Only Gujarat

Bollywood FEATURED

રિયા પર વકીલનો દાવો, સુશાંતની બહેન પર લગાવ્યા હતા ગંભીર આરોપો પછી સુશાંત ને તેની બહેન…..

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં તેમના પરિવારના વકીલ વિકાસસિંહે રિયા ચક્રવર્તી વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, રિયાએ સુશાંતની બહેન પ્રિયંકા સિંહ પર તેનો લાભ લેવાનો અને તેને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે બંને ભાઈ-બહેન વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. વિકાસસિંઘના જણાવ્યા અનુસાર, રિયાએ સુશાંત અને તેની બહેનો વચ્ચે અણબનાવ કરવાના આશયથી આ આરોપ લગાવ્યો હતો.

સુશાંત-રિયા પહેલીવાર 14 એપ્રિલ 2019ના રોજ મળ્યા હતા
એક મુલાકાતમાં વિકાસસિંહે આ ઘટના વિશે જણાવ્યુ હતું. તેમના કહેવા પ્રમાણે, રિયા અને સુશાંત પ્રથમ વખત 14 એપ્રિલ 2019 ના રોજ એક સામાન્ય મિત્રની પાર્ટીમાં મળ્યા હતા. રિયા 15 એપ્રિલે સુશાંતના ઘરે આવી હતી. તે સમયે ત્યાં પ્રિયંકા સિંહ અને તેના પતિ પણ હાજર હતા, જેઓ પાવના ફાર્મહાઉસ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.

બકૌલ સિંહ- “રિયા બધાને મળી અને તે પણ તેમની સાથે પાવના ગઈ અને રાત્રે ત્યાં રોકાઈ ગયા. બીજા દિવસે બપોરે સુશાંતે તેને મુંબઈ છોડી અને ફરી પાછો તે ફાર્મહાઉસ પાછો ગયો. એપ્રિલ 18-19ની મધરાત્રે તેણે સુશાંતના કેપરી હાઇટ્સ સ્થિત ઘરે આવવાની જીદ કરી અને રાત્રે લગભગ 1 વાગ્યે તે ત્યાં પહોંચી ગઈ. ત્યારબાદ તેણે દારૂ પીવાની જીદ કરી. તેણે બાકીના લોકોને તેમાં જોડાવા કહ્યું. ઘણા લાંબા સમય સુધી બધાં ત્યાં બેઠા અને પછી પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા. રિયાએ સુશાંતના રૂમમાં રાત પસાર કરી હતી.”

રિયા 20 એપ્રિલે જૂઠું બોલીને પ્રિયંકાને પાર્ટીમાં લઈ ગઈ
વિકાસ કહે છે, “19 એપ્રિલે પ્રિયંકા અને તેના પતિ દિલ્હી જઇ રહ્યા હતા. પરંતુ સુશાંતની વિનંતી પર પ્રિયંકા થોડા વધુ દિવસ રોકાઈ. તેની ટિકિટ કેન્સલ કરાવવાામાં આવી અને તેનો પતિ એકલો દિલ્હી જવા રવાના થયો. બીજા દિવસે 20 એપ્રિલની સાંજે, રિયાએ સુશાંત અને પ્રિયંકાને તેમના ભાઈ શોવિકના જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. જોકે, રાતના 10 કે 12 વાગ્યા હતા અને સુશાંત અને પ્રિયંકા બંને કંટાળી ગયા હતા. જેથી સુશાંત પાર્ટીમાં જવાને બદલે સૂઈ ગયો.

આ પછી, રિયાએ પ્રિયંકાને પાર્ટીમાં એકલા આવવા કહ્યું અને તેનો મેકઅપ પણ કર્યો. જ્યારે તે સ્થળ પર પહોંચી અને પ્રિયંકાએ શોવિકને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ત્યારે તેણે કહ્યું કે તે તેનો જન્મદિવસ નથી. પરંતુ તેઓ તો એમ જ નાઈટ સેલિબ્રેશન કરી રહ્યા છે. પ્રિયંકાને ખ્યાલ આવ્યો કે રિયા પાર્ટી માટે સુશાંતના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે.

