Only Gujarat

FEATURED National

ના ભૂકંપ કે ના મિસાઈલ અટેક અને અચાનક જ અહીંની ધરતી ફાટી અને પડ્યો આઠ ફૂટ ઊંડો ખાડો ….

રોમઃ હાલ દુનિયા કોરોનાની સામે જંગ લડી રહી છે. દરેક જગ્યાએ કોરોનાના કેરના કારણે હાહાકાર મચી ગયો છે. હજારોની સંખ્યામાં લોકો જિંદગી ગુમાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી કે જેના કારણે કેટલાક લોકોએ 2020ના વર્ષને પ્રલયકારી, દુનિયાનો વિનાશ કરનાર ગણાવ્યું. હાલ રોમ પણ કોરોનાવાઈરસ સામે લડી રહ્યું છે. તેવામાં અહીં અચાનક ભીષણ અવાજની સાથે 10 ફૂટ લાંબો અને 8 ફૂટ ખાડો થઇ ગયો.

અહીં કોઇ ભૂકંપ પણ નથી આવ્યો કે કોઇ મિસાઇલ અટેક પણ નથી કર્યો. તેમ છતાં અચાનક રોડની વચ્ચે ઊંડો ખીણ જેવો ખાડો થઇ ગયો. આ કૂતુહલને જાણવા માટે કેટલાક લોકો આ ખાડામાં ઉતર્યાં તો જે દ્રશ્ય હતું તે જોઇને લોકો દંગ રહી ગયા. અહીં અંદર 2 હજાર વર્ષ પ્રાચીન ઇતિહાસ સચવાયેલો મળ્યો. અંદરના નજારાની તસવીર જોશો તો આપ પણ હેરાન થઇ જશો.

આ 8 ફૂટ ઊંડા ખાડાના સિંકહોલમાં 27 BCના કેટલાક સ્ટોન મળ્યાં. આ ખાડો 10 ફૂટ લાંબો અને 8 ફૂટ ઊંડો હતો. રોમના પિયાત્સા ડેલ્લા રોટોંડામાં આ સિંકહોલ બન્યો હતો. લોકડાઉનના કારણે અચાનક થયેલા ખાડાને કારણે મોટી દુર્ઘટના ટળી છે. અહી જગ્યા અચાનક ધરતી ફાટી અને ત્યાં પાર્ક કરેલા વાહન પણ ખા઼ડામાં પડી ગયા. પરંતુ જો લોકડાઉન ના હોત અને આ સ્થાને ટૂરિસ્ટ હોત તો મોટી જાનહાનિ થાત.

આ ખાડાની અંદર જે પથ્થર જોવા મળ્યાં તેનાથી જ પન્થીના બિલ્ડિંગ બન્યાં છે. ત્યારબાદ ઇમારતોને રિપેર કરાઇ પરંતુ અંદર આજે પણ પથ્થર જોવા મળ્યાં. રોમના લોકલ ન્યુઝ પેપર મુજબ નિષ્ણાતોને જાણ હતી કે આ જગ્યા પર આવા પથ્થર હોઇ શકે છે. જોકે, તેને ખોદકામ ના કર્યું. તેને ડર હતો કે, આવું કરવાથી આસપાસની ઇમારતોને પણ નુકસાન થઇ શકે છે.

અંદર જે પથ્થર મળ્યાં તે 2 હજાર વર્ષથી અહીં પડ્યાં છે. 2 હજાર વર્ષ પહેલાનું બધું જ અહીં એમ જ હેમખેમ મળ્યું. જાણે કાલની જ વાત ના હોય. જોકે, રોમ સિંકહોલના ઇતિહાસ નવો નથી. અહીં 2019માં અને 100 સિંકહોલ બન્યાં હતા. જ્યારે 2018માં તેની સંખ્યા 175 હતી.

ગત 12 મેના દિવસે અહીં અચાનક ધડાકો થયો અને જમીનમાં 8 ફૂટ ઊંડો ખાડો થઇ ગયો. ત્યારબાદ અહીં હડકંપ મચી ગઈ. કેટલાક નિષ્ણાતોએ ખાડામાં ઉતરીને તે જગ્યાનું નિરીક્ષણ કર્યું. ત્યાં 2 હજાર વર્ષ પ્રાચીન જે વસ્તુઓ મળી તે જોઇને નિષ્ણાતો પણ ચોંકી ગયા.

 

અંદર પથ્થરોના 7 સ્લેબ્સ મળ્યાં. જે બધા જ 2 હજાર વર્ષ પ્રાચીન છે. આ વિસ્તારને રોમના સૌથી સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. અહીં ઘણી બધી હિસ્ટોરીકલ સાઇટસ પણ છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર બાદ સનસની ફેલાઇ ગઇ. રોમમાં લોકોનો એવો મત છે કે આ દુનિયાના વિનાશનો સંકેત છે.

You cannot copy content of this page