Only Gujarat

National

90નાં દાયકાની તે જોડીઓ જેમને સેટ પર જ થયો હતો પ્રેમ પરંતુ કોઈનાં ન થઈ શક્યા લગ્ન

બોલીવુડ માટે 90નાં દાયકો ઘમો કલરફુલ રહ્યો છે. આ સમયમાં પડદાની પાછળની સુપરહીટ જોડીઓ વાસ્તવિક જીવનમાં પણ એકબીજાને દીલ આપી બેઠી હતી, તેમનાં પ્રેમનાં ચર્ચાઓ તે સમયે હેડલાઈન્સમાં રહેતાં હતા. આજે તમને એવી જ કેટલીક જોડીઓ વિશે જણાવીશું જે શૂટિંગ દરમ્યાન એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા પરંતુ અફસોસ તેમનો પ્રેમ પોતાની મંજીલ મેળવી શક્યો ન હતો.

અક્ષય કુમાર શિલ્પા શેટ્ટી
એક સમયમાં અક્ષય કુમારનું નામ ઘણી અભિનેત્રીઓની સાથે જોડવામાં આવતુ હતુ. કહેવાય છેકે, તે પોતાની સાથે કામ કરતી અભિનેત્રીઓને પ્રપોઝ કરી દેતા હતા. ફિલ્મ ‘મે ખિલાડી તુ અનાડી’ના શૂટિંગ દરમ્યાન અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી એકબીજાને પ્રેમ કરી બેઠા હતા. જોકે,આ સંબંધ બહુ લાંબો ટકી શક્યો ન હતો. એક તરફ જ્યાં અક્ષયે ટ્વિન્કલની સાથે લગ્ન કર્યા તો શિલ્પા શેટ્ટીએ રાજકુંદ્રાની દુલ્હન બની ગઈ.

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી આજનાં સમયમાં ખૂબ પ્રખ્યાત છે. વર્ષ 1998માં હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાને ઐશ્વર્યાને પોતાનું દિલ આપ્યું હતું. બંનેએ લગભગ બે વર્ષ ડેટિંગ કર્યુ. પણ પછી આ પ્રેમમાં એવું ઝેર ઓગળી ગયું કે બંને જુદા પડી ગયા. જ્યારે ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા, ત્યારે સલમાન હજી કુંવારો છે.

અજય દેવગન અને કરિશ્મા કપૂર
એક સમયે અજય દેવગન અને રવિના ટંડનનો ચર્ચામાં રહ્યો હતો. બંને એક બીજાને ડેટ પણ કરી રહ્યા હતા. તે જ સમયે અજય દેવગનને જીગર ફિલ્મ મળી. તેમાં તેની વિરુદ્ધ કરિશ્મા કપૂર હતી. શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડી ગયા હતા પરંતુ દુખની વાત છે કે આ લવ સ્ટોરી અધૂરી રહી ગઈ.

માધુરી દીક્ષિત અને સંજય દત્ત
માધુરી દીક્ષિત અને સંજય દત્તની લવ સ્ટોરી આજે પણ યાદ કરવામાં આવે છે. ફિલ્મ ‘થાણેદાર’ ના સેટ પર બંનેનો પ્રેમ પરવાન ચડ્યો હતો. જ્યારે 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં સંજય દત્તનું નામ સામેલ થયું ત્યારે માધુરીએ તેની સાથેના તેના બધા સંબંધો તોડી નાખ્યા.

સાજીદ નડિયાદવાલા અને તબ્બુ
જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાલા અને તબ્બુનો પ્રેમ સંબંધ પણ ચર્ચામાં હતો. ફિલ્મ ‘જીત’ના શૂટિંગ દરમિયાન તબ્બુ અને સાજીદે એક બીજાને દિલ આપ્યું હતું. જો કે, આ સંબંધમાં તિરાડ ત્યારે આવી જ્યારે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન તબ્બુના જીવનમાં આવ્યા.

You cannot copy content of this page