Only Gujarat

Bollywood FEATURED

મુંબઈમાં અહીં રહે છે સંજુબાબા, ઘરમાં જીમથી લઈ ગેમિંગ સુધીની તમામ સુવિધા

સંજય દત્તનું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં છે. જ્યાં તે પોતાની પત્ની માન્યતા અને બંને બાળકો સાથે રહે છે. સંજ્જુ બાબાના ઘરની તસવીરો સામે આવી છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. થોડા દિવસ પહેલાં જ સંજય દત્તે પોતાના ચાર ફ્લેટ પત્ની માન્યતાને ગિફ્ટ કર્યાં હતાં પરંતુ ચાર દિવસ બાદ પત્ની માન્યતા આ ચાર ફ્લેટની ગિફ્ટ પરત કરી હતી.

સંજય દત્તનું ઘર અંદરથી ખૂબ જ સુંદર અને ભવ્ય છે. અહીં પહેલાં સુનિલ દત્તનો બંગલો હતો.

આ ઘરને સંજયની પત્ની માન્યતાએ શણગાર્યું છે અને તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ફેન્સને પોતાની ઘરની ઝલક પણ આપી હતી.

સંજયના બેડરૂમમાં પણ સુનિલ દત્ત અને નર્ગિસનું પેઇન્ટિંગ છે.

ઘરમાં લિવિંગ એરિયાને સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે અને તેને રૉયલ લૂક આપવામાં આવ્યો છે. લિવિંગમાં બ્લેક કલરના મસ્ત સોફા રાખવામાં આવ્યાં છે અને દીવાલ પર સંજયનું પેઇન્ટિંગ પણ લગાડેલું છે.

સુનિલ દત્તના બંગલાને તોડી બિલ્ડિંગ બનાવી દેવામાં આવી હતી. સંજય જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર છે. આ ઘર તેમનું ડ્યૂપ્લેક્સ ઘર છે.

ઘરના પહેલાં માળ પર લિવિંગ એરિયા અને ડાયનિંગ એરિયા બનાવવામાં આવ્યો છે અને તેના ઉપરના માળ પર બેડરૂમ બનાવવામાં આવ્યો છે. આ ઘરમાં સીડિ પણ લગાડવામાં આવી છે. જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.

સંજય અને માન્યતા બંનેને આસ્થા રાખે છે. એટલે ગણપતિ પૂજા હોય કે, પછી નવરાત્રિ તેમના ઘરમાં આ ઉત્સવ ધૂમધામથી ઊજવવામાં આવે છે.

ઘરમાં ડાઇનિંગ એરિયા પણ ખૂબ જ મોટો છે. આ સફેદ પથ્થરની બુદ્ધની મૂર્તિ અને લાલ રંગના શેડલિયયર્સથી શણગારવામાં આવી છે.

સંજયના લિવિંગ રૂમમાં એક સમયે 50 લોકો ભેગા થઈ શકે છે. કેમ કે, સંજય દત્તને પાર્ટી કરવાનો ખૂબ જ શોખ છે.

સંજયના આખા ઘરમાં માર્બલ ફ્લોરિંગ છે.

You cannot copy content of this page