Only Gujarat

FEATURED National

સંસાર શરૂ કરે એ પહેલાં જ નવપરણિત યુગલની અલવિદા, લોકોએ કહ્યું- લગ્ન જ બન્યા મોતનું કારણ

લગ્ન બાદ નવદંપત્તિની નવી જિંદગી શરૂ થાય છે. સાત ફેરા ફર્યા બાદ દુલ્હા-દુલ્હન સપના જોવે છે અને તેના પ્લાનિંગમાં લાગી જાય છે. પરંતુ જયપુરથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જે સાંભળીને તમે ભાવુક થઈ જશો એ નક્કી. લગ્નના 14 દિવસ બાદ નવદંપત્તિનો અકસ્માત થયો હતો જેમાં દર્દનાક મોત નિપજ્યું હતું. દુલ્હનના હાથોમાં તો મહેંદીનો રંગ પમ ