Only Gujarat

National TOP STORIES

બાઈકમાં પાછળ બેસતી મહિલાઓ ખાસ વાંચે, એક ભૂલ એક ઝાટક બધુ કરી નાંખશે ખતમ

પુત્રીને મળવા માટે બે યુવકો સાથે જઈ રહેલી એક વૃદ્ધ મહિલાનું દર્દનાક મોત નીપજ્યું છે. મહિલાનો દુપટ્ટો બાઈકના ટાયરમાં ફસાયો તો માથુ જ ધડથી અલગ થઈ દૂર જઈને પડ્યુ હતુ. રૂંવાટા ઉભા કરી નાંખે એવી આ દુર્ઘટના પંજાબનાં ફીરોદકોટ જીલ્લામાં બની છે.

જાણકારી મુજબ, મુક્તસર રોડ પર રહેતાં નીરજ શર્મા અને વિજય સામાન્ય દિવસોની જેમ જ પોતાની બાઈક પર સવાર થઈને કામકાજ માટે મુક્તસર જઈ રહ્યા હતા. લોકડાઉનને કારણે બસ ન મળતા પડોશમાં રહેતી સુખપાલકૌર મુક્તસર રહેતી પોતાની પુત્રીને મળવા માટે બંને યુવકોની સાથે બાઈક પર સવાર થઈ હતી.

હજી તો તેઓ વાડા દરાકા ગામની પાસે પહોંચ્યા જ હતાકે, સુખપાલકૌરનો દુપટ્ટો બાઈકની ચેનમાં ફસાઈ ગયો હતો. જેને કારણે તેની ગરદન ધડથી અલગ થઈ હતી અને તે જમીન પર પડી ગઈ હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

આ મામલામાં નીરજ શર્મા અને વિજય કુમારે જણાવ્યુકે, વૃદ્ધ મહિલા બાઈકમાં તેમની પાછળ બેઠી હતી અને અચાનક જ પૈડામાં તેનો દુપટ્ટો ભરાવાને કારણે આ દુર્ઘટના ઘટી હતી. મહિલા મુક્તસરમાં રહેતી પોતાની પુત્રીને મળવા માટે જવા માંગતી હતી એટલે તે અમારી બાઈકમાં પાછળ બેસીને જઈ રહી હતી. આ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.

આ મામલાના તપાસ અધિકારી એએસઆઈ હાકમસિંહે જણાવ્યુકે, મૃતક મહિલાને લોકડાઉનને કારણે બસ ન મળવાને કારણે પડોશીની મોટરસાઈકલ પર લિફ્ટ લઈને મુક્તસર જઈ રહી હતી. ગળામાં દુપટ્ટો ફસાવાના કારણે તેનું મોત થયુ હતુ. મૃતકનાં પુત્ર જસવીર સિંહના નિવેદન પર CRPCની કલમ 174 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

You cannot copy content of this page