમના માતા આજે દયનીય સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. 2-2 ફૂટની દિવાલો પર પ્લાઈના ટુકડાની છત બનાવી રહેતી વૃદ્ધ માતા કાળઝાળ ગરમી સમયે પણ સારા કપડા વગર રહેતા તેમના શરીર પર કીડા પડ્યા હતા.


આસપાસના લોકોએ સૂચના આપતા પોલીસે સાલાસર સેવા સોસાયટીને આ અંગે જાણ કરી. આ સંસ્થાને લાગ્યું કે લાવારિસ મહિલા હશે પરંતુ તેમના દીકરા વિશે જાણી સૌ કોઈ દંગ રહી ગયા. પરિવાર દ્વારા એક વ્યક્તિને વૃદ્ધાને સાચવવા માટે કહેવામાં આવ્યું હતું અને તેણે મહિલાને આવી જગ્યાએ રાખી હતી. સંસ્થા મહિલાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાંથી તેમને પ્રાથમિક સારવાર બાદ ફરીદકોટમાં રેફર કરવામાં આવી.

સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ માતાનો દીકરો કેમેરાથી બચતો જોવા મળ્યો અને પછી માતા સાથે જ ફરીદકોટ જતો રહ્યો. સૂત્રોએ જણાવ્યું કે, માતાનો દીકરો સમૃદ્ધ છે, મહિલાની પૌત્રી પીસીએસ ઓફિસર છે. માતાને અધિકારી દીકરાએ એક વ્યક્તિના ઘરે રાખ્યા હતા જેણે વૃદ્ધ મહિલાને આવા ખાલી પ્લોટમાં છોડી દીધા.

 

વૃદ્ધ મહિલાના બીજા દીકરા અને નેતાએ આપ્યો આ જવાબઃ વૃદ્ધ માતાના બીજા દીકરા અને નેતાએ જણાવ્યું કે, તેની માતા ભાઈ સાથે રહેતા હતા. પરંતુ અમુક સમયથી ભાઈની પત્નીની તબિયત સારી ના રહેતા ભાઈએ માતાની દેખરેખની જવાબદારી અન્ય એક વ્યક્તિને આપી હતી. ફરીદકોટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં તપાસ બાદ હવે તેમની માતા અબોહર રોડ સ્થિત તેમના ઘરે રહે છે અને સ્વસ્થ છે.

You cannot copy content of this page