Only Gujarat

Gujarat TOP STORIES

દેવભૂમિ દ્વારકાના સલાયામાં 12 કલાકના અંતરમાં બે બહેનોનાં મોત, આખા પરિવારમાં સન્નાટો છવાયો

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જિલ્લાના સલાયામાં એક જ પરિવારની બે બહેનોનાં 12 કલાકનાં અંતરે મોત નિપજ્યું હતું જેને લઈને સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બે દિવસે પહેલ સતાર પરિવારની બન્ને બહેનો નિદ્રાધીન અવસ્થામાં હતી તે સયમે ઝેરી સાપે બન્નેને દંશ માર્યો હોવાની આશંકા છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું મોતનું કારણ જાણી શકાશે. આ ઘટના સર્જાયા બાદ સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સમગ્ર ઘટની વાત એવી છે કે, ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતા સાજીદ અબ્દુલ સત્તાર એક વેપારી છે. તેમની બન્ને પુત્રીઓનાં છેલ્લા 12 કલાકમાં મોત નિપજતાં પરિવાર શોકનો માહોલ જોવા મળ્યો હતો. સાપે દંશ માર્યો હોવાની આશંકાએ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બન્ને બહેનોને સાપ કરડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મૃતદેહોને પીએમ અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામ ખાતે રહેતા સાજીદ અબ્દુલ સતારની 14 વર્ષની પુત્રી સબીહાં અને 9 વર્ષીય પુત્રી ઈંશા તરીખ 28મીના રાત્રે ભોજન લીધું હતું ત્યાર બાદ સૂઈ ગઈ હતી. સવાર બંને બહેનોને જગાડવાનો પ્રયાસ કરતાં જાગી ન હતી ત્યાર બાદ બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર કરવામાં આવી હતી પરંતુ 12 કલાકના અંતરે બંને બહેનોનું મોત નિપજ્યું હતું. આ ઘટના સર્જાયા બાદ સમગ્ર પરિવાર અને ગામમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.

નોંધનીય છે કે, ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લામધાર ગામમાં સર્પ કરડવાને કારણે બે માસૂમ બહેનોનાં મોત નીપજ્યાંનો કરુણ બનાવ બન્યો હતો. રાત્રિના સમયે ઊંઘી રહેલી બે માસૂમ બહેનોને સર્પે ડંખ મારતાં સવારના સમયે બંનેની તબિયત અચાનક લથડી ગઈ હતી. પરિવારજનો બંને બહેનોને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતાં જ્યાં ડોકટરે મૃત જાહેર કરતાં પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું. માસૂમ દીકરીઓના અકાળે અવસાન થતાં નાનાએવા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

You cannot copy content of this page