Only Gujarat

Bollywood FEATURED

શૂટિંગ દરમિયાન જ બચ્ચન બહુથી લઈ ‘ધક ધક ગર્લ’ થઈ ગયા હતાં પ્રેગ્નન્ટ

મુંબઈ: કરીના કપૂર પ્રેગનેન્ટ છે અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં તે પોતાના બીજા બાળકને જન્મ આપશે. જણાવી દઈએ કે કરીના પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ દરમિયાન જ પ્રેગનેન્ટ થઈ ગઈ. તેની પ્રેગનેન્સીને લઈને લાલ સિંહ ચઢ્ઢાના મેકર્સ ચિંતામાં પડી ગયા હતા. ખબરો છે કે કરીનાના બેબી બંપને છુપાવવા માટે મેકર્સે કમ્પ્યુટર ગ્રાફિક્સનો સહારો લીધો છે. આમ તો આ પહેલી વાર નથી જ્યારે કરીના કોઈ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેગનેન્ટ થઈ હોય.આ પહેલા વીરે દી વેડિંગ દરમિયાન પણ કરીના પ્રેગનેન્ટ હતી. જો કે કરીનાએ જણાવ્યું હતું કે તે શૂટિંગ શરૂ થતા પહેલા જ પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. કરીનાની પ્રેગનેન્સીની ખબર આવતા પ્રોડ્યૂસર રિયા કપૂરે ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડ્યો હતો. આમ તો કરીના કપૂર સિવાય એવી અનેક અભિનેત્રી છે, જેની પ્રેગનેન્સીની ખબર શૂટિંગ દરમિયાન જ પડી. આ પેકેજમાં અમે તમને એવી જ 10 અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જે શૂટિંગ દરમિયાન પ્રેગનેન્ટ થઈ હતી.

કાજોલ
કાજોલ 2010માં ફિલ્મ વી આર ફેમિલીના શૂટિંગ દરમિયાન પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. ફિલ્મમાં કાજોલે 3 બાળકોની માતાનો રોલ પ્લે કર્યો હતો. પ્રેગનેન્ટ હોવા છતા કાજોલે ફિલ્મ કરી હતી, પરંતુ તેણે પ્રમોશનલ ઈવેન્ટમાં પણ ભાગ લીધો હતો. જો કે અજય દેવગણ ઈચ્છતા હતા કે કાજોલ આરામ કરે. પરંતુ ડિલીવરીના કેટલાક મહિના સુધી કાજોલ સતત કામ કરતી રહી હતી. બાદમાં કાજોલે દિકરા યુગને જન્મ આપ્યો હતો.

જુહી ચાવલા
જુહી ચાવલાએ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા. જે બાદ તેણે ફિલ્મો ન છોડી. જ્યારે જુહી પહેલી વાર પ્રેગનેન્ટ હતી ત્યારે તેને અમેરિકામાંથી સ્ટેજ શોની ઑફર આવી હતી. જેને જુહીએ ના નહોતી પાડી અને ફિલ્મ ઝંકાર બીટ્સ દરમિયાન પણ તે ગર્ભવતી હતી.

માધુરી દીક્ષિત
માધુરી પણ એ અભિનેત્રીઓમાં સામેલ છે, જેણે પોતાના કામ સાથે કોઈ સમજૂતી ન કરી. ફિલ્મ દેવદાસ દરમિયાન માધુરી પ્રેગનેન્ટ હતી અને તેણે એક ગીત હમ પે યે કિસને હરા રંગ ડાલા પર ખૂબ જ સરસ ડાન્સ કર્યો હતો.

ઐશ્વર્યા રાય
ફિલ્મ હિરોઈનના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા રાય પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. જેથી તેણે ફિલ્મનું શૂટિંગ વચ્ચે રોકી દીધું હતું. જણાવી દઈએ કે આ ફિલ્મના કેટલાક સીન ઐશ્વર્યા સાથે શૂટ થઈ ચુક્યા હતા. ઐશ્વર્યાએ ફિલ્મ વચ્ચે છોડી દેતા ખૂબ જ નુકસાન થયું હતું. બાદમાં ઐશ્વર્યાની જગ્યાએ કરીનાને લેવામાં આવી હતી.

