સેક્સવર્કરની દીકરી કહ્યું બોસની ગંદી નજર માતા પર હતી અને…

મારા હાથમાંથી રમકડું છૂટી ગયું અને નાના-મોટાં કેટલાય ટૂકડાં થઈ ગયા. એટલા જ ટૂકડાં દિલમાં પણ. માત્ર નવ વર્ષની હતી ત્યારે બીએમસીની સ્કૂલમાં સાથે ભણતાં મારા ફ્રેન્ડે જણાવ્યું કે, આજે તારી માને ત્યાં ઊભેલી જોઈ હતી. મારું નાનકડું મગજ ત્યાંના શબ્દ અંગે વિચારવા લાગ્યું. કેમ કે મારા માટે તેનો મતલબ તે જગ્યાથી હતો. જ્યાં ધંધાવાળીઓ કસ્ટમર માટે ઊભી રહે છે. તો શું મારી મા પણ સેક્સવર્કર છે? જે પોતાના શરીરના ખાસ અંગ માટે પુરુષોને લલચાવે છે. મારી માસૂમિયત ખુદ સાથે જીદ કરીને બોલી, ના મારી મા આવું કરી શકે નહીં. આ પછી મારા નાના મગજમાં જિંદગીના આ ગણિતનો પ્રશ્ન સોલ્વ કરી દીધો. પછી જે પરિણામ આવ્યું, તે પછી મને સ્થાયી અને સાચી ઓળખ મળી જયશ્રી, એક સેક્સવર્કરની દીકરી છું.

ડરામણું હતું મારું બાળપણ
અસલી ઓળખ મળ્યા પછી ખુદથી શરમ આવવા લાગી. મને ડર લાગતો હતો. ક્યાંક આ વાત દરેક ફ્રેન્ડસને ખબર પડી ગઈ તો શું થશે? પિતાના મોતના દિવસે જ મા રાત સુધી નવા પિતાને ઘરે લઈને આવી. તેમના બીજા લગ્નએ તો જેમ કે મારા બાળપણની વધેલી માસૂમિયત છીનવી લીધી. શરૂઆતમાં મારા નવા પિતાનો વ્યવહાર ખૂબ જ ખરાબ હતો. તે ઘણીવાર અમને ભાઈ-બહેનોને મારતા હતાં. મારું બાળપણ હવે પહેલાંની જેમ નહોતું રહ્યું.

એ દિવસે મારું બાળપણ પતી ગયું જે દિવસે મારો રેપ થયો હતો. એક સાથે આટલાં મેન્ટલ ટ્રોમાએ મને ચૂપ કરી દીધી હતી. મા સાથે તે દિવસથી નફરત થઈ ગઈ હતી જે દિવસે નવા પિતાએ મારા પર હાથ ઉઠાવ્યો હતો. મને લાગ્યું મા મારા માટે ઝઘડો કરશે. પણ તે ચૂપચાપ ઊભી રહીને જોતી રહી હતી. તે દિવસે માની લીધું કે પિતા સાથે મા પણ જતી રહી છે. આ પછી મા પ્રત્યે નફરત થઈ ગઈ. હું તેમને જોવા પણ માંગતી નહોતી.

આ દરેક ઘટનાઓએ મારું બાળપણ પતાવી દીધું હતું. આ તે સમય હતો. જ્યારે હું ક્રાંતિકારી સંસ્થાના સંપર્ક આવી જશું. ખૂબ જ સિટીંગ પછી એક દિવસ મારા કાઉન્સેલરે મને પૂછ્યું કે, ‘શું તમે તમારી મા સાથે વાત કરી છે.’

નાનાએ જ માને વેચી દીધી
વર્ષોની નફરત અને મૌન તોડવાની હિંમત કરીને મેં મા સાથે વાત કરી તો વધુ એક કડવું અને નવું સત્ય સામે આવ્યું હતું. માએ જણાવ્યું કે, માત્ર 13 વર્ષની ઉંમરમાં જ તેમના પિતાએ પહેલીવાર વેચી દીધી હતી. ત્યારેથી તે વારંવાર વેચાઈ રહી છે. લગ્ન પછઈ પણ માનું વેચાવવાનું ચાલું રહ્યું હતું. ફરક એટલો હતો કે, લગ્ન પહેલાં તેમની કમાણીથી ભાઈ-બહેનનું ભરણપોષણ થતું હતું તો લગ્ન પછી તેમના બે દીકરા અને અક દીકરીનું ભરણપોષણ થતું હતું.

