Only Gujarat

FEATURED National

માર્કેટમાં માત્ર ત્રણ મહિના જ મળે છે આ શાક, ભાવ સાંભળીને આંખો થઈ જશે પહોળી!

બસ્તર(છત્તીસગઢ) : જો કોઇ શાક 100 રૂપિયે કિલો થઇ જાય તો દેશમાં મોંઘવારીના નામે ચર્ચા શરૂ થઇ જાય છે . આટલું જ નહીં ડુંગળીને રેકોર્ડ તોડ કિંમતે સત્તા પલટો કરાવી દીધો હતો. જો કે છત્તીસગઢમાં એક એવી શાક વેચાઇ રહ્યું છે. જે 100 રૂપિયા નહીં પરંતુ હજાર રૂપિયે કિલો વેચાઇ રહ્યું છે. જેનું નામ બોડા છે. આ શાક ચોમાસાની સિઝનમાં જ આવે છે. આ શાકની સિઝન માત્ર બેથી ત્રણ મહિનાની જ હોય છે. ત્યારબાદ માર્કેટમાંથી ગાયબ થઇ જાય છે. આ દુર્લભ શાક બોડા છત્તીસગઢના બસ્તર અને તેના આસપાસના વિસ્તારમાં જ થાય છે. તેની કિંમત પ્રતિ કિલો 200થી માંડીને 1000 કે 1200 સુધી હોય છે. બોડાની કિંમત 200થી ઓછી નથી હોતી.


આ શાક મોંઘુ હોવાનું એક રસપ્રદ કારણ છે. આ શાકની ખેતી નથી કરી શકાતી. કોઇપણ રીતે ખેડૂત તેનું ઉત્પાદન નથી કરી શકતો. બોડા શાકની ખાસિયત એ છે. કે તે બસ્તરના અમુક વિસ્તારમાં પ્રાકૃતિક રીતે ચોમાસાની સિઝનમાં ઉગી નીકળે છે. આ શાક માત્રા સાલ (Shorea robusta)ના વૃક્ષ નીચે પ્રાકૃતિક રીતે ઉગી નીકળે છે. ચોમાસામાં જ્યારે વરસાદ બાદ તાપ નીકળે છે. એ સમયે બોડાને સાલ વૃક્ષની નીચે જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે.

આ શાક દુર્લભ અને કુદરતી રીતે તૈયાર થતું હોવાથી તેનો સ્વાદ પણ લાજવાબ છે. આ કારણથી જ તેની કિેમત પણ આસમાને હોય છે. જો કે ચોમાસાના શરૂઆતના સમયમાં તેની કિંમત જરા વધુ હોય છે. કારણ કે, શરૂઆતની સિઝનમાં બોડાની છાલ કૂણી હોય છે અને અંદરનો માવો પણ નરમ હોય છે. આ કારણથી તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. આ જ કારણથી ચોમાસાની શરૂઆતના સમયમાં તે વધુ મોંઘી હોય છે.


ચોમાસાની શરૂઆતના સમયમાં મળતું બોડા શાક ભૂરા કે સફેદ રંગનું હોય છે. તેને કેટલાક લોકો ‘જાત બોડા’ પણ કહે છે. વરસાદના એક મહિના બાદ બોડાની ઉપરની છાલ નરમ થઇ જાય છે ત્યારબાદ તેને ‘લાખડી બોડા’ કહેવાય છે. છત્તીસગઢના સરુગુજામાં બોડાને ‘પુટુ’ પણ કહે છે. તો કેટલાક લોકો તેને ‘પટરસ ફુટી’ પણ કહે છે.

ડોક્ટરે જણાવ્યા અનુસાર ‘બોડા’ માર્ઇક્રોબાઇલોજિકલ ફંગસ છે. જે સાલની વૃક્ષના મૂળમાંથી નીકળતા કેમિકલથી વિકસિત થાય છે. આ કુદરતી શાક છે, જેનાથી શરીરને સેલ્યુલોઝ અને કાર્બોહાઈડ્રેટ મળે છે.

You cannot copy content of this page