Only Gujarat

National

પતિએ પત્નીને આપી જીવલેણ ગિફ્ટ, શૉકિંગ છે લવ-સેક્સની વાર્તા

મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં વેલેન્ટાઈન દિવસે એક હિચકારું કૃત્ય જોવા મળ્યું છે. એક તરફ આ દિવસે પ્રેમીઓ તેમના પ્રેમનો ઈઝાહાર કરે છે અને એકબીજાને યાદગીરી માટે સુંદર-સુંદર ભેટ આપે છે ત્યાં શિવપુરીના એક પતિએ તેની પત્નીને એવી ભેટ આપી કે, કોઈ સપનામાં પણ વિચારી ન શકે. વાસ્તવમાં એસ્ટ્રા મેરિટલ અફેરની શંકામાં પતિએ કુહાડીથી હુમલો કરી પત્નીને દુ:ખદ મૃત્યુ આપ્યું. પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને તેને જેલમાં મોકલવાની તૈયારી કરી લીધી છે. આ ઘટના સુમેલા ગામની છે. મૃતકની ઓળખ આશાબાઈ તરીકે કરવામાં આવી છે અને તેના પતિનું નામ રામકૃષ્ણ કેવટ છે.

પત્નીનું અફેર ચાલતું હતું, બહું સમજાવી પરંતુ માની નહીં
આ ઘટનાની તપાસ કરી રહેલ કોલારસ પોલીસે જણાવ્યું કે, આ અંગે માહિતી આપતાં આરોપી પતિ રામકૄષ્ણએ જણાવ્યું કે, તેની પત્ની આશાબાઈનું એક યુવાન સાથે અફેર ચાલી રહ્યું હતું. જેની માહિતી મળ્યા બાદ પતિ તેને સંબંધો ખતમ કરવા સમજાવી રહ્યો હતો, જેના કારણે બંણે વચ્ચે ઝગડા પણ થતા રહેતા હતા.

મર્ડરના દિવસે પણ પહેલાં ઝગડો થયો
વાસ્તવમાં સોમવારના દિવસે પણ આ લગ્નેત્તર સંબંધના કારણે બંને વચ્ચે ફરીથી ઝગડો થયો હતો. જેના કારણે પત્ની તેના પિયરમાં જતી રહી. પિયર ગયા બાદ ત્યાંના લોકોને આખી ઘટના સમજાઈ ગઈ અને પત્નીને પાછી સાસરીમાં સમજાવી. તો મૃતકાનો ભાઈ દીપક તેને લઈને સાસરીમાં આવ્યો.

પ્રેમી સાથે વાત કરતી જોઈ પતિ ભડક્યો, બાળકોની સામે જ મારી નિર્દયતાથી
પિયરથી આવ્યા બાદ પણ પત્ની તેના પ્રેમી સાથે વાત કરી રહી હતી. તેને મોબાઈલમાં વાત કરતાં જોઈ પતિને ગુસ્સો આવ્યો. ત્યાં પતિ-પત્નીનો ઝગડો શરૂ થઈ ગયો. આ ઝગડા દરમિયાન જ પતિએ ઓરડામાં પડેલ કુહાડી ઉપાડી અને પત્ની પર હુમલો કર્યો. એકસાથે એટલા બધા વાર કર્યા કે, મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જે સમયે આ દુર્ઘટના થઈ એ સમયે બાળકો પણ ત્યાં જ સૂતાં હતાં. માતાને મારતા જોઈએ બાળકોએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું. કોઈ મદદ કરવા આવે ત્યાં સુધીમાં પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના સમયે મૃતકાનો ભાઈ પણ ત્યાં જ રોકાયેલ હતો અને તેણે જ ઘટાનાની માહિતી પોલીસને આપી.

આ ઘટનાની સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલમાં પહોંચાડી. ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. તો પોલીસે હત્યા કરીને ભાગવાનો પ્રયત્ન કરી રહેલ પતિની ધરપકડ કરી દીધી છે. શબનું પોસ્ટમાર્ટમ કરીને શબ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું છે. મહિલાનું શબ ઘરે પહોંચતાં જ ચારેય તરફ રોકકળ શરૂ થઈ ગઈ. બંને માસૂબ બાળકોની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ છે.

You cannot copy content of this page