Only Gujarat

FEATURED National

વિદેશમાં લાખોની નોકરીને મારી ઠોકર, ભારતમાં આવીને વેચવા લાગ્યો NRI ચા, વર્ષે કરોડની કમાણી

દિલ્લીમાં રહેતા જગદિશ કુમાર ન્યુઝિલેન્ડના હોસ્પિટેલિટી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. લાખોની સેલેરી હતી. 15 વર્ષ સુધી તેમને અહીં કામ કર્યું. પછી થયું કે બસ બહુ થઇ ગયું. હવે આપણા દેશ માટે કંઇક કરવું જોઇએ અને વતન પરત ફરવું જોઇએ. 2018માં તે ભારત આવી ગયા. અહીં આવીને તેમણે NRI ચાયવાળા હોટલ શરૂ કરી. આજે તેમની પાસે 45 વેરાયટી છે. જેમાં તેમણે અલગ અલગ હર્બ્સને મિક્સ કરીને ચાય તૈયાર કરી છે. તે વાર્ષિક 1.8 કરોડ રૂપિયા કમાઇ છે.

જગદીશે ભોપાલમાં ઇસ્ટીચ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટથી ગ્રજ્યુએશન કર્યું છે. તેમના થોડા વર્ષ બાદ તે ન્યુઝીલેન્ડ જતાં રહ્યાં, તેમણે જણાવ્યું કે, અહીં આવ્યાં બાદ પણ રાહ એટલી સરળ ન હતી, જેટલી મેં વિચારી હતી. ભારત આવ્યા બાદ અનેક શહેર ફર્યો. ફ્રેબ્રુઆરીમા નાગાપુરના મિહાનમાં કોર્પોરેટસ ઓફિસમાં ચાયનો સર્વે કરવાની કોશિશ કરી. જો કે અહીં મને નિરાશા મળી. લોકોએ મને જગ્યા ન આપી.

તેમણે વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ ચાય બનાવવા માટે જરૂરિયાતનો સામાન એકઠો કરીને ઓફિસની બહાર જ ચાનું એક ટેબલ લગાવી દીધું. આ એવી જગ્યાં હતી. જ્યારે ઓફિસ આવતા જતાં લોકો ઉતરતા અને રોકાતા. મેં ત્યાં 10-12 વેરાયટીની ચાય બનાવીને વેચી. મારી ચા લોકોને ખૂબ પસંદ આવી.

ત્યારબાદ થોડા દિવસ બાદ ટેબલની આગળ ‘NRI ચાયવાલા’ બેનર લગાવી દીધું. જે લોકો માટે કુતુહલનો વિષય પણ બની ગયું હતુ. અહીં આવતા લોકોની સાથે અંગ્રજીમાં વાત કરતો હતો. જેથી લોકો પ્રભાવિત થતાં હતા, કહેતા કે, એક ચાવાળો અંગ્રજીમાં વાત કરે છે.

‘મમ્મીના હાથવાળી ચા’
જગદીશે જણાવ્યું કે, મેં લોકોને 10-12 ચા અલગ અલગ વેરાયટીની બનાવી છે. જેમાં મલાસા ચા, તંદૂરી ચા, મિન્ટ ચા, ચોકલેટ ચા, મમ્મીના હાથવાળી ચા, મર્દાના હાથવાળી ચા. પ્યાર મહોબ્બત વાળી ચા, ઉધારવાળી ચા, વગેરે સામેલ છે. ચાય પીતાં પહેલા ઓફિસના લોકો હસતા હતા ત્યારબાદ ચા વિશે પૂછતાં હતા. આ ‘NRI’ ચાયવાલાના કેટલાકઅનોખોા ફ્લેવર છે. જેમાં લોકોને પણ રસ જાગે છે. ચાની આ આ ખાસ વેરાયટીમાં ખાસ મસાલો પણ નાખવામાં આવે છે. જે તેમની સિક્રેટ રેસિપી છે. જે તે કોઇ સાથે શેર નથી કરતા.

‘પ્યાર મહોબ્બત વાળી ચાય’
જગદીશ કુમાર પ્યાર મહોબ્બત વાળી ચાની રેસિપી બતાવતાં જણાવે છે કે,. ચા મહોબ્બત વાળી ચામાં અડધો કપ દૂધ, અડધો કપ પાણી, ઇલાયચી ફ્લેવર, ગુલાબની પાંખડીને મિક્સ કરીને બનાવાય છે. આ ચા યંગસ્ટર્સને ખૂબ પસંદ આવી રહી છે.

જગદીશના કુમારના જણાવ્યાં મુજબ તે દેશની ચાના સ્ટેટસ સિમ્બોલ બનવા માંગે છે. હાલ આપણા દેશમાં કોફીને સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. જો કે હું ચાને કોફીના મુકાબલે ઉભી કરવા માંગું છું. તેમણે જણાવ્યું કે, ભારતમાં ચાના બજારમાં કોઇ પ્રતિસ્પર્ધાનો માહોલ નથી. દેશમાં આ બજાર હજું પારંપરિક ઢંગથી ચાલે છે. આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધવાના અનેક મોકા છે. ચાની સાથે જુદા જુદા પ્રયોગો કરીને NRI ચાવાળાએ જુદી-જુદી ફ્લેવરની ચા તૈયાર કરી છે અને તેને જુદા જુદા નામ પણ આપ્યાં છે.

જગદીશે જણાવ્યું કે, ભારત દેશ ચાનું સૌથી મોટું ઉત્પાદક અને ઉપભોક્તા છે. અહીં સૌથી સારી ચા પીવી જોઇએ. જો કે અહીંની મોટાભાગની ચા એટલી ક્વોલિટીવાળી નથી હોતી. હું ઇચ્છું છું કે, ભારત દુનિયામાં ચાના ઉદ્યોગમાં ગ્લોબલ લીડર બને. આ કારણે મેં અત્યાર સુધીમાં 45 પ્રકારની ચા બનાવી છે. આ તમામ ચા આયુર્વૈદિક પરદ્ધતિથી તૈયાર કરી છે. જે સ્વાસ્થ્ય માટે પણ એટલી જ લાભકારી બનશે.

નોઇડામાં જગદીશ કુમારના ત્રણ આઉટલેટ છે અને નાગપુરમાં બે છે. કોરોના કાળમાં આ ચાની આઉટલેટ બંધ હતા. જો કે હવે નોઇડાના આઉટલેટ ખુલ્લી ગયા છે.
NRI ચાવાળે ચામાં પ્યોર ઇન્ડિયાવાળી ફીલ લાવવા માટે જુની ફિલ્મોના પોસ્ટર, રેડિયોમાં અમીન સયાનો અવાજ અને જુના બોલિવૂડ ગીતોની ખનક સંભળાય છે. NRIચાવાળના આઉટલેટ પર અડધા કલાકની વેટિંગ હોય છે.

જગદીશ કુમાર હવે તેમની બ્રાન્ડના દિલ્લી એનસીઆરથી બેંગાલુરૂ, પૂણે, ચંદીગઢ અને મુંબઇ જેવી મુખ્ય સિટીમાં 2021ના અંત સુધી 10-15 આઉટલેટ ખોલવા માંગે છે. ત્યારબાદ તેમની યોજાના લખનઉ અને જયપુર જેવા શહેરોમાં પહોંચવાની છે. જ્યાં આધુનિક અને પરંપરાગત બંને બજાર છે. અમારી પાસે તેમને આપવા માટે એક અનોખુ ઉત્પાદન પણ છે.

You cannot copy content of this page