Only Gujarat

FEATURED National

પત્નીએ પ્રેમીને કહ્યું, જેટલા જોઈએ એટલા પૈસા લઈ લે પણ ગમે તેમ કરીને પતિને હટાવી દે રસ્તામાંથી…

પટનાઃ ગુનાની આ દાસ્તાન જેટલી સનસનીખેજ છે એટલી જ ધૃણાસ્પદ છે. જ્યાં સાત જન્મો સુધીનો સાથ નિભાવવાનું વચન આપનારી પત્નીએ જ પોતાના પતિની હત્યાની પટકથા લખી નાખી. મહિલાએ પોતાના પતિની હત્યા માટે 3 લાખ રૂપિયાની સોપારી આપી અને પોતાના આશિક સાથે મળીને પતિની હત્યા કરી દીધી.

એટલું જ નહીં, હત્યારા જે સમયે યુવકને ગોળીઓ મારી રહ્યા હતા તેની પત્ની મોબાઈલથી ફોન પર લાઈવ ગોળીઓનો અવાજ સાંભળી રહી હતી. આડા સંબંધોની આ દાસ્તાન બિહારના બાઢ જિલ્લાની છે. પોલીસે સંબંધોના આ ખૂનના અપરાધ સાથે જોડાયેલા તમામ પાસાઓ પરથી પડદો ઉઠાવતા પાવરગ્રિડ કર્મચારી પંકજ ગુપ્તાની હત્યાના કેસમાં તેની પત્ની શોભા દેવી અને 6 અપરાધીઓની ધરપકડ કરી લીધી છે.

ગુનાની આ દાસ્તાન રૂંવાટા ઉભા કરી દે તેવી છે, જ્યા એક પત્નીએ પોતાના જ પતિની હત્યાની સોપારી આપી અને મોબાઈલ પર લાઈવ ગોળીબારીનો અવાજ સાંભળતી રહી. બાઢ જિલ્લાના પાવરગ્રિડમાં કામ કરતા પંકજ કુમાર ગુપ્તાને 8 જુલાઈની સવારે અપરાધીઓએ ગ્રિડની બહાર નિકળતા સાથે જ ગોળીઓથી વીંધી નાખ્યા. જે બાદ પંકજનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું.

પંકજની હત્યા બાદ પોલીસે તપાસ તેના પરિવારજનો અને ખાસ કરીને તેની પત્ની શોભા દેવીની આસપાસ તપાસ કરી તો હત્યા સાથે જોડાયેલા રહસ્યો સામે આવતા ગયા. આ આખો મામલો પોલીસે 4 દિવસમાં ઉકલી નાખ્યો અને હત્યામાં સામેલ 7 લોકોની ધરપકડ કરી. સાથે જ, હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયાર અને સોપારીના રૂપમાં આપવામાં આવેલી રકમ પણ પોલીસે જપ્ત કરી લીધી છે.

થયું એવું કે, મૃતક પંકજની પત્ની શોભાનું સન્ની નામના યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. જેની જાણ શોભાના પતિ પંકજને થઈ ગઈ હતી. પછી શોભા દેવી અને તેના આશિક સન્નીએ પંકજને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી. પંકજની પત્નીએ પોતાના આશિકને કહ્યું કે જેટલા પણ પૈસા લાગશે હું આપીશ, તેને રસ્તામાંથી હટાવવાનો છે. પોલીસનું માનીએ તો એડવાન્સમાં શોભા દેવીએ 50 હજાર રૂપિયા આપ્યા. બાકીના 2 લાખ 30 હજાર દેવાની વાત થઈ હતી. જેની અવેજમાં તેણે અપરાધીઓને એક કોરો ચેક પણ આપ્યો.

પોલીસના મતે, બધું નક્કી થયા બાદ 8 જુલાઈની સવારે મૃતક પંકજ પોતાના ક્વાર્ટરમાંથી નીકળીને સવારે દૂધ લેવા જઈ રહ્યો હતો. આ વચ્ચે તેની પત્ની શોભા દેવીએ સોપારી કિલર્સને ફોન કરીને અલર્ટ કરી દીધા અને પતિનો દેખાવ જણાવ્યો. પોલીસનું માનીએ તો સોપારી કિલર્સે ગેટની બહાર જ પંકજ પર ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું. પંકજની પત્ની ગોળીઓનો અવાજ ફોન પર સાંભળતી રહી. ગોળી લાગતા જ પંકજનું ઘટના સ્થળે મોત થઈ ગયું.

પોલીસના પ્રમાણે, મૃતકની પત્નીએ સોપરી કિલર્સના નક્કી કરેલા સોદા પ્રમાણે ઘટનાના આગલા દિવસે જ બેંક પહોંચીને અઢી લાખની રકમ કાઢી અને બેંક પરિસરમાં જ રકમ કિલર્સને આપી દીધી. બસ પોલીસને કડી મળતા જ પંકજની હત્યામાં સામેલ આખી ટીમને દબોચી લીધી. ત્યાં જ, હથિયારની સાથે સોપારીમાં આપવામાં આવેલી રકમ પણ મેળવી લીધી છે. જણાવવામાં આવે છે કે આડા સંબંધોની જાળમાં ફસાયેલી મહિલાએ પોતાના હાથ પર પ્રેમીના નામનું ટેટ્ટુ પણ બનાવી રાખ્યું હતું.

You cannot copy content of this page