Only Gujarat

Bollywood FEATURED

સાતમા મહિનાને કરીના ચઢી રહ્યાં છે સોજા, ચહેરા ને હોઠ જામી ગઈ થોથર!

મુંબઈ: સાત મહિના પ્રેગનેન્ટ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન અને દિકરો તૈમૂર સાથે હિમાચલ પ્રદેશના ધર્મશાલા અને પાલમપુરમાં કેટલાક દિવસ રિલેક્સ કર્યા બાદ મુંબઈ પાછી ફરી રહી છે. પાલમપુરના પહાડોથી કરીનાએ પોતાની સનકિસ્ડ સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ સાથે જ તેણે જણાવ્યું કે તે પોતાના ઘરે પાછી ફરી રહી છે. ફોટોમાં કરીના બ્લેક અને વ્હાઈટ કલરની કૂલ શર્ટમાં નજર આવી રહી છે. સાથે જ તેણે કાળા ચશ્મા પણ પહેર્યા છે. સામે આવેલા ફોટોમાં કરીનાના હોઠ પર સોજો જોવા મળી રહ્યો છે. તેને ચહેરા પર પ્રેગનેન્સીને ગ્લો સાફ જોવા મળી રહ્યો છે. કરીનાએ કેપ્શન લખ્યું- બાય બાય પાલમપુર શું શાનદાર અનુભવ રહ્યો. હેલો મુંબઈ. હું ઘરે આવી રહી છું.

જણાવી દઈએ કે કરીના દિવાળી પતિ સાથે મનાવવા હિમાચલ પ્રદેશ પહોંચી હતી. અહીં જ તેણે પરિવાર સાથે દિવાળી મનાવી હતી. 22 દિવસ બાદ તે મુંબઈ પાછી ફરી રહી છે.

પ્રેગનેન્સીમાં કરીના શૂટિંગ અને ટ્રાવેલ કરવાથી પોતાની નથી રોકી શકતી. તમને જણાવી દઈએ કે ઑક્ટોબરમાં કરીના દિલ્લીમાં પોતાની અપકમિંગ ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનું શૂટિંગ કરવા માટે ગઈ હતી.

હાલમાં જ કરીનાએ એક ઈમેજ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તે તડકામાં બેઠેલી કૉફી પીતી નજર આવી રહી હતી. કરીનાએ લખ્યું- બ્રેકફાસ્ટ વિથ બેબો. તેમના ચાહકો આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે. ચાહકો જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના કેટલાક ખાસ લોકો પણ લાઈક અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. જ્યાં કેટરીના કૈફને પોસ્ટ પસંદ આવી તો, તો અર્જુન કપૂરે કમેન્ટ કરી- મેનૂ ક્યાં છે.

જણાવી દઈએ કે જ્યારે કરીના લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ કરી રહી હતી એ સમયે તે પાંચ મહિના પ્રેગનેન્ટ હતી. એ વિશે વાત કરતા ધ ક્વિંટ સાથે વાત કરતા તેણે કહ્યું કે, તે ઘરે નથી બેસી શકતી. કારણ કે તેનો પરિવાર પણ તેને આ કહીને ચિડવે છે કે, તેની પેન્ટમાં કીડીઓ છે, જેથી તે એક જગ્યાએ નથી બેસી શકતી.

ફિલ્મના શૂટિંગ વિશે વાત કરતા કરીનાએ કહ્યું કે, એ સમયે તે ફિલ્મનું શૂટિંગ નહોતી છોડી શકે એમ કારણે કે ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં પુરૂં થવાનું હતું પરંતુ કોરોનાના કારણે લૉકડાઉનમાં તેને રોકી દેવામાં આવ્યું.

પ્રેગનેન્સીમાં કામ કરવા પર કરીનાએ કહ્યું કે પ્રેગનેન્સી કોઈ બિમારી નથી જેમાં ઘરે બેસવામાં આવે. એ વાત સાચી છે કે તેમાં કેટલીક પરેશાનીઓ પણ આવે છે પરંતુ તમારે તમારી જાતને બચાવીને રાખવી જોઈએ. માત્ર પ્રેગનેન્સીના કારણે કામ છોડી દેવું સાચો નિર્ણય નથી.

હાલમાં જ કરીનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર ડાઈટને લઈને કેટલીક વાતો શેર કરી હતી. તેણે લખ્યું હતું કે- આ મારું મીલ છે કે ચીટ મીલ? આગામી ત્રણ મહિના માટે તેના વચ્ચે એક પાતળી રેખા બનેલી છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન કરીનાએ જણાવ્યું કે એવી કઈ વાત છે કે બીજી પ્રેગનેન્સીમાં રીપીટ નથી કરવા માંગતી. કરીનાએ કહ્યું કે- તૈમૂરના સમયે જ્યારે હું પ્રેગનેન્ટ હતી ત્યારે લોકો મને ખૂબ જ ખાવા માટે કહેતા હતા અને આ કારણે મારું વજન 25 કિલો વધી ગયું હતું. હું ફરી તે નથી કરવા માંગતી. મને બસ હેલ્ધી અને ફિટ રહેવું છે.

You cannot copy content of this page