Only Gujarat

FEATURED National

માત્ર એક લાખ રૂપિયા માટે લગ્નના ત્રણ દિવસ પહેલાં જ યુવકનો કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ

બે મિત્રોમાં રૂપિયાની લેવડ-દેવડને લઈને વિવાદ એટલો વધી ગયો કે બદમાશ એક યુવકનું અપહરણ કરીને જંગલમાં લઈ ગયા અને લગ્નના માત્ર 3 દિવસ પહેલા તેનો પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાખ્યો. આ ગંભીર ઘટના યૂપીના બાગપતની છે.

આરોપી છે કે પીડિત યુવકના મિત્રએ અન્ય બે સાથીઓને કહીને તેને બંધક બનાવ્યો અને પછી તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું. બદમાશો પછી તેને ઘાયલ સ્થિતિમાં છોડીને ફરાર થઈ ગયા. હાલ તેની સ્થિતિ નાજુક છે. જેને ઉપચાર માટે હાયર સેન્ટર રીફર કરવામાં આવ્યો છે.

આ મામલો શહેર કોતવાલી અંતર્ગત ઈદગાહ મોહલ્લાનો છે. જ્યાં સમીર નામના એક યુવકને તેના મિત્ર પરવેઝની સાથે એક લાખ રૂપિયાનો વિવાદ ચાલી રહ્યો છે.

સમીરનો આરોપ છે કે તેના મિત્ર પરવેઝનું નામ લઈને તેની પાસે બે યુવકો પહોંચ્યા અને પૈસા માટે દબાણ બનાવ્યું. જેના તાત્કાલિક દેવાની તેણે ના પાડી દીધી. જે બાદ બંને યુવકો જબરદસ્તી તેને પોતાની સાથે લઈ ગયા અને જંગલમાં જઈને તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું અને ઘાયલ સ્થિતિમાં તેને જંગલમાં જ છોડીને ફરાર થઈ ગયા.

જેમ-તેમ સમીરે તેની જાણકારી પરિવારજનોને આપી, જે બાત તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેની સ્થિતિને જોઈને ડૉક્ટરે તેને મેરઠ રીફર કર્યો છે. જિલ્લા હૉસ્પિટલના ડૉક્ટર્સના પ્રમાણે તેની સ્થિતિ નાજુક છે.

You cannot copy content of this page