Only Gujarat

National

40 વર્ષના યુવકને 24 વર્ષની યુવતી સાથે થયો પ્રેમ, પછી થઈ જોવા જેવી

પ્રેમ છે જે એક વ્યક્તિને બીજા સાથે જોડીને રાખે છે. આમાં ના ઉંમર માન્ય રાખે છે ના કોઈ બંધન. ઉત્તર પ્રદેશના બરેલીમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 40 વર્ષના વ્યક્તિને 24 વર્ષની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને બન્નેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતાં. હવે બન્નેએ પોલીસને સુરક્ષાની માંગણી કરી છે. પ્રેમી કપલ લગ્ન બાદ વરિષ્ઠ પોલીસ અધિક્ષકની ઓફિસે પહોંચ્યું હતું અને તેમણે કહ્યું હતું કે, છોકરીના ઘરવાળા આ લગ્નની વિરુદ્ધ છે અને હવે તેની જાનનો ખતરો છે.


જોકે બરેલીના ફતેગંજ પશ્ચિમી વિસ્તારમાં રહેવાનાર 40 વર્ષના જયવરી સિંહની પડોશમાં રહેનાર 24 વર્ષની છોકરી વચ્ચે છેલ્લા 12 વર્ષથી પ્રેમ ચાલી રહ્યો હતો. બન્નેના ઘર પાડોશમાં હતા જેના કારણે બન્નેની મુલાકાત વારંવાર થતી હતી. પ્રેમિકાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે તેને પ્રેમ થયો ત્યારે તેની ઉંમર 12 વર્ષની હતી.


લાંબા સમયથી ચાલે રહેલા આ પ્રેમ પ્રસંગ બાદ બન્નેએ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો અને 25 જાન્યુઆરીએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતાં. બન્નેએ જિંદગીભર સાથે રહેવા માંગે છે પરંતુ લગ્ન બાદ પ્રેમિકાના પરિવારજનો દુશ્મન બની ગયા છે. પ્રેમિકાએ વરિષ્ઠ પોલીસ અધિકારી કાર્યાલયમાં લેખીત ફરિયાદ આપીને પોતાના પરિવારજનોથી બન્નેની જાનનો ખતરો જણાતા સુરક્ષાની માંગણી કરી છે.


આ મામલા પર વરિષ્ઠ પોલીસ અધિકારી રોહિત સિંહ સજવાણનું કહેવું છે કે, તેમની સમગ્ર ઘટનાની જાણકારી મેળવી છે અને તેઓ આ કેસ પર તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યાં છે. તેમણે પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષોને બોલાવીને મામલો થાણે પાડવાની વાત કરી હતી. આ ઘટનામાં જલ્દી સમાધાન કરવામાં આવશે.

You cannot copy content of this page