Only Gujarat

FEATURED National

લગ્નના એક દિવસ બાદ રોડ અકસ્માતમાં દુલ્હાનું મોત થતાં લગ્નની ખુશીમાં માતમ છવાયો

રાજસ્થાનના જેસલમેરના મોહનગઢના દેવા પાસે થયેલી સડક દુર્ઘટનામાં દુલ્હા-દુલ્હન સહિત આઠ લોકો ઘાયલ થઇ ગયા હતા જેમાં ગંભીરરૂપથી ઘાયલ દુલ્હા ઓમ પ્રકાશ જે બોહામાં રહેતા પોકર રામનો પુત્ર હતો તેમનું બુધવારે 1 જુલાઇએ જોધપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શુક્રવાર 3 જુલાઇએ સવારે સારવાર દરમિયાન દુલ્હા ઓમ પ્રકાશનું પણ મૃત્યુ થઇ ગયું. દુલ્હાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

દુલ્હન સુષીલાનું બુધવાર 1 જુલાઇની રાતે જ જોધપુર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું. બાદમાં મોહનગઢ પોલીસ થાનાધિકારી માણેક રામ વિષ્નોઇના નિર્દેષ પર તપાસ અધિકારી એએસઆઇ નાના રામ પંવારે નેહડાઇ પોલીસ ચોકી પ્રભારી હરિરામને જોધપુર મોકલ્યા. જ્યાં મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ ગ્રામ બોહા માટે રવાના કરવામાં આવ્યા.

ગ્રામ બોહાથી ભીલ ઓમ પ્રકાશની જાન ચુંધી ભીખા રામને ત્યાં ગઇ હતી. જ્યાં ભીખા રામની પુત્રી સુષીલા સાથે લગ્ન સંપન્ન થયા બાદ જાન વિદાઇ કરવામાં આવી હતી. દુલ્હો પોતાની દુલ્હનને લઇને પોતાના ગ્રામ બોહા આવી રહ્યો હત. બોહા પહોંચ્યા પહેલા અંદાજે ત્રણ કિમી પહેલા જ દુલ્હા-દુલ્હનની કારનું ટાયર ફાટતા પલટી ગઇ હતી. જેમાં ચાલક ગોવિન્દા રામસ, દુલ્હાના સંબંધી ચમ્પા રામ, અને 18 વર્ષિય તોગા રામનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું.

તો અકસ્માતમાં દુલ્હન સુષીલાને જોધપુર લઇ જવામાં આવી હતી જે દરમિયાન તેનું પણ મૃત્યુ થઇ ગયું. બાદમાં દુલ્હનના મૃતદેહને ગુરુવાર 2 જુલાઇએ મોહનદઢના સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. શુક્રવારની સવારે જ દુલ્હા ઓમ પ્રકાશનું પણ જોધપુરમાં સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું. સૂચના મળતા જ નેહડાઇ ચોંકી પ્રભારી હરિરામ જોધપુર પહોંચ્યા. જ્યાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ શબને લઇને ગ્રામ બોહા માટે રવાના કરવામાં આવ્યો.

દેવા પાસે બુધવારે સાંયમાં થયેલા અકસ્માતમાં પાંચ ઘરમાં લગ્નની ખુશીનો માહોલ માતમ છવાઇ ગયો. દુલ્હા-દુલ્હનના ઘરમાં જ્યાં લગ્નના ગીતોનો મધુર સંગીત સંભળાતો હતો ત્યાં દૂર્ઘટના બાદ રડવાનો અવાજ સંભળાઇ રહ્યો છે. દુલ્હનના ઘરમાં માતા-પિતા તથા અન્ય સુષીલા પરત આવવાની રાહ જોતા જ રહી ગયા. તમામ મૃતકોના ઘરમાં માતમ છવાઇ ગયો.

શુક્રવારની સવારે દુલ્હા ઓમ પ્રકાશના મોતના સમાચાર મળ્યા બાદથી ઘરમાં પરિવારજનોની રડી રડી હાલત ખરાબ થઇ ગઇ. જાણકારી મળતા જ ઘરની બહાર ગ્રામજનોની ભીડ એકત્રિત થઇ ગઇ. દરેક એકબીજાને આશ્વાસન આપતા નજર આવી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page