આ જગ્યાએ મંદિરમાં માતાજીને કેમ ચઢાવાય છે અઢી પ્લાયો દારૂ, જાણો રહસ્ય

રાજસ્થાનના નાગૌર જિલ્લામા ભંવાલ ગ્રામ સ્થિત ભંવાલ માતા મંદિરમાં પણ માતાજીની પૂજા-અર્ચના અને આરતી પછી ઘટ સ્થાપના કરવામાં આવી હતી. માતાજીના આ મંદિરની ખાસિયત અન્ય મંદિરો અને શક્તિપીઠમાં સૌથી અલગ છે. બીજા દેવી મંદિરોની જેમ અહીં માતાને માત્ર લાડુ, પેંડા અને બરફીનો નહીં પણ દારૂનો ભોગ ધરાવાય છે. તે પણ અઢી પ્યાલા દારૂ.

સાંભળવામાં આ થોડુંક વિચિત્ર જરૂર લાગે છે પણ એ વાત સાચી છે કે, દરેક ભક્ત આ ભોગ ધરાવી શકતો નથી. એટલે ભક્તોની આસ્થાની કસોટીના પારખા કરવામાં આવે છે. જો માતાજીને પ્રસાદ ચઢાવવા આવેલાં શ્રદ્ધાળું પાસે બીડી, સિગારેટ, જર્દા, તમાકુ અને બેલ્ટ, ચામડાનું પર્સ હોય છે તો ભક્ત મદિરાનો પ્રસાદ ચઢાવી શકતો નથી.

આ મંદિરમાં દારૂને નશાના રૂપે નહીં, પણ પ્રસાદીની જેમ ચઢાવવામાં આવે છે. કાલી માતા અઢી પ્યાલા દારૂ જ ગ્રહણ કરે છે. ચાંદીના પ્યાલામાં દારૂ ભરીને મંદિરના પૂજારી પોતાની આંખો બંધ કરી દેવી માનો પ્રસાદ ગ્રહણ કરવાનો આગ્રહ કરે છે. થોડીક ક્ષણોમાં પ્યાલામાંથી દારૂ ગાયબ થઈ જાય છે. એવું 3 વાર કરવામાં આવે છે. માન્યતા છે કે, ત્રીજીવાર પ્યાલો અડધો ભરાઈ રહે છે.

માન્યતા છે કે, કાળી માતા તે ભક્તનો દારૂનો ભોગ લે છે. જેની મનોકામના અથવા માનતા પૂરી થાય છે તે સાચા દિલથી ભોગ ધરાવે છે. આ મંદિરની વધુ એક ખાસિયત છે કે, લગભગ 800 વર્ષ પહેલાં આ મંદિરને કોઈ ધર્માત્મા કે સજ્જને નહીં પણ, ડાકુએ બનાવ્યું હતું.

મંદિરના ગર્ભગૃહમાં માતાજીની બે મૂર્તિઓ છે. ડાબી બાજુ બ્રહ્માણી માતા છે જેમને મીઠો પ્રસાદ ચઢે છે. તે લાડુ અથવા પેંડાનો શ્રદ્ધાનુસાર કંઈ પણ હોય છે. જમણી બાજુ બીજી પ્રતિમા કાલી માતાની છે. જેમને દારૂ ચઢાવવામાં આવે છે. લાખો ભક્તો અહીં પોતાની માનતા પૂરી કરવા આવે છે. માનતા પૂરી થઈ ગયા પછી ભક્તો માતાનો આભાર માનવા અહીં બીજીવાર આવે છે.

સ્થાનિક વૃદ્ધો મુજબ, અહીં એક કહાની પ્રચલિત છે. આ સ્થાન પર ડાકુઓના એક દળને રાજાની સેનાએ ઘેરી લીધા હતાં. મૃત્યુને નજીક જોઈને તેમને માતાજીને યાદ કર્યા. માતાજીએ પોતાના પ્રતાપથી ડાકુઓને ઘેટા-બકરાના ઝુંડમાં બદલી દીધા. આ પ્રકારના ડાકુઓએ જીવ બચાવ્યો. આ પછી તેમણે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

મંદિર પ્રાચીન હિન્દુ સ્થાપત્ય કલા અનુસાર પથ્થરોનું બનાલેવું છે. માન્યતા છે કે, પ્રાચીન સમયમાં એક ઝાડ નીચે પૃથ્વીમાંથી સ્વયં પ્રગટ થાય છે.