Only Gujarat

National TOP STORIES

પ્રિન્સિપાલ આપતા હતાં ઠપકો, 12માં ધોરણના વિદ્યાર્થીએ ટીવી જોઈ બનાવ્યો એવો ખતરનાક પ્લાન કે..

હરિયાણાઃ આ સનસનીખેજ મર્ડરની ઘટના 20 જાન્યુઆરી 2018માં સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલમાં બની હતી. આ સ્કૂલમાં અભ્યાસ કરતાં 12માં ધોરણના વિદ્યાર્થીએ ટીચર-પેરેન્ટ્સ મિટિંગ દરમિયાન પ્રિન્સિપાલ રીતુ છાબડા પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી. પ્રિન્સિપાલ અવાર નવાર આરોપીને ઠપકો આપતી હતી, જેનાથી આરોપી પરેશાન હતો. આરોપી શિવાંશે પોતાના પિતાની સર્વિસ રિવોલ્વરથી આચાર્યને ચાર ગોળી ધરબી દીધી. આરોપીએ જણાવ્યું કે હત્યાનો આઇડિયા તેને ટીવીની એક સીરિયલ જોઇ આવ્યો હતો. ગુરુવારે (12 માર્ચ) જ્યારે તેને ઉંમરકેદની સજા ફટકારવામાં આવી તો તે રડી પડ્યો હતો.

કોર્ટ જતી વખતે તેના મોઢા પર જરાય દુઃખ દેખાઇ રહ્યું નહોતું પરંતુ સુનાવણી દરમિયાન તે બાંધેલા હાથથી બિન્દાસ્ત ઉભો હતો. પરંતુ સજા ફટકાર્યા બાદ તેના ચહેરાની રોનક ઉડી ગઇ. જ્યારે તેને કોર્ટમાંથી જેલ લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેની આંખમાં આંસુ હતા. એડિશનલ ડિસ્ટ્રિક જજ નેહા નોહરિયાએ આ મામલે આરોપીના પિતા રણજીત સિંહને નિર્દોષ છોડી મૂક્યા. કોર્ટે સ્વીકાર્યું કે આરોપી વિદ્યાર્થીએ પિતાની રિવોલ્વરની ચોરી કરી હતી. આ અંગે તેના પિતા અજાણ હતા. રિતુ છાબડાના પતિ રાજેશે કહ્યું કે તેઓ આ મામલે હાઇકોર્ટમાં જશે અને તેઓ આરોપીને ફાંસીની માગણી કરશે.

પોલીસે શિવાંશના પિતા રણજીત સિંહને આર્મ્સ એક્ટમાં આરોપી બનાવ્યા હતા. આ ઘટના પાછળ માત્ર એક જ કારણ સામે આવ્યું હતું કે આચાર્ય રિતુ છાબડા આરોપીને તોફાન કરવા બાબતે ઠપકો આપતી હતી.

આરોપી શિવાંશે જણાવ્યું કે પ્રિન્સિપાલ ક્યારેક તો કારણ વગર જ ટોર્ચર કરતી હતી. આ વાતથી તે ખુબ જ પરેશાન હતો. પ્રિન્સિપાલ અનેક વખત તેને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપતી હતી.

આરોપીને ડર હતો કે જો પ્રિન્સિપાલે તેની ફરિયાદ ઘરે કરી દીધી તો તેને ઠપકો પડશે. આ વાતના ડરથી તેના મગજમાં ગુસ્સો વધી ગયો અને હત્યા કરી નાખી.

આરોપી શિવાંશને લાગતું હતું કે ગોળી વાગવાથી આચાર્ય રિતુ માત્ર ઘાયલ થઇ છે. રિતુના મૃત્યુની જાણકારી તેને બાદમાં મળી હતી. આરોપીની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી.

ઘટના બાદ લોકોએ આરોપીને પકડીને ધોલાઇ પણ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. ઘટના બાદ પ્રિન્સિપાલ રિતુ છાબડાના પતિ રાજેશને શંકા હતી કે આરોપીને નશાની લત હતી.

રિતુ છાબડાનો પતિ રાજેશ આરોપીને ફાંસીની સજા મળે તેમ ઇચ્છે છે. તેઓ હાઇકોર્ટમાં અપીલ પણ કરશે. રિતુ છાબડા હત્યાકાંડ બાદ સ્કૂલ બહાર હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page