Only Gujarat

National TOP STORIES

બદ્રીનાથ ધામમાં ઈતિહાસમાં પહેલીવાર બની આ ઘટના, ‘ચમત્કારી’ કુંડ થયો ખાલી

બદ્રીનાથ ધામના ઇતિહાસમાં પહેલીવાર ઐતિહાસિક તપ્તકુંડમાં પાણી નથી. ધામની યાત્રા પર આવનારા શ્રદ્ધાળુ પૂજા પહેલાં આ તપ્તકુંડના ગરમ પાણીમાં જ સ્નાન કરતાં હતા. તેને ચમત્કાર જ કહીશું કે, આ કુંડમાં પ્રાકૃતિક રૂપે દરેક સમયે ગરમ પાણી આવે છે.

વાસ્તવમાં, કોરના સંક્રમણને કારણે પાણીનાં મૂળ સ્ત્રોતને બંધ કરી દેવામાં આવ્યો છે. મંદિર સમિતિનું કહેવું છેકે, સંક્રમણને જોતા સાવચેતીનાં પગલાં ભરતા તપ્તકુંડને ખાલી કરી દેવામાં આવ્યો છે.

હવે પાણીનાં પાણીનાં સ્ત્રોતને બંધ કરીને પાણીનો નિકાલ કુંડની બહારથી સીધો અલકનંદામાં કરાવવામાં આવી રહ્યો છે. બદ્રીનાથ ધામનાં દર્શનથી પહેલાં શ્રદ્ધાળુઓ તપ્તકુંડમાં સ્નાન કરે છે. હવે ચારધામ યાત્રા શરૂ થવાની છે. જેને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ ધામનાં કર્મચારીઓએ તપ્તકુંડને હાલમાં સુકાવી નાંખ્યો છે.

બદ્રીનાથ ધામનાં ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલનું કહેવું છેકે, આ ધામમાં પહેલીવાર જોવા મળી રહ્યુ છેકે, તપ્તકુંડ સુકાયેલો છે. કુંડમાં સેંકડો લોકો એક સાથે સ્નાન કરે છે. જેને જોતા કુંડની બહાર ત્રણ ધારોમાં ગરમ પાણી છોડવામાં આવી રહ્યુ છે. શ્રદ્ધાળુઓ આ ધારમાં સ્નાન કરી શકે છે.

તપ્તકુંડમાં સ્નાન કરવાનું એક આગવું મહત્વ છે. આ કુંડમાં જાતે જ ગરમ પાણી નીકળે છે, જેનું ધાર્મિક મહત્વ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. કહેવાય છેકે, આ પાણીમાં ગંધકની માત્રા ઘણી વધારે છે.

એટલા માટે આ કુંડના પાણીમાં સ્નાન કરવાથી ચામડીનાં રોગોમાંથી રાહત મળે છે. આ જ કારણે ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ આ કુંડમાં એકવાર સ્નાન જરૂર કરે છે.

You cannot copy content of this page