બોસની ગંદી નજર મા પર હતી
એકવાર મેં તેમને પૂછ્યું કે, ‘આઈ, તમે કંઈક નોકરી કેમ કરતાં નથી?’ તો માએ જવાબમાં કહ્યું કે, ‘જ્યારે પણ તે કોઈ નવું કામ શરૂ કરવાનો પ્રયત્ન કરે છે તો તેમની સાથે કામ કરનારાની ગંદી નજર તેમના શરીર પર પડે છે. ઘણાં લોકો તેમના શરીરને અડવા લાગે છે.’ એક એવું પણ સત્ય હતું કે, માને આ કામમાં એટલાં રૂપિયા મળતાં નહોતા. જેનાથી તે આખા પરિવારનું પાલન કરી શકે. અંતમાં તે જૂના કામમાં પાછી આવી ગઈ હતી. આ પછી તે ખુદને વધુ સુરક્ષિત અનુભવતી હતી. તેમને ખબર હતી કે, તેમને ઓળખ છુપાવવાની જરૂર નથી.

મા સાથે ફરી દોસ્તી
માને જ્યારે મેં જાણવવાનું અને સમજાવવાનું શરૂ કર્યું તો એવો અહેસાસ થયો કે, મારી મા તે તમામ મહિલાઓની જેમ મજબૂર નથી. જે મેરિટલ રેપથી ગુજરી રહી છે. લગ્નના સિંદૂર લગાવ્યા ઉપરાંત ગડદા અને પાટુંથી માર ખાય છે અને ઘણીવાર પતિની પ્રગતિ માટે પણ પીરસવામાં આવે છે. મારી માનો તેમના શરીર પર સંપૂર્ણ હક છે. તે મરજીથી શરીરનો સોદો કરે છે. જ્યારે તમામ ભણેલી ગણેલી મહિલાઓને ઇચ્છા વગર પતિ સાથે બેડ શેર કરવો પડે છે. આ મહિલાઓએ પોતાના જ ઘરમાં ‘નો’ કહેવાનો અધિકાર નથી.

જોશ જેને બદલી નાંખ્યા
ક્રાંતિ સાથે જોડાયા પછી આસપાસની દુનિયાનીમાં મૂંઝવણો બદલવા લાગી. આ વાતના બદલતાં બેકગ્રાઉન્ડને લીધે મને સ્કોલરશીપ મળી. તેને લીધે આજે હું ખૂબ જ નામી યુનિવર્સિટીમાં ભણી રહી છું. જ્યાં અમીર ઘરના બાળકો ભણે છે. અહીં મારે 3 વર્ષ પસાર કરવાના છે. શરૂઆતમાં હું હંમેશા એવા ડરમાં રહેતી હતી કે, જો મારી ખબર પડી જશે તો શું થશે? કોઈને ખબર પડી ગઈ કે મારી મા સેક્સવર્કર છે તો હું ક્યાં મોઢું છુપાવીશ? શું મારો ડર વ્યાજબી નથી. મેં આ બધું ખૂબ જ મહેનતથી મેળવ્યું છે.

ક્રાંતિ સાથે જોડાયા પછી હું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું હતું. ઘણાં સમય સુધી કાઉન્સેલિંગ પછી બાળપણની મુશ્કેલીમાંથી બહાર નીકળી છું. પણ એવું કંઈ થયું નહીં, જ્યારે ફ્રેન્ડને મારી હકીકત વિશે ખબર પડી. તેમની પ્રતિક્રિયા મારા માટે ચોંકાવનારી હતી. મારા દરેક ફ્રેન્ડના વિચાર ખૂબ જ પોઝિટિવ હતાં. હું જાણું છું કે, ઘણીવાર મારે સહજર દેખાવવા માટે મારા દુખ પર અફસોસ પણ વ્યક્ત કરતી નથી. આનાથી ખૂબ જ હિંમત મળે છે.

