Only Gujarat

FEATURED National

આ કીડા કિલોના ભાવે વેચાય છે, કિંમત સાંભળીને નક્કી પહોળી થઈ જશે આંખો એ નક્કી!

દેહરાદૂનઃ કોઇ જીવજંતુ કે કીડાની કિંમત લાખોમાં હોઇ શકે ખરા? આપને જાણીને નવાઇ લાગશે પરંતુ આ હકીકત છે. દુનિયાનું સૌથી મોંઘુ ફંગસ કે પછી કીડો જે 20 લાખ રૂપિયા પ્રતિ કિલો વેચાતું હતું, તેનો વેપાર હાલ ચીનના કારણે ચોપટ થઇ ગયો છે. ભારતની સાથે સીમા વિવાદના કારણે અને કોરોના વાયરસના કારણે આ વેપાર હાલ તદન ઠપ્પ થઇ ગયો છે. આટલું જ નહીં આંતરરાષ્ટ્રિય પ્રકૃતિ સંરક્ષણ સંઘે પણ તેને રેડ લિસ્ટમાં સામેલ કરી દીધું છે. આ ફંગસ કે કીડાને હિમાલયન વિયાગ્રા કહે છે. ભારતીય હિમાલયના ક્ષેત્રમાં તેને કીડાજડી અથવા યારશાગુંબાના નામથી પણ ઓળખાય છે. છેલ્લા 15 વર્ષમાં વિયાગ્રાની ઉપલબ્ધામાં પણ 30%ની કમી આવી છે.

IUCNના મત મુજબ આ વિયાગ્રા શરીરની દુર્બળતા, યૌન ઇચ્છાશક્તિની કમીને દૂર કરવા માટે તેમજ કેન્સર જેવી બીમારીને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે IUCN યાદીમાં નામ આવી ગયા બાદ હિમાલયન વિયાગ્રાના બચાવ માટે રાજ્ય સરકારની મદદ લઇને એક યોજના તૈયાર કરવામાં આવી રહી છે. હિમાલયન વિયાગ્રા 3500 મીટર વધુ ઉંચાઇવાળા વિસ્તારમાં મળે છે.

ભારત ઉપરાંત નેપાળ, ચીન, ભૂટાનના હિમાલય અને તિબ્બતના પઠારી વિસ્તારમાં જોવા મળે છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં અને બાગેશ્વર જિલ્લાા ઉંચાઇવાળા વિસ્તારમાં પણ મળી આવે છે. મેથી જુલાઇ મહિના વચ્ચે જ્યારે પહાડ પર બરફ પીગળે છે ત્યારે સરકારની તરફથી નિર્ધારિત 10-12 હજાર ગ્રામીણ તેને કાઢવા માટે જાય છે. બે મહિના તેને જમા કર્યાં બાદ તેને અલગ અલગ જગ્યાએ દવા બનાવવા માટે મોકલવામાં આવે છે.

હલ્દ્રાનીમાં આવેલ અનુસંધાન કેન્દ્રના જોશીમઠની આસપાસ થયેલા રિસર્ચનું તારણ છે કે, છેલ્લા 15 વર્ષથી તેમની ઉપજ 30% જેટલી ઘટી ગઇ છે. તેમની માત્રામાં આવેલી કમીનું સૌથી મોટું કારણ તેની ડિમાન્ડ છે, તેમજ ગ્લોબલ વોર્મિગ અને ક્લાઇમેટ ચેન્જ, ત્યારબાદ IUCNએ હિમાલયન વિયાગ્રાને સંકટ ગ્રસ્ત પ્રજાતિમાં સામેલ કરીને રેડ લિસ્ટમાં સામેલ કરી દીધું છે.

સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીઓ તો આ એક જંગલી મશરૂમ છે, જે એક ખાસ કિડાના કૈટરપિલર્સને મારીને તેના પર ઉગે છે. આ જડીબુટ્ટીનું વૈજ્ઞાનિક નામ આફિયોફોર્ડિસેપ્સ સાઇનેસિસ છે. જે કીડાને કેટરપિલર્સ પર ઉગે છે તેને હૈપિલસ ફેબ્રિકસ પણ કહે છે.

સ્થાનિક લોકો આને કીડાજડ્ડી કહે છે. આ નામ એટલા માટે રાખવામા આવ્યું છે કે, આ અડધો કીડો અને અડધી જડ્ડી છે. ચીન અને તિબ્બતમાં તેને યારાશાગુંબા પણ કહે છે. આ ફંગસને કાઢવાનો અધિકાર માત્ર વન પંચાયત સાથે જોડાયેલા લોકોને જ આપવામાં આવ્યો છે.

હિમાલયન વિયાગ્રાની એશિયાઇ દેશોમાં વધુ ડિમાન્ડ છે. વિયાગ્રાની સૌથી વધુ ડિમાન્ડ સિંગાપુર, ચીન, હોંગકોંગ પણ છે. આ દેશોના બિઝનેસમેને વિયાગ્રા માટે ભારત,નેપાળ સુધી આવે છે. કહેવાય છે કે જો એજન્ટ દ્વારા તેની ખરીદી કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ કિલો 20 લાખ રૂપિયા સુધી પહોંચે છે.

હિમાલયન વિયાગ્રાનો સૌથું મોટું માર્કેટ ચીનમાં છે. આ વિયાગ્રાનો સૌથી વધુ વેપાર ચીનમાં થાય છે. તેને પિથોરાગઢથી કાઠમાંડુ મોકલાય છે. કાઠમાંડુથી જથ્થાબંધ ચીન મોકલાવાયા છે. જો કે આ વર્ષે કોરોના વાયરસ અને ચીન ભારતના સીમા વિવાદના કારણે વિયાગ્રાનો વ્યવસાય ઠપ્પ થઇ ગયો છે.


ઉત્તરાખંડમાં રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર હિમાલયન વિયાગ્રાને 6-8 લાખ રૂપિયા પ્રતિ કિલો ખરીદી કરે છે. જો કે આ વર્ષે વિયાગ્રાને કોઇએ એક લાખ પ્રતિ કિલોની કિમતે પણ નથી ખરીદ્યું. આ કારણે હિમાલયન વિયાગ્રાના વ્યવસાયને મોટું નુકસાન થયું છે.

You cannot copy content of this page