Only Gujarat

FEATURED National

અજાણી મહિલાએ ઘરના સભ્યોની કરી એવી હાલત કે પોલીસને પણ વળી ગયો પરસેવો!

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજગઢ પોલીસે સોના-ચાંદીના એક વેપારીને ત્યાં ચોરી કરવા મામલે 2 મહિલા સહિત 10 નેપાળી નાગરિકોની ધરપકડ કરી હતી. ચોરી કરનારા આરોપીઓની એક મહિલા સાથી એક મહિના જેટલા સમયથી ઘરમાં કામવાળી તરીકે રેકી કરી રહી હતી. તેણે ઘરના તમામ સભ્યો અને સામાન વિશે માહિતી મેળવી. સમય મળતા જ નશાની દવા ભોજનમાં ભેળવી સોના-ચાંદીના ઘરેણા અને 1.5 લાખ રૂપિયાનો સામાન ચોરી કરી દિલ્હી પહોંચી હતી. ચોરોની આ ગેંગને પકડવા પોલીસકર્મીઓએ સમોસા વેચવાથી લઈ ભિખારીની વેશભૂષા ધારણ કરી હતી. અંતે પોલીસે 2 મહિલા સહિત 10 વિદેશી નાગરિકોની ધરપકડ કરી ચોરીનો માલ કબજે કર્યો હતો.

બેભાન થયો પરિવાર, ભાનમાં આવ્યા ત્યારે કામવાળી અને સામાન હતો ગુમઃ રાજગઢ પોલીસ સ્ટેશનના પચોર વિસ્તારમાં રહેતા સોના-ચાંદીના વેપારી રામ ગોયલના ઘરે 14 જુલાઈએ ચોરી થઈ હતી. રાતે જમ્યા બાદ તમામ પરિવારજનો બેભાન થઈ ગયા હતા. સવારે ભાનમાં આવ્યા ત્યારે કામવાળી અને ઘરનો સામાન ગુમ હતો. પોલીસે કામવાળીને શોધવાના પ્રયાસો શરૂ કર્યા તો તપાસ દિલ્હી સુધી પહોંચી. એડીજી ભોપાલ ઝોન ઉપેન્દ્ર જૈને જણાવ્યું કે, ચોરી 28 વર્ષીય કામવાળી ધનગઢી નેપાલની અનુષ્કા ઉર્ફ આશુ અને કુશલતા ભૂકેલે કરી હતી. તેણે કંપનીના માધ્યમથી રામ ગોયલના દિલ્હીમાં રહેતા જમાઈના ત્યાં કામ મેળવ્યું હતું.

રામ લગ્ન કાર્યક્રમના કારણે એક મહિના અગાઉ તેને રાજગઢ પોતાના ઘરે લઈ આવ્યા. અનુષ્કાએ કામથી તમામ લોકોના દિલ જીતી લીધા અને ઘરમાં તમામ સ્થળે ફરી શકતી હતી. આ દરમિયાન તેણે સંપૂર્ણ ઘરની રેકી કરી લીધી. ચોરી બાદ તમામ નેપાળ ભાગવાના હતા.

સાથીઓને નેપાળથી બોલાવ્યાઃ અનુષ્કાએ જણાવ્યું કે, 14 જુલાઈના તેના બોલાવવા પર નેપાળથી તેના 3 સાથી દિલ્હી પહોંચ્યા અને ત્યાંથી ટેક્સી કરી રાજગઢ આવ્યા હતા. બસ સ્ટેન્ડ પર તેમણે અનુષ્કાને ઊંઘની ગોળીઓ આપી હતી જે લઈ તે ઘરે આવી ગઈ. સાંજે તેણે ઊંઘની ગોળીઓને ભોજનમાં ભેળવી દીધી અને જમ્યા પછી બધાના બેભાન થવાની રાહ જોતી રહી. તમામ લોકોના બેભાન થયા બાદ તેણે પોતાના સાથીઓને ઘરમાં બોલાવી લીધા. ચાવીઓની મદદથી તિજોરીઓની અંદરનો સામાન ચોરી કર્યો અને ટેક્સીમાં દિલ્હી ભાગી ગયા. પોલીસે એક-એક કરી આરોપીઓને પકડવા દિલ્હીમાં 7 દિવસ સુધી સમોસા અને ચા વેચવાનું કામ કરવાથી લઈ ભિખારી બનવાનો વારો આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓઃ બીરમાન ધામી ઉર્ફ સમ્રાટ, અનુષ્કા ઉર્ફ આશુ અને કુશલતા ભૂકેલ (28 વર્ષ), તેજ રોક્યા, ભારત બહાદુર થાપા, પવન (27 વર્ષ), કમલ સિંહ ઠાકુર (58 વર્ષ, ઊંઘની ગોળીઓ આપનાર), મોહમ્મદ હુસૈન (32 વર્ષ), વિક્રાંત કુલકર્ણી (25 વર્ષ) સહિતના આરોપી મૂળ નેપાળના છે. જ્યારે બિલાલ અહમદ ઉર્ફ સોનુ (33 વર્ષ, ઓખલા-નવી દિલ્હી) અને સરિતા શર્મા (40 વર્ષ, ઉત્તર પ્રદેશ) પણ વિદેશી ચોરોની સાથે હતા.

You cannot copy content of this page