Only Gujarat

Bollywood FEATURED

સલમાનની બહેને જ નહીં ભાણીયાએ પણ અનેક પ્લેટનો કર્યો છૂટ્ટો ઘા, 5 મિનિટની મોજ માટે કર્યું આ કારનામું

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ અવાર-નવાર વિદેશ જતા હોય છે. ક્યારેક તેઓ શૂટિંગ માટે તો ક્યારેય વેકેશન મનાવવા માટે જતા હોય છે. વિદેશમાં ફરવા જતાં સમયે સેલેબ્સ અહીંયાની ટ્રેડિશન પણ ફોલો કરતા હોય છે. આમાંથી ઘણીવાર તેઓ વિચિત્ર ટ્રેન્ડ ફોલો કરીને સોશિયલ મીડિયામાં મજાકનું પાત્ર બનતા હોય છે.

સલમાન ખાનની લાડલી બહેન અર્પિતા હાલમાં દુબઈમાં વેકેશન મનાવી રહી છે. અર્પિતાએ સોશિયલ મીડિયામાં વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં અર્પિતા પોતાના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં બેઠાં બેઠાં પ્લેટ તોડતી જોવા મળી હતી. અર્પિતા જ નહીં તેનો નાનકડો ટેણીયો આહિલ પણ પ્લેટ ફેંકતો જોવા મળ્યો હતો. અર્પિતાની આ હરકતની ઘણી જ ટીકા કરવામાં આવી હતી.

વીડિયો જોઈને અનેક યુઝર્સે અર્પિતાને ટ્રોલ કરી હતી. કેટલાંકે કહ્યું હતું કે જેટલા પૈસાની પ્લેટ તોડી તેટલાં જ પૈસાથી કોઈ ગરીબને ભોજન કરાવ્યું હોત તો પુણ્ય મળત. તો અન્ય કેટલાંકે લખ્યું હતું કે એટલા પૈસા ભેગા થઈ ગયા છે કે કેવી રીતે વાપરવા તેની ખબર પડતી નથી. ટૂંકમાં યુઝર્સનું કહેવું હતું કે આ પૈસાદાર લોકો ગમે તેમ કરી શકે છે.


શિલ્પા પણ ટ્રોલ થઈ હતીઃ ગયા વર્ષે 2019માં શિલ્પા શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એક વીડિયો શૅર કર્યો હતો. તે રેસ્ટોરન્ટમાં પ્લેટ તોડતી જોવા મળી હતી. આ વીડિયો સાથે તેણે કહ્યું હતું કે પ્લેટ તોડો અને ધોવાથી બચો. બહુ જ મજા આવી. ઓપા દુબઈ. શિરીન મોરાની તથા ઉદય સિંહનો આભાર. પ્લેટ તોડીને ડાન્સ કરવાની ઘણી જ મજા આવી. વીડિયો સામે આવતા જ યુઝર્સે શિલ્પાની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે દુનિયામાં બહુ જ ગરીબી છે અને પૈસાનો આવો વેડફાટ કરવો જોઈએ નહીં.

શું છે પ્લેટ તોડવાનો કોન્સેપ્ટઃ દુબઈની એક હોટલમાં ગ્રીસની ટ્રેડિશનને ફોલો કરવામાં આવે છે. આ એ મેડિટેરિયન ટ્રેડિશન છે. લોકો પોતાની એક્સાઈટમેન્ટ, ખુશી તથા શોક પ્રગટ કરવા માટે પ્લેટ તોડે છે. તોડવામાં આવતી પ્લેટ કાચની નથી હોતી પરંતુ ખાંડમાંથી બનેલી હોય છે. દુબઈની ઓપો હોટલે આ અનોખી ટ્રેડિશન શરૂ કરી છે.

You cannot copy content of this page