Only Gujarat

National

જીગરના ટૂકડાને બચાવવા પહેલાં પિતા ને હવે માતાએ કર્યો આ ત્યાગ, જાણીને આંખો થશે ભીની

બાગપત: માતા-પિતાના ત્યાગની કહાનીઓ તો આપણે ઘણી સાંભળી હશે પરંતુ આપણામાંથી કેટલાક લોકો એવા હશે જેમણે આવું થતું જોયું હશે. આવો જ મામલો ઉત્તર પ્રદેશના બાગપતમાં સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધ દંપતિએ પોતાના દીકરાનો જીવ બચાવવા માટે પોતાની એક-એક કિડની આપી દીધી. માતાએ નવ વર્ષ પહેલા કિડની આપી હતી અને પિતાએ હવે કિડની આપી છે. કિડનીનું પ્રત્યારોપણ થઈ જતા દીકરો સ્વસ્થ થઈને હૉસ્પિટલથી ઘરે પાછો ફરી ગયો છે.

માતાએ નવ વર્ષ પહેલા આપી હતી કિડનીઃ ઢીકૌલીના ડૉ. પ્રદીપ ઢાકા(44) સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ડિગ્રી કૉલેજમાં ખેલ વિભાગતના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. ડૉ. પ્રદીપના પિતરાઈ ભાઈ સોમેન્દ્ર ઢાકાના પ્રમાણે ડૉ. પ્રદીપને વર્ષ 2010માં માથામાં દુઃખાવો અને બ્લડ પ્રેશરની તકલીફ થઈ ગઈ હતી. ડૉક્ટરની તપાસમાં ખબર પડી કે ડૉ. પ્રદીપની કિડની ખરાબ થઈ ગઈ છે. કેટલાક સમય સુધી ડાયાલિસીસ કરાવવામાં આવ્યું, પરંતુ સ્થિતિમાં સુધારો ન થયો. તેમને સર ગંગારામ હૉસ્પિટલ દિલ્લીમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે ચંદ્રવતી ઢાકા(પ્રદીપના માતા)એ 25 ઑગસ્ટ 2011ના દિવસે પોતાની એક કિડની દાન કરી દીધી. ડૉક્ટરે કિડનીનું પ્રત્યારોપણ કરી દીધું.

ઑગસ્ટ 2019 સુધી સ્વસ્થ રહ્યા બાદ ફરી તેમની તબિયત ખરાબ થવા લાગી. હૉસ્પિટલમાં તપાસ કરાવી તો ખબર પડી કે જે કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું તે ખરાબ થઈ ગઈ છે. જે બાદ 25 જૂન 2020ના દિવસે પિતા રામવીર સિંહ ઢાકાએ પોતાની એક કિડની દીકરાને દાન કરી દીધી. દિલ્લીની મેક્સ હૉસ્પિટલમાં ડૉક્ટરે કિડનીનું પ્રત્યારોપણ કર્યું. ગુરુવારે હૉસ્પિટલથી રજા મળ્યા બાદ પ્રદીપ ઢાકા ઘરે આવી ગયા છે.

 

કિડની દાન કરવાથી નથી થતી કોઈ સમસ્યાઃ દૂરસંચાર વિભાગના ડીટીઓના પદથી નિવૃત થયેલા રામવીર સિંહ ઢાકા(66) અને પત્ની ચંદ્રવતી ઢાકા(65)નું કહેવું છે કે કિડની આપવાથી કોઈ સમસ્યા નથી થતી. આ મામલે લોકોમાં અનેક ભ્રમણાઓ છે. જે દૂર થવી જરૂરી છે. જેમને જરુર છે તેમને કિડની આપવા માટે આપણે સૌએ આગળ આવવું જોઈએ.

You cannot copy content of this page