પાર્ટીમાંથી પાછા ફર્યા બાદ રિયાએ પ્રિયંકા પર આરોપ લગાવ્યો
વિકાસ મુજબ, પાર્ટીમાંથી પાછા ફર્યા બાદ પ્રિયંકા સુવા માટે જતી રહી હતી અને રિયા સુશાંત સાથે વાત કરતી રહી હતી. બીજા દિવસે સવારે (21 એપ્રિલે) જે થયુ, તેનાંથી ઘરનાં બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. બીજા દિવસે પ્રિયંકા જ્યારે સુઈને ઉઠી તો તેણે જોયુ રિયા ત્યાંથી જતી રહી હતી અને સુશાંત ઘણો ગુસ્સામાં હતો.

વાસ્તવમાં, રિયાએ સુશાંતને રાત્રે કહ્યું હતું કે તેની બહેન પ્રિયંકાએ 18-19ની મધ્યરાત્રિએ તેનો લાભ લેવાનો પ્રયાસ કરતી વખતે તેની છેડતી કરી હતી. સુશાંતે રિયાની વાત પર વિશ્વાસ મૂક્યો હતો અને પ્રિયંકા સાથે તેને મોટો ઝઘડો થયો હતો. પ્રિયંકાને વિશ્વાસ ન થઈ શક્યો કે સુશાંત આ હેરાફેરીમાં ફસાઈ શકે છે.

તેમ છતાં તેણે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો અને એપાર્ટમેન્ટ ખાલી કરી દીધો. જ્યારે તે દિલ્હી પહોંચી ત્યારે તેણે તેના પતિને આ વિશે જણાવ્યું હતું. તેના પતિએ કહ્યું કે જે કંઈ પણ કહેવામાં આવે છે તે યોગ્ય નથી, કારણ કે તે પોતે 18-19ની મધ્યરાત્રિએ મુંબઇમાં તેની સાથે હતો. તેણે સુશાંતને આ બધું વોટ્સએપ મેસેજ દ્વારા કહ્યું હતું, પરંતુ તે સાંભળવા તૈયાર ન હતો.”

સુશાંત-પ્રિયંકાએ ઘણા મહિનાઓ સુધી વાત કરી નહીં
જો વિકાસનું માનીએતો, સુશાંત અને પ્રિયંકા એકબીજાની ખૂબ નજીક હતા. પરંતુ ઘટના બાદ ઘણા મહિના સુધી તેઓ બોલ્યા નહીં. નવેમ્બર 2019 માં સુશાંતે પ્રિયંકાને ફોન કર્યો અને માફી માંગી. તેને મુંબઈ આવવાનું પણ કહ્યું. આ તે સમય હતો જ્યારે તેણે તેની રાની દીદીને એસ.ઓ.એસ. મોકલ્યા. બીજા દિવસે ત્રણેય બહેનો (રાની, પ્રિયંકા અને મિતુ) તેમને ચંદીગઢ લઈ જવા માટે મુંબઈ પહોંચી હતી.

ત્યારબાદ સુશાંતે રિયાને પૂછ્યુ હતુકે, તેણે તેની બહેન પર આક્ષેપ કેમ લગાવ્યો?
જ્યારે તેની બહેને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, ત્યારે તેણી તેને બળજબરીથી તેના ભાઈની પાર્ટીમાં કેમ લઈને ગઈ? અને આખરે તેણે કેમ બે દિવસ સુધી તે ઘટના વિશે તેને વાત ન કરી? સુશાંતને તેની ભૂલનો અહેસાસ થાય છે અને પ્રિયંકાની માફી માંગીને ઝઘડો ખતમ કરે છે.

સુશાંત સમજી ગયો હતો કે રિયાએ માઈન્ડ ગેમ રમીને ભાવનાત્મક રીતે એકબીજા સાથે જોડાયેલા બે ભાઈ-બહેનોને તોડવાનો પ્રયાસ કર્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page