હા, આજે પણ એક ખૂબ જ મોટું માઇન્ડસેટ એવું છે, જે સેક્સવર્કને પ્રોફેશનલ સમજતાં નથી. મને એવા લોકો પર વિચાર આવે છે. તેમના નાના વિચાર પર દુખ થાય છે. સેક્સવર્કરને પણ સેક્સ પ્રોફેશનલ જોવા માટે મગજને ખૂબ જ ઊંચા સ્તર સુધી લઈ જવાની જરૂર પડે છે. જે દરેક પાસે હોતું નથી અને સમાજ પાસે આવી આશા રાખવી મૂર્ખતા છે. આવા લોકો સામે હું ખુદ મૌન રહેવાં માંગું છું.

જિંદગીનું નવું પાનુ
સંસ્થાનું એક થિએટર ગ્રુપ છે ‘લાલબત્તી એક્સપ્રેસ’. તેનાથી પ્રસ્તુત થનારું નાટક અલગ-અલગ રીતના માનસિક કષ્ટોમાંથી પસાર થયેલાં બાળકોને મદદ કરવું છે. એક નાટકમાં સેક્સુઅલ અબ્યૂઝનો સીન કર્યા પછી હું ખૂદ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી હતી. આવો સીન કરવાથી હું હંમેશા બચતી હતી. આ સીન મને મારી સાથે થયેલાં એબ્યૂસની યાદ અપાવે છે. પણ 6 વર્ષ પછી હિંમત કરીને મેં આ એક્ટ કર્યું હતું. તે દિવસથી જ મારું સાહસ વધી ગયું હતું, સંસ્થાના કોફાઉન્ડર બનેલાં દાસે મારી ખૂબ જ મદદ કરી હતી. ઘણી બીજી છોકરીઓ જેનું રેડલાઇટ એરિયામાં રેસ્ક્યૂ કરી બચાવવામાં આવી હતી. અમે દરેક એકબીજાના સાથી હતાં. બાની મેમ પણ જ્યારે અમને રાખવા માટે ભાડાનું મકાન શોધતાં હતાં ત્યારે લોકો ના પાડી દેતા હતાં. એકવાર તો તેમની પાસેથી કોઈએ ભાડાના હજાર રૂપિયા પણ લઈ લીધા અને ઘરની બહાર પણ કાઢી મૂક્યા હતાં. તેમના કારણે અમારી વચ્ચે ઘણી છોકરીઓ.

રેડ લાઇટમાં મારી અઢળક મા
હું પોતાના તે કઝિન સાથે પણ વાત કરું છું જેને મારી સાથે રેપ કર્યો હતો. કદાચ તેને એવું લાગતું હશે કે, કેમ કે મારી મા સેક્સવર્કર છે. તો મારી સાથે પણ આવું કરવામાં આવી શકે છે. જ્યારે લોકો આ જાણીને આશ્ચર્યચકિત થઈ જાય છે કે, હું ખુદને રેડલાઇટ એરિયામાં ખૂબ જ સેફ અનુભવું છું. તે કામ કરનારા દરેક સેક્સવર્કર આંટી મને પ્રેમ કરતા હતાં. જ્યારે માને કામને લીધે આખી રાત બહાર રહેતી હતી ત્યારે તે મા સાથે સૂતી હતી. લોકોના મનમાં એક ધારણાં છે કે, રેડલાઇટ એરિયા સૌથી અસેફ જગ્યા છે પણ મારા માટે તે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યામાંથી એક છે. હા, જે છોકરીઓને અહીં જબરદસ્તી અહીં લાવવામાં આવે છે. તે ખરેખર ખોટું છે. મારી મા મરજીથી આ બધું કરતી હતી. તેમના પર કોઈ રીતનું દબાણ નહોતું. આજે મને પોતાની મા પર ગર્વ છે.