Only Gujarat

National TOP STORIES

મકાન માલિકે છોકરીને વેશ્યાવૃત્તિ માટે એવો ત્રાસ આપ્યો કે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જાય

22 વર્ષની છોકરી માટે સુંદરતા જ તેની દુશ્મન બની ગઈ. જે મકાનમાં તે એકલી ભાડે રહેતી હતી, તેના મકાનમાલિકે તેને વેશ્યાવૃત્તિ માટે ત્રાસ આપ્યો, તેના વાળ કાપી નાખ્યાં અને આઈબ્રો પણ કાપી નાંખી. શરીરમાં 33 જગ્યાઓ ઉપર ડામ આપ્યા અને 5 દિવસ સુધી તેને ભૂખી તરસી રાખી હતી. જે બાદ તેનું મૃત્યુ થતાં તેની ડેડબોડીને પણ ચાલાકીથી ઠેકાણે પાડવાની તૈયારીઓ કરી લીધી પરંતુ ત્યાં જ તેનો ભાંડો ફૂટી ગયો હતો.

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની સનસનાટીભર્યા દિવ્યા હત્યા કેસમાં 6 આરોપીઓની રવિવારે પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં 22 વર્ષની છોકરીની નૃશંસ તરીકે તડપાવી તડપાવીને કરાયેલી હત્યા પાછળ તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાનું નગ્ન સત્ય બહાર આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, દિવ્યા હત્યા કેસમાં મુખ્ય આરોપી દિવ્યાની મકાન માલિક ગુતાલા વસંતા છે. જેણે દિવ્યાને દેહવ્યાપારમાં ધકેલવા માટે ટોર્ચર કર્યા પછી તેની હત્યા કરી દીધી હતી. પોલીસને ગુરુવારે 22 વર્ષની છોકરીની સંદિગ્ધ હાલતમાં ડેડબોડી મળી આવી હતી. પોલીસને આ જાણકારી ત્યારે મળી જ્યારે તે તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહી હતી.

જ્યારે પોલીસે મૃતકનાં મકાન માલિકની પુછપરછ કરી તો તેણે કોઈ બિમારીને કારણે દિવ્યાનું મોત થયુ હોવાનું જણાવ્યુ હતુ. બાદમાં જ્યારે તેનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો ત્યારે તેના શરીર પર 33 જખમના નિશાન જોવા મળ્યા હતા. તેનાંથી પ્રાથમિક રૂપે એ જાણ થઈકે, દિવ્યાનું ટોર્ચર કર્યા બાદ મર્ડર કરવામાં આવ્યુ છે.
દિવ્યાના હાથ અને પગ પર સળગતી લાકડીથી ડામ આપવામાં આવ્યા હતા. વાળ કાપી નાંખ્યા હતા અને આઈબ્રોને શેવ કરી નાંખી હતી. પાંચ દિવસ સુધી તેને ભૂખી તરસી રાખવામાં આવી હતી. જેનાથી તેનું મોત થઈ ગયું હતું.

આરોપી મહિલા અને તેના સાથીઓએ ચાલાકી વાપરી દિવ્યાના શરીરને ફૂલોથી ઢાંકી દીધી હતી અને રાત્રે અંતિમ સંસ્કારનો વિચાર કર્યો હતો. જ્યારે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે વાહન ચાલકને શંકા જતા તેણે પોલીસને ફોનથી જાણ કરી હતી.

પોલીસનું માનવું છે કે વસંતા તેને વેશ્યાવૃત્તિમાં ધકેલવા માંગતી હતી અને તેને ઘર ખાલી કરાવવાની ધમકી પણ આપતી હતી. વસંતાને એ વાતની પણ ઇર્ષા હતી કે દિવ્યા તેના કરતા વધારે સુંદર હતી.

પોલીસને તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે 2015માં દિવ્યાની મા, ભાઈ અને દાદીની પણ કેટલાક અજ્ઞાત લોકોએ હત્યા કરી દીધી હતી. જેની તપાસ ચાલી રહી છે. આ કેસમાં પોલીસે વસંતા, તેની બહેન મંજુ ઉર્ફે સંધ્યા, માતા ધનલક્ષ્મી, બનેવી સંજય, ગીતા કુમારી અને વસંતાની કાકી કાન્તાવેનીની ધરપકડ કરી છે. તેના પર આઈપીસીની કલમ 302, 343, 324, 326 અને ઈલલિગલ ટ્રાફિકિંગ ઓફ હ્યૂમન બીઈંગની કલમ 201 અને 294 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

You cannot copy content of this page