Only Gujarat

FEATURED International

આ લૉકડાઉન શું-શું જોવડાવશે? આ પુરુષને રાતોરાત માતા બનવાનો આવ્યો વિચાર, અંતે કર્યું એવું કે…

લંડનઃ દુનિયામાં અનેક લોકો પોતાના લૂકથી ખુશ નહીં હોતા. તેઓ સર્જરીના માધ્યમથી પોતાનો લૂક બદલવાનો પ્રયાસ કરે છે. પરંતુ અનેક લોકો એવા પણ હોય છે, જેઓ પોતાનાથી ખુશ હોતા નથી. તેઓ સર્જરીના માધ્યમથી પોતાની જાતિ બદલી લે છે. છેલ્લા કેટલાક વર્ષોથી મીડિયામાં છવાયેલ હ્યૂમન ડૉલ કેન એક વાર ફરી ચર્ચામાં છે ટ્રાન્સજેન્ડર તરીકે જન્મેલા કેને અનેક સર્જરી કરાવીને 6 પેક વાળા પુરુષનો લૂક વર્ષો સુધી લોકો સાથે શેર કર્યો. પરંતુ લૉકડાઉનમાં તેને અહેસાસ થયો કે તે પુરુષ નહીં પરંતુ સ્ત્રી બનીને માતા બનવાનું સુખ લેવા માંગે છે. જે બાદ તેણે ચૂપચાપ સ્ત્રી બનવાની સર્જરી કરાવી અને હવે 52 લાખ રૂપિયા ખર્ચ કરીને તે જેસિકા બનીને સામે આવી છે. હવે કેન ખુદને જેસિકા ગણાવી રહી છે અને જલ્દી જ માતા બનવાની આશા વ્યક્ત કરી છે. તેના ટ્રાન્સફોર્મેશને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે.

હાલમાં જ એક ટીવી શોમાં જોવા મળેલા કેન રોડ્રિગો અલ્વેસે લોકોને ચોંકાવી દીધા. હવે રોડ્રિગો ખુદને જેસિકા નામથી બોલાવવા લાગી છે. તે જલ્દી જ કાનૂની રૂપે પણ પોતાનું નામ બદલી લેશે. કેન ડૉલ હવે મહિલા બની ચુકી છે. પોતાને મર્દમાંથી સ્ત્રી બનાવવા માટે જેસિકાએ 52 લાખનો ખર્ચ કર્યો છે. હવે તે માતા બનવા માંગે છે. જેસિકાનો જન્મ ટ્રાન્સજેન્ડરના રૂપમાં થયો હતો.

અનેક વર્ષો સુધી દુનિયાના સામે મર્દના રૂપમાં આવી છે. તેણે અનેક સર્જરીઓ કરાવી. 6 પેક્સ બનાવ્યા. તે કેન ડૉલ જેવી દેખાવા માંગતી હતી. એટલે તેણે સર્જરી કરાવી. મહિલા બનવાના આ સફરમાં પૈસા પાણીની જેમ વહાવ્યા. જો કે, પહેલા તેણે મર્દ બનવા માટે અનેક સર્જરી કરાવી હતી.

પરંતુ તેને અહેસાસ હતો કે તે સ્ત્રી છે. તેને બાળપણથી ઢીંગલીઓ ખરીદવાનો ઘણો શોખ હતો. જેસિકાએ ખુલાસો કર્યો કે જ્યારે તે મીડિયાની નજરથી દૂર રહેતી હતી ત્યારે ઘરે છોકરીઓની જેમ તૈયાર થતી હતી. પરંતુ હવે તે લોકોની સામે જેસિકા રૂપમાં આવી છે. જેના માટે જેસિકાએ પોતાની સર્જરી કરાવી છે. સાથે જ બ્રેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. સૌથી મોટી વાત તેણે પોતાના હોર્મોન્સ બદલ્યા. તે પોતાને મા બનવા માટે તૈયાર કરી રહી છે.

જેસિકાએ જાણકારી આપી કે તે બિલ્કુલ નશો નથી કરતી. સાથે જ નિંદર પણ પુરી લે છે. હવે બસ 3 વધુ સર્જરી અને તે પુરી રીતે મહિલા બની જશે. જેસિકાને હવે એક લાઈફ પાર્ટનરની તલાશ છે. જે તેને સમજે અને પ્રેમ કરે. જેસિકાનું કહેવું છે કે અત્યારે તે સોશિયલ મીડિયા પર તે રોડ્રિગોના નામથી હાજર છે પરંતુ જલ્દી ત્યા પણ જેસિકા બની જશે. સાથે જ તે પોતાના લાઈફ પાર્ટનરની શોધમાં લાગી ગઈ છે. તેને આશા છે કે જલ્દી જ કોઈ તેના જીવનમાં આવશે અને બધુ બદલી નાખશે.

You cannot copy content of this page