Only Gujarat

FEATURED National

લોકડાઉનની વચ્ચે હોટલમાં બે યુવકો બે યુવતીઓ સાથે મનાવતાં હતા રંગરેલિયા ને……

કોરોના મહામારીને ફેલાવાથી રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મંજુરી વગર ઘરની બહાર નીકળવા માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગી ગયો છે. પરંતુ કેટલીક એવી ઘટના સામે આવી રહી છે જેના કારણે લોકડાઉનના આબુરાના લીરે લીરા ઉડી રહ્યાં છે. પંજાબમાં એક એવી શરમજનક ઘટના બની જેની તમે કલ્પના પણ કરી ન શકો.

લુધિયાણા પોલીસને સૂચના મળતાં જ હોટેલમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી બે યુવકોને બે સગી બહેનોની સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આવ્યાની જાણકારી મળતા જ હોટેલ માલિક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

જાણકારી પ્રમાણે બંને યુવકોએ હોટેલનો આ રૂમ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ઓયોમાંથી બૂક કરાવ્યો હતો. અહીં તેઓ પોતાની મહિલા મિત્રની સાથે રંગરેલિયા મનાવવા માટે પહોંચ્યા હતા. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ પંકજ અને શીનુ ભારદ્વાજ તરીકે કરી છે.

મામલાની જાણકારી આપતા એએસઆઇ દવિંદર સિંહે જણાવ્યું કે મોડલ ટાઉન વિસ્તારમાં ગૌરવપ્રીત મંજુરી વગર પોતાની હોટેલ ખોલીને બેઠો હતો.

આ હોટેલમાં બે યુવક બે યુવતીઓ સાથે એક રૂમમાં રોકાયા હતા. આરોપીઓ વિરુદ્ધ સરકારી આદેશનો ભંગની કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ સમગ્ર ઘટના જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page