Only Gujarat

National

‘વાયર વૂમન’થી પ્રખ્યાત છે આ છોકરી, આંખના પલકારામાં ચડી જાય છે થાંભલો

દુનિયામાં મહિલાને પુરૂષની સમાન સાબિત કરવા માટે ઉષા એવું કામ કરી રહી છે. જે કામ સામાન્ય રીતે પુરૂષો જ કરે છે અને મહિલાઓ આવા કઠિન કામથી દૂર ભાગે છે.ઓલ ઇન્ડિયા રેડિયો ન્યુઝના ટ્વિટર પેઝ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા વીજ પોલ પર સરળતાથી ચઢતી જોવા મળે છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ઉષા જગદાલે ઓફિસમાં રહીને કામ કરવાના બદલે ફિલ્ડમાં કામ કરવાનું પસંદ કર્યું. જેથી લોકોને કોઇ રૂકાવટ વિના ઝડપથી વીજળીની સુવિધા મળી શકે. આપે આ પહેલા ક્યારેય કોઇ મહિલાને આ રીતે વીજ પોલ પર ચઢતા નહીં જોઇ હોય.

ઓલ ઇન્ડિયા રેડિયો ન્યુઝના ટ્વિટર પેઝ પર પોસ્ટ કરેલા આ વીડિયોમાં સીઢીઓની મદદ વિના જ ઉષા સડસડાટ વીજ પોલ ચઢતી અને ફટાફટ ઉતરતી જોવા મળે છે. લોકડાઉન દરમિયાન જ્યારે વીજકર્મીઓ સમયસર ન હોતા પહોંચી શકતા ત્યારે આ વાયર વૂમન વૂમન ઉષા જગદાલે લોકોની આ રીતે મદદ કરીને પાવર સપ્લાયની ફરિયાદને દૂર કરતી હતી.

તારને જોડવામાં ઉષા માહેર
ઉષા સીઢિના સહારો લીધા વિના જ વીજ પોલ પર સરળતાથી ચઢી જાય છે, આટલું જ નહીં આ વાયર વૂમન કોઇ પણ પ્રકારના સેફ્ટીના ઇક્વિપમેન્ટ વિના જ તારોને જોડી દે છે. આપે આ પહેલા કોઇ મહિલાને આ રીતે વીજ પોલ પર ચઢતા અને રિપેરિંગ કરતા, તાર જોડતા નહીં જોઇ હોય.ઉષા મહારાષ્ટ્રના સ્ટેટ ઇલેક્ટ્રીકસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની લિમિટેડમાં લાઇન વૂમન તરીકે કામ કરે છે. ઉષાને બાળપણથી જ સ્પોર્ટસમાં ખૂબ જ રૂચિ હતી. તે એક પ્લેયર પણ છે.તેમણે સ્પોર્ટસમાં 11 ગોલ્ડ મેડલ જિત્યા છે. તે મહારાષ્ટ્ર સ્ટેટ લેવલની ખોખોની ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે.

ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ ટ્વીટ
શું આપે ક્યારેય સાંભળ્યું છે કે, એક મહિલા વીજ પોલ પર ચઢીને તારને જોડીને રિપેરિંગનું કામ કરી રહી છે? પુરૂષના પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં મહારાષ્ટ્રના બીડા જિલ્લાની ઉષા જગદાલે એક અપવાદરૂપ ઉદાહરણ છે. લોકડાઉન દરમિયાન પણ તેમણે લોકોની વીજ પૂરવઠાની ફરિયાદને કોઇપણ પ્રકારની રૂકાવટ વગર જ તુરત જ યુદ્ધના ધોરણે દૂર કરી હતી.

ફિલ્ડમાં જઇને જ કામ કરવાનું પસંદ કર્યું
સ્પોર્ટસ કોટામાંથી જ ઉષાનું ટેક્નિશ્યન તરીકે સિલેકશન થયું હતું. સૌથી પહેલા તો તેમણે ઓફિસ વર્ક કર્યું. જો કે થોડા સમય બાદ તેમણે ફિલ્ડમાં જઇને જ કામ કરવાનું પસંદ કર્યું. જેથી લોકોને કોઇ પ્રકારના વિલંબ વિના જ વીજળીની સુવિધા મળી શકે. ઇલેક્ટ્રિશ્યિન ટેક્નિશ્યન ઉષા જગદાલેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. તેમને વીજ પોલ પર ચઢતા જોઇને બધા જ દંગ રહી જાય છે.આ વીડિયોના 15 હજારથી વધુ વ્યૂ છે. તો સંખ્યાબંધ લાઇક્સ પણ મળી રહી છે.

લોકોએ કરી રહ્યાં છે પ્રશંસા
આ વીડિયોને જોયા બાદ કેટલાક લોકો તેની બહાદૂરીના વખાણ કરી રહ્યાં છે તો કેટલાક લોકો તેમને સેફ્ટી કિટ યૂઝ કરવાની પણ સલાહ આપી રહ્યાં છે. એક ટ્વીટર યૂઝર્સે લખ્યું છે કે, “પ્રોટેક્ટિવ ગિયરનો ઉપયોગ કર્યો વિના આ રીતે કામ કરવું અયોગ્ય છે. જો તે વીજ પોલ પરથી પડી જાય તો તેમના માટે કોણ જવાબદાર હશે?

You cannot copy content of this page