Only Gujarat

National TOP STORIES

માત્ર 20 મહિનાની આ લાડલીએ મર્યા બાદ કર્યું એવું કામ કે તમે પણ ભીની આંખે મારશો સલામ

નવી દિલ્હીઃ પોતાના જીવનના માત્ર 20 મહિના બાદ એક આકસ્મિક ઘટનાનો શિકાર થનાર ઘનિષ્ઠા દેશની સૌથી નાની ઓર્ગન ડોનર બની ગઈ છે. હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયા બાદ માતા-પિતાએ કઠણ કાળજે દીકરીના અંગો ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. ઘનિષ્ઠાનું હાર્ટ, કિડની, લિવર તથા બંને કોર્નિયા પાંચ બાળકોને આપવામાં આવ્યા છે.

દિલ્હીની રોહિણીમાં રહેતી 20 મહિનાની ઘનિષ્ઠા આઠ જાન્યુઆરીના રોજ સાંજે રમતા રમતા ફર્સ્ટ ફ્લોરની બાલકનીમાંથી પડી ગઈ હતી. ઘનષ્ઠિાને ગંભીર ઈજા થઈ હતી. તેના પેરેન્ટ્સ ઘનિષ્ઠાને તાત્કાલિક ગંગારામ હોસ્પિટલ લઈ ગા હતા. ડોક્ટરે તેની સારવાર શરૂ કરી હતી. જોકે, 11 જાન્યુઆરીના રોજ તેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી.

બીજા બાળકો જોઈને નિર્ણય લીધોઃ ઘનિષ્ઠાના પિતા આશીષ કુમારે કહ્યું હતું, ‘ડૉક્ટર્સે અમને કહ્યું હતું કે ઘનિષ્ઠા બ્રેન ડેડ છે અને તે સાજી થઈને પાછી આવે તેવી કોઈ સંભાવના નથી. જ્યારે અમારી દીકરી હોસ્પિટલમાં દાખલ હતી, ત્યારે અમે એવા પેરેન્ટ્સને મળ્યા હતા, જે પોતાના બાળકને અંગો દાનમાં મળે તેની રાહ જોતા હતા.’

અમારી દીકરી બીજા બાળકોમાં જીવિત રહેશેઃ વધુમાં આશીષે કહ્યું હતું, ‘અમારી દીકરી બ્રેન ડેડ થઈ ચૂકી હતી. આથી જ મેં ડૉક્ટરને પૂછ્યું હતું કે અમે દીકરીના અંગો દાનમાં આપી શકીએ? જેના જવાબમાં ડૉક્ટરે હા પાડી હતી. મેં અને મારી પત્નીએ નક્કી કર્યું હતું કે અમે બીજા બાળકને બચાવવા માટે અમારી દીકરીને દફનાવવાને બદલે તેનું દેહ દાન કરીશું. અમને એ વાતનું આશ્વાસન તો રહેશે કે અમારી દીકરી હજી પણ તેમનામાં જીવિત છે.’ કેડવેર ડોનર એટલે કે દર્દી પોતાની બંને આંખના કોર્નિયા, લિવર, કિડની, તથા હાર્ટ દાનમાં આપે તેને કહેવામાં આવે છે. બ્રેન ડેડ વ્યક્તિના પરિવારની મંજૂરી જરૂરી હોય છે.

હાર્ટ, કિડની, લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાઃ સર ગંગારામ હોસ્પિટના ચેરમેન ડૉ. ડી એસ મીણાએ કહ્યું હતું, ‘બ્રેન સિવાય ઘનિષ્ઠાના તમા અંગો યોગ્ય રીતે કામ કરતા હતા. માતા-પિતાની મંજૂરી બાદ તેનું હાર્ટ, કિડની, લિવર તથા બંને કોર્નિયા હોસ્પિટલમાં પ્રિઝર્વ કરવામાં આવ્યા હતા. તેમાંથી બંને કિડની એક ઉંમરલાયક વ્યક્તિને, હાર્ટ તથા લિવર બે બાળકોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. કોર્નિયા હજી સુધી પ્રિઝર્વ છે, જે બે વ્યક્તિને આપવામાં આવશે. આ રીતે ઘનિષ્ઠાએ કુલ પાંચ લોકોને નવજીવન આપ્યું છે.’

ઓર્ગન ના મળવાથી દર વર્ષે 5 લાખ લોકોના મોતઃ ડો. મીણાએ કહ્યું હતું કે આ પરિવારની પહેલ ખરેખર વખાણવા લાયક છે. બીજા લોકોએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ. 10 લાખ પર માત્ર 0.26 ટકા લોકો જ ઓર્ગન ડોનેટ કરે છે. ઓર્ગન ના મળવાથી વર્ષે અંદાજે પાંચ લોકોના મોત થાય છે.

20 હજાર લોકોને લિવરની જરૂરઃ ગંગારામ હોસ્પિટલના કો-ચેરમેન તથા લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. મનીષ મહેતાએ કહ્યું હતું, ‘દેશમાં દેહદાન તથા ટ્રાન્સપ્લાન્ટની રેશિયો ઘણો જ ઓછો છે. માત્ર 20-30 ટકા દેહદાન થાય છે. 20 હજાર દર્દીો લિવર ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યાં છે. ઉત્તર-દક્ષિણ ભારતમાં દેહદાન વચ્ચે મોટું અંતર છે. 10 લાખની વસતીએ દક્ષિણમાં એક દેહદાન થાય છે તો ઉત્તર ભારતમાં આ રેશિયો માત્ર 0.001 જ છે.’

You cannot copy content of this page