કરીના કપૂર
કરીના કપૂર ફિલ્મ વીરે દી વેડિંગના શૂટિંગ દરમિયાન પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. કરીના જ્યારે શરૂઆતમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને પ્રેગનેન્સીની ખબર પડી હતી. જો કે પ્રેગનેન્સી બાદ પણ તેણે ફિલ્મના કેટલાક સીન શૂટ કર્યા, પરંતુ બાદમાં ડિલીવરી પહેલા બ્રેક લઈ લીધો હતો. બાદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ માંગે જોર પકડ્યું હતું કે એક્ટ્રેસ ફિલ્મના શૂટિંગ દરમિયાન અશ્યોર કરે કે તે પ્રેગનેન્ટ નહીં થાય.

ફરાહ ખાન
ફરાહ ખાન જ્યારે ફિલ્મ ઓમ શાંતિ ઓમનું ડાયરેક્શન કરી રહી હતી ત્યારે પ્રેગનેન્ટ હતી. જો કે તેમ છતાં તે કામ પર લાગી રહી. બાદમાં ફરાહે એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક દિકરો અને બે દિકરીઓ છે.

મૌસમી ચેટર્જી
ફિલ્મ રોટી કપડા અને મકાનના શૂટિંગ દરમિયાન મૌસમી ચેટર્જી પ્રેગનેન્ટ હતી. મનોજ કુમારની લીડ વાળી આ ફિલ્મમાં મૌસમી સાથે એક રેપ સીન શૂટ થવાનો હતો. કારણ કે એ સમયે મૌસમી પ્રેગનેન્ટ હતી અને તેની તબિયત સારી નહોતી રહેતી. એટલે મૌસમી એ વાતને લઈને ચિંતામાં હતી કે આખરે તે રેપ સીન કેવી રીતે શૂટ કરશે. જો કે બાદમાં એ સીન શૂટ થયો હતો.

જયા બચ્ચન
ફિલ્મ શોલે પહેલા જ જયા અને અભિતાભ લગ્ન કરી ચુક્યા હતા અને ફિલ્મના શૂટિંગ દરમિયાન જયા પ્રેગનેન્ટ હતી. આ ફિલ્મના એક સીનમાં તેનો બેબી બંપ સાફ નજર આવે છે. બાદમાં જયાએ દિકરી શ્વેતાને જન્મ આપ્યો હતો.

શ્રીદેવી
શ્રીદેવી જુદાઈના શૂટિંગ દરમિયાન પ્રેગનેન્ટ હતી. એ સમયે તે પોતાની મોટી દિકરી જાહ્નવી કપૂરને જન્મ આપવાની હતી. આ ફિલ્મના પ્રોડ્યૂસર બોની કપૂર હતા. કહેવામાં આવે છે કે જે સમયે શ્રીદેવી પ્રેગનેન્ટ હતી, ત્યારે તેમના લગ્ન નહોતા થયા. બાદમાં શ્રીદેવી અને બોનીના લગ્ન થયા હતા.

નંદિતા દાસ
એક્ટ્રેસ અને ડાયરેક્ટર નંદિતા દાસ ફિલ્મ આઈ એમના શૂટિંગ દરમિયાન પ્રેગનેન્ટ હતી. જો કે એવા સમયમાં પણ તેણે ઘરે આરામ કરવાના બદલે શૂટિંગ પર જવાનું યોગ્ય સમજ્યું. ફિલ્મમાં નંદિતાએ એક એવી છોકરીનો કિરદાર નિભાવ્યો હતો જે ઘરે એકલી રહેતી હતી પરંતુ માતા બનવા માંગતી હતી.

કોંકણા સેન શર્મા
કોંકણાએ પ્રેગનેન્સીની હાલતમાં જ ફિલ્મ મિર્ચની સાથે રાઈટ યા રોંગની શૂટિંગ કરી હતી. એટલું જ નહીં, પ્રેગનેન્સીની સ્થિતિમાં તેણે એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. સાથે જ તે ફિલ્મના પ્રમોશનમાં પણ સામેલ થઈ હતી.

You cannot copy content of this page