Only Gujarat

FEATURED National

શું આપણે હજી પણ આમાંથી બહાર નહીં આવીએ? આ સાઈટ આપે છે છોકરીઓની વર્જિનિટીની ગેરંટી…!

નવી દિલ્હીઃ લગ્ન માટે પર્ફેક્ટ કપલની શોધમાં લોકો હવે મેટ્રિમોનિયલ વેબસાઈટને ફૉલો કરવા લાગ્યા છે. ક્લાયન્ટને ફસાવવા માટે કેટલીક મેટ્રિમોનિયલ વેબસાઈટ્સ તમામ હદો પાર કરી રહી છે. પ્રેમ અને વિશ્વાસના બદલે વર્જિનિટીના આધાર પર લોકોને પોતાની વેબસાઈટ તરફ આકર્ષિત કરી રહ્યા છે. Shadi ડૉટ કૉમ નામની વેબસાઈટ આજકાલ આ રીતે જ પોતાનો ધંધો ચલાવી રહી છે. જો કે, આ લોકપ્રિય વેબેસાઈટ Shaadi ડૉટ કૉમથી અલગ છે. બંનેના નામમાં માત્ર એક અક્ષરનો જ ફેર છે.

વેબસાઈટમાં નજર આવતી એક પોસ્ટમાં વર્જિન મેટ્રિમોનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણાં લોકો એવા છે, જેમની માનસિકતા આજે પણ વર્જિનિટીના ચક્કરમાં ફસાયેલી છે. પરંતુ આ મેટ્રિમોનયલ વેબસાઈટ્સ લગ્ન માટે વર્જિનિટીના ક્રાઈટેરિયાની જાહેરાત આપીને આ પ્રકારની માનસિકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે.

‘ઑડનારી’ એ તેના ઑફિશિયલ ફેસબુક પેજનો સંપર્ક કર્યો જેથી એ ખબર પડી શકે કે તેની પાછળ લૉજિક શું છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે આ પેજ વિશે તેમનું શું કહેવું છે તો જવાબ આવ્યો કે- ‘મારા પેજની આવી કોઈ સર્વિસ વિશે અમને જાણકારી નથી.’ જ્યારે તેમને તેમની જ સાઈટનો સ્ક્રીનશૉટ મોકલવામાં આવ્યો, તો જવાબ આવ્યો કે-“ક્યારેક ક્યારેક માર્કેટિંગના લોકો થોડા વધુ જ આગળ વધી જાય છે. અમે આ પેજ ડિલીટ કરી નાખીશું. કારણ કે તેનો કોઈ મતલબ નથી.”

તેમને પૂછવામાં આવ્યું કે તેની વેબસાઈટ પર આ પેજ આટલા સમયથી છે તો તેના પર કોઈનું ધ્યાન ન ગયું? તો તેમણે કહ્યું કે સંબંધિત વ્યક્તિ તેની સાથે જોડાયેલો જવાબ અમને મોકલી દેશે. તેણે આ ભૂલનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જેવો તેમનો રિસ્પૉન્સ આવે છે, તે સ્ટોરીમાં અપડેટ કરવામાં આવશે.

જ્યારે પહેલી વાર આ સાઈટ જુઓ તો લાગે કે તે ભારતની શાદી ડૉટ કૉમ વેબસાઈટ તો નથી ને. પરંતુ બંનેના સ્પેલિંગમાં સામાન્ય ફેર હતો. અમે વિચાર્યું કે, એ પણ પુછી લઈએ કે આવા પ્રકારની સાઈટનો શું મતલબ હોય છે? એક જેવા નામ વાળી વેબસાઈટ્સ શું એકબીજા પર કેસ કરી શકે છે? જવાબ જાણવા અમે સાયબર એક્સપર્ટ સાથે વાત કરી.

તેમણે જણાવ્યું કે, બંને સાઈટ્સ લગભગ એક જ સમયમાં રજિસ્ટર કરવામાં આવી હતી. હવે એમાંથી એક ઘણી જ જાણીતી છે, પરંતુ એનો એ મતલબ નથી કે બીજી તેની નકલ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કોઈ સાઈટ ખૂબ જ લોકપ્રિય થઈ જાય છે તો તેના નામને મળતી આવતી સાઈટ્સને પણ ફાયદો થાય છે. કારણ કે તે સર્ચમાં ઉપર આવી જાય છે. જો તે સાઈટ બાદમાં બની હોત તો કહી શકાત કે કૉપી કરે છે. પરંતુ આ મામલામાં એવું નહીં કહી શકાય.

વર્જિનિટી પર આટલું ફોક્સ કેમ? વર્જિનિટી એટલે કે કૌમાર્ય, એટલે કે એક એવો કોન્સેપ્ટ, જેનો મતલબ છે કે જ્યા સુધી છોકરીઓ શારીરિક સંબંધ નથી બનાવતી, ત્યાં સુધી તે વર્જિન હોય છે. તેના માટે કૌમાર્ય બેહદ જરૂરી છે, જેને સંભાળીને રાખવાનું હોય છે. જેથી તે પોતાની પવિત્રતાને સાબિત કરી શકે. અનેક લોકો તેની આલોચના પણ કરે છે. આ શબ્દનો ઉપયોગ મોટાભાગે છોકરીઓની સેક્સ્યુઆલિટી કંટ્રોલ કરવા અને તેમને નીચા બતાવવા માટે કરવામાં આવે છે.

મહારાષ્ટ્રના કંજરભાટ સમુદાયમાં જ્યારે દુલ્હા-દુલ્હન સુહાગરાત મનાવવા જાય છે ત્યારે તેમના પલંગ પર સફેદ ચાદર બિછાવવામાં આવે છે. જેથી આગલા દિવસે લોહી જોઈને એ ચેક થઈ શકે કે દુલ્હન વર્જિન હતી કે નહીં. આ ટેસ્ટમાં પાસ ન થાય તો સંબંધ તૂટવાની કગાર પર આવી જાય છે. જો કે એવું ક્યાંય નથી લખ્યું કે હાઈમનમાંથી લોહી નીકળવું એ જ વર્જિનિટીની નિશાની છે.

મહિલાઓની વર્જિનિટી અહીં એટલો ગંભીર વિષય છે કે છોકરીઓએ પોતાની વર્જિનિટી સાબિત કરવા માટે અનેક રસ્તાઓ અપનાવવા પડે છે. અનેક એવા પ્રોડક્ટ હાજર છે જે શારીરિક સંબંધ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેવી કે એક પિલ બ્લડ પાઉડર પિલ તરીકે વેચવામાં આવે છે. આ પિલને શારીરિક સંબંધો બનાવતા પહેલા વજાઈનામાં રાખવાની હોય છે. જે બાદ શારીરિક સંબંધ બનાવતા આ પિલ એવો આભાસ આપે છે કે, લોહી નીકળી રહ્યું છે. અને સાથે જ છોકરી વર્જિન સાબિત થઈ જાય છે.

વર્જિનિટી સાબિત કરવાના સામાજિક દબાણમાં છોકરીઓ અલગ-અલગ ઉપાયો અપનાવવા મજબૂર બને છે. જેમ કે હાઈમનોપ્લાસ્ટિ સર્જરી. જેમાં બે-ત્રણ રીતે હાઈમનને જોડી દેવામાં આવે છે. આ સાથે જ લાલ રંગથી ભરેલી જિલેટીનની કેપ્સ્યૂલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અનેક એવા ક્લિનિક છે જે, સીક્રેટમાં તમારું હાઈમન ઠીક કરવાનો વાયદો કરે છે. બજારમાં આ દબાણને વધારવા માટેના તમામ વિકલ્પો ઉપલબ્ધ છે. મેટ્રિમોનિયલ વેબસાઈટ્સ તેનું ઉદાહરણ છે.

વર્જિનિટીને લઈને શું કહે છે તબીબો? મેડિકલ સાયન્સની ભાષામાં સમજીએ તો વર્જિનિટીનો મતલબ હાઈમનનું વણસ્પર્શ્યુ રહેવું છે. હાઈમન મહિલાના પ્રાઈવેટ પાર્ટનો એક ટીશ્યૂ હોય છે. શારીરિક સંબંધો બનાવતા સમયે હાઈમન ખેંચાતા કે તેના પર જોર પડતા લોહી આવે છે, પરંતુ જરૂરી નથી કે દરેક વખતે એવું થાય.

હાઈમનથી કોઈની વર્જિનિટીનો અંદાજ લગાવવો યોગ્ય નથી. જાણકારો કહે છે કે ખેલ-કૂદમાં રુચિ ધરાવતા લોકો સાથે ઘણીવાર આવી સમસ્યા થાય છે. જીમમાં વર્કઆઉટ, સાઈકલિંગ કે કોઈપણ રમત સમયે પણ હાઈમન નષ્ટ થઈ શકે છે.

You cannot copy content of this page