Only Gujarat

Business FEATURED

કરોડપતિ બનવું છે? તો બસ રોજ કરો માત્ર 200 રૂ.ની બચત ને પછી જુઓ કમાલ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ભારતીય શેરબજારમાં જબરદસ્ત ચઢાવ ઉતાર જોવા મળ્યો. છેલ્લા કેટલાક દિવસથી બજારમાં અપસાઇડ મૂવમેન્ટ જોવા મળી. જો કે હાલ મોટા ભાગના શેર તેના નીચલા સ્તર પર છે. મ્યુચ્યુલફંડમાં પણ લોકોને ધાર્યુ રિર્ટન નથી મળી રહ્યું. આ સ્થિતિમાં એક એવો વિકલ્પ પણ છે. જે આપના પૈસાના સુરક્ષિત રાખે છે. એવા કેટલાક ફંડ છે, જેમાં તમારી કમાણી ઝડપથી વધી શકે છે. શું છે આ વિકલ્પ આવો જાણીએ..

મોટા ભાગના રોકાણકારો કરોડપતિ બનવા માટે બહુ લાંબી રાહ જોવા નથી માંગતા હોતા. રોકાણકાર ઝડપથી રિર્ટન ઇચ્છે છે. જો કે રોકાણ કરતી વખતે એ પણ ધ્યાન રાખવું પડે છે કે, મહિનાનું બજેટ ગરબડ ન થઇ જાય. આ બધા જ પાસાને વિચારતા હાલ ઇન્વેસ્ટમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડ જ બેસ્ટ ઓપ્શન છે.

ક્યાં કરશો રોકાણ? ભારતીય રોકાણકારોની પહેલી પસંદ ઇક્ફિટી ફંડ છે. આ SIP ઓપ્શનમાાં મંથલી બેસિસ પર આપ લાંબા સમય માટે રોકાણ કરી શકો છો. જે રીતે પીપીએફ અને બીજા રોકાણ ફંડમાં આપ રોકાણ કરો છો, તે જ રીતે આ વિકલ્પમાં પૈસા રોકી શકો છો. આ વિકલ્પમાં રિટર્ન પણ વધુ મળશે. ઇક્ફિટી ફંડવાળી SIPમાં બિલકુલ PPFની જેમ જ રોકાણ કરવાનું હોય છે. જો કે લોન્ગ ટર્મમાં જુઓ તો રિર્ટન ક્યાંય વધુ નહીં મળે.

નિષ્ણાત પણ જરૂરી માને છેઃ આનંદ રાઠી વેલ્થ મેનેજમેન્ટ ડિપ્ટી સીઇઓ ફિરોઝ અજીજના મત મુજબ SIP રોકાણના મોટા ફાયદા છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ SIP રૂટના માધ્યમથી જ રોકાણ કરવું જોઇએ. કારણ કે આ રીતે રોકાણ કરવામાં મંથલી બજેટ સાચવવામાં મદદ મળે છે. જે લોકો તેમના કરિયરના શરૂઆતના ફેઝમાં છે. તેમના પાસે સ્વાભાવિક છે રોકાણ માટે કોઇ મોટી રકમ નથી હોતી. પરંતુ લોન્ગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરીએ તો આ સ્કિમમાં સારો ફાયદો છે. મેચ્યોરિટી પર એક મોટી રકમ મેળવવા માટે એક લક્ષ્ય નક્કી કરી શકે છે. આ પ્રકારના રોકાણકાર માટે SIP બેસ્ટ ઓપ્શન છે.

કેવી રીતે અને કેટલું કરશો રોકાણઃ આ ઓપ્શનમાં રોકાણકાર લાંબા સમય માટે રોકાણ કરવા માંગતો હોય એટલે ઉદારહરણ તરીકે 30 વર્ષ માટે રોકાણ કરવા માંગતો હોય તો 15 ટકા રિર્ટન મળે છે. જો કોઇ વ્યક્તિ SIPમાં 30 વર્ષ સુધી રોકાણ કરે છે અને તેમને 15 ટકા રિટર્ન મળે છે તો SIPની ગણતરી મુજબ આ રોકાણકારને મેચ્યોરિટી પર 4.21 કરોડ રૂપિયાની રકમ મળે છે. જો કે એ માટે આપને રોજ આ રોકાણ માટે 200 રૂપિયા કાઢવાના રહે છે એટલે કે મંથલી 6000નું રોકાણ હોવું જોઇએ.

You cannot copy content of this page