Only Gujarat

FEATURED International

કોરોનાની રસીને લઈને આ દેશમાંથી આવ્યા સારાં સમાચાર, દાવો જાણી કોરોનાના દર્દીઓ ખુશ થઈ જશે

હાલમાં જ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહનૉમ ગિબ્રયેસૉસે કોરોના વાયરસ અને તેની રસીને લઈને એક નિવેદનમાં કહ્યું છે કે, આ હાલમાં આ વાયરસ માટે કોઈ ચોક્કસ અને નિશ્ચિત ઇલાજ ઉપલબ્ધ નથી અને તે બની શકે છે તે થાય પણ નહી? તેમનું નિવેદન ચોક્કસપણે ડરાણું હતું, પરંતુ દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના માટે અસરકારક રસી બનાવવામાં વ્યસ્ત છે અને સફળ હોવાનો દાવો પણ કરી રહ્યા છે.

અમેરિકાની એક વેક્સિન બનાવતી કંપની નોવાવેક્સ (NOVAVAX)એ પણ કંઈક આવો જ દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેની રસી કોરોના વાયરસ સામે રક્ષણ આપવામાં અસરકારક છે અને તે સાથે તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યૂનિટી) પણ વધારી રહી છે.

નોવાવેક્સ કંપનીની આ કોરોના રસીનું નામ NVX-CoV2373 છે. કંપનીએ દાવો કર્યો છે કે આ રસી કોરોના વાયરસને મારવામાં સક્ષમ છે અને તે જ સમયે તે શરીરમાં ઉચ્ચ સ્તરના એન્ટિબોડીઝ પણ પેદા કરશે, જેથી ભવિષ્યમાં કોરોનાનો હુમલો ન થાય.

આ રસીનું ટ્રાયલ ક્યાં સુધી પહોંચ્યુ?
કંપનીનું કહેવું છે કે તેની રસીનું હાલમાં છેલ્લા તબક્કાનું ત્રીજુ એટલેકે છેલ્લું ટ્રાયલ ચાલી રહ્યુ છે, જે સપ્ટેમ્બરના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે. આ પછી અમે રસી મોટા પાયે તૈયાર કરી શકીશું. કંપનીનો દાવો છે કે 2021 માં, તેઓ રસીના 100-200 કરોડ ડોઝ બનાવશે.

નોવાવેક્સના પ્રમુખ ગ્રેગરી ગ્લેને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટ્રાયલના અંતિમ તબક્કાના ડેટાના આધારે કંપનીને રસી તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવશે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે આ પરવાનગી આ વર્ષે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં મળી શકે છે.

નોવાવેક્સ કંપનીએ તેની રસી NVX-CoV2373ને લઈને દાવો કર્યો છે કે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ તેની માત્રા લીધા પછી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ રસી માટે કંપનીને વ્હાઇટ હાઉસ એટલે કે યુએસ સરકાર તરફથી ફંડ મળ્યું છે.

આ રસીનું ટ્રાયલ મેના અંતમાં શરૂ થયુ હતુ. અહેવાલો મુજબ,18 થી 59 વર્ષની વચ્ચેના 106 કોરોના ચેપવાળા દર્દીઓ તેનો ડોઝ લઈને સાજા થયા છે. આ રસીના પહેલાં તબક્કાના ટ્રાયલનો અભ્યાસ સામે આવ્યો છે. હવે જોવું એ રહ્યું કે તેના ત્રીજા તબક્કાનું પરિણામ કેટલું અસરકારક અને સુખદ હોય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page