Only Gujarat

FEATURED National

યુવકે નવા જીવનની આશાએ કર્યા હતા લગ્ન પણ જીવનમાં ક્યારેય ના આવી ‘એ’ રાત..

કૈથલ, હરિયાણાઃ અહીં રક્ષાબંધન પર ભાઈ-બહેનના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. અહીં પોતાના ધર્મના ભાઈ સાથે મહિલાના આડાસંબંધો વચ્ચે વિઘ્ન બની રહેલી સાસુને રસ્તામાં હટાવી દીધી. સાસુની સાથે પતિને પણ આ આડાસંબંધોની જાણ થઈ ચૂકી હતી. પતિ શરમના કારણે કંઈ કહી શક્યો નહીં, પરંતુ સાસુએ તેના પ્રેમીની ઘરમાં એન્ટ્રી બંધ કરાવી દીધી. મહિલાથી આ વાત સહન ના થઈ અને તેણે પ્રેમીના હાથે પોતાના સાસુની હત્યા કરાવી દીધી.

અઠવાડિયા બાદ પોલીસે મર્ડર મિસ્ટ્રીને ઉકેલી લીધી છે. આરોપી પ્રેમી કોઈ સ્થળે જતા સમયે પોતાની બાઈક મહિલાના ઘર પાસે જ રાખતો હતો અને આ કારણ મહિલા તેને ભાઈ કહેવા લાગી. આરોપી તેની પાસે રાખડી બંધાવતો હતો. આ રીતે આરોપી પ્રેમીની મહિલાના ઘરમાં એન્ટ્રી શરૂ થઈ. ધીમે-ધીમે ભાઈ-બહેનના સંબંધો આડાસંબંધોમાં ફેરવાયા.

આ રીતે કરી સાસુની હત્યાઃ આ ચોંકાવનારી ઘટના કૈથલના જનકપુરી વિસ્તારની છે. 8 ઓગસ્ટની રાતે આ ઘટના ઘટી હતી, 9 ઓગસ્ટના સવારે મહિલાનો પતિ ઉઠ્યો તો માતા ખાટલા પર મૃત અવસ્થામાં જોવા મળી. ઘરમાં ચોરી પણ થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃત મહિલા ચરણજીત કૌરની વહુ રાજવિન્દર કૌર ઉર્ફ રાજના હોમગાર્ડ જવાન અમિત સાથે આડાસંબંધ હતા.

રાજવિન્દર એકસમયે અમિતને ભાઈ કહેતી અને રાખડી પણ બાંધતી હતી. ભાઈ-બહેનના સંબંધ આડાસંબંધો બની ગયા હોવાની જાણ પતિ અને સાસુને થઈ ચૂકી હતી, તે કારણે જ અમિતના ઘરમાં આવવા પર પ્રતિબંધ લગાવાયો. જેથી મહિલાએ પ્રેમીને મળવા સાસુની હત્યાની યોજના બનાવી. મહિલાએ ઘટનાની રાતે સાસુને ઊંઘની ગોળીઓ ખવડાવી હતી અને તે પછી અમિતે ઘરમાં ઘુસી ધારદાર હથિયાર વડે મહિલાની હત્યા કરી હતી. આરોપી મહિલાના સસરાનું અમુક સમય પહેલા નિધન થઈ ચૂક્યું છે.

લગ્નના 7 વર્ષ બાદ પણ પતિ ના મનાવી શક્યો સુહાગરાતઃ હરિયાણાની ઘટના જેવી એક અન્ય ઘટના રાજસ્થાનના જોધપુરમાં ઘટી હતી. જ્યાં પત્નીના લેસ્બિયન (સમલૈંગિક) સંબંધોમાં વિઘ્ન બનતા પતિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઘટના 10 ઓગસ્ટના રોજ ઘટી હતી. હત્યાકાંડમાં મૃતક ચરણ સિંહની પત્ની સીમા, તેની બહેનો બબીતા-પ્રિયંકા ઉપરાંત પ્રિયંકાના મિત્ર ભિયારામની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સીમા-સુશીલના લગ્ન 2013માં થયા હતા અને 7 વર્ષ રાહ જોયા બાદ પતિ પોતાની પત્નીને ઘરે લાવવા માગતો હતો જેથી સુહાગરાત માણી શકે. પરંતુ સીમા પતિના અડવા માત્રથી પણ રોષે ભરાતી. જ્યારે સુશીલને શંકા થઈ તો જાણ થઈ કે સીમા લેસ્બિયન છે. તેના ઘણી યુવતીઓ સાથે સંબંધ છે.

આ જ કારણે સુશીલ પત્નીને પોતાના ઘરે લાવવા દબાણ કરવા લાગ્યો. રોષે ભરાયેલી સીમાએ પોતાના પતિને ઘરે બોલાવી દવા આપી બેભાન કર્યો અને પછી ઘણા પ્રકારના ઈન્જેક્શન લગાવ્યા. જે પછી મૃતદેહને ફેંકાવી દીધો.
સીમાની બહેનોને જાણ હતી કે તે લેસ્બિયન છે તેથી જ તેમણે આ હત્યાકાંડમાં સાથ આપ્યો. મૃતદેહના ટુકડા કરી ભિયારામની કારમાં રાખી ફેંકી દીધા. સીમાને પતિ સાથે રહેવું નહોતું કારણે કે તેને પુરુષો ગમતા નહોતા.

સીમા એક નર્સ તરીકે કામ કરતી હતી. બહેન બબીતા પણ એએનએમ બાદ બીએ કરવાની સાથે નોકરી કરી રહી હતી. સીમાની બંને બહેનો પણ પોતાના પતિઓથી અલગ રહેતી હતી. 27 વર્ષીય સુશીલ 2 મહિના અગાઉ જ કૃષિ વિભાગમાં એઓ પદ પર નિયુક્તિ પામ્યો હતો. આ નોકરી અગાઉ તે બેંકમાં કામ કરતો હતો. આરોપીઓએ હત્યાકાંડની કબૂલાત કરી હતી, પોલીસ લાશ જે પ્લાસ્ટિક બેગમાં હતી તેના થકી તેમને પકડવામાં સફળ રહી.

You cannot copy content of this page