Only Gujarat

International TOP STORIES

બાળકો ધરાવતા માતા-પિતા અચૂક વાંચે, નહીંતર તમારી સાથે પણ થઈ શકે છે આવું

વેલિંગટનઃ બાળકો ઘણીવાર રમતા સમયે કોઈને કોઈ વસ્તુ મોઢામાં કે નાક થકી શરીરની અંદર પહોંચાડી દેતા હોય છે. આવી જ એક ઘટના ન્યૂઝીલેન્ડમાં બની. એક બાળકે અહીં રમતા સમયે નાકમાં એક લેગો પીસ નાંખી દીધો અને જે 2 વર્ષ બાદ અચાનક તેની નાકમાંથી બહાર આવ્યું. ચોંકાવનારી વાત તો એ છે કે આ લેગો પીસને નાકની અંદર ડૉક્ટર પણ શોધી શક્યા નહોતા.

ધ ગાર્ઝિયનના રિપોર્ટ અનુસાર, ન્યૂઝીલેન્ડના દક્ષિણમાં સ્થિત ડ્યૂનડિનમાં 7 વર્ષીય સમીર અનવર પોતાના માતા-પિતા સાથે રહે છે. વર્ષ 2018માં જ્યારે તે 5 વર્ષનો હતો ત્યારે તેણે પોતાના નાકમાં એક લેગો પીસ નાખી દેતા તે અંદર જ ફસાઈ ગયો.

સમીરના પિતા મુદ્દસિરે નાકમાંથી તે નીકાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નીકાળી શક્યા નહીં અને પછી તેઓ દીકરાને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર પણ આ લેગો પીસ શોધી શક્યા નહીં. ડૉક્ટરે અંતે અન્નનળી થકી આ પીસ બહાર નીકળી જશે તેવું સૂચન કર્યું હતું.

 


આ ઘટના બાદ સમીરે કોઈપણ પ્રકારની સમસ્યા હોવાની ફરિયાદ કરી નહોતી. તેને ક્યારેય નાકમાં દુખાવો થયો નહોતો. આ ઉપરાંત તેને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ થતી નહોતી. આ જ કારણે તેના માતા-પિતા પણ લેગો પીસની વાત ભૂલી ગયા હતા. જોકે 16 ઓગસ્ટ રાતે સમીરે પિંક કપકેક્સ ખાતા પહેલા તેની સુગંધ લેવા ઝૂક્યો અને તે સમયે જ તેને નાકમાં પીડા થઈ. સમીર અને તેના માતા-પિતાને લાગ્યું કે કદાચ કેક તેની નાકમાં ઘુસી ગઈ હશે.

સમીરના માતા-પિતાએ દીકરાને દબાણ કરી શ્વાસ બહાર નીકાળવા માટે કહ્યું, જે પછી સમીરે થોડી મહેનત કરતા તેને છીંક આવી અને અંતે કાળા રંગનો લેગો પીસ બહાર આવી ગયો. જે પછી સમીરે પોતાની માતાને જણાવ્યું કે તેના નાકમાંથી આ લેગો પીસ નીકળ્યો છે, જ્યારે તેના માતા-પિતા પુત્રનું ધ્યાન તે તરફ ના જાય એ હેતુસર નાકમાં કંઈ નથી તેમ કહેતા હતા. સમીરને લેગો પીસ સાથે રમવાની મજા આવતી હતી અને આ જ કારણે રમતા સમયે તેનો એક હિસ્સો નાકમાં ફસાઈ ગયો હતો.

You cannot copy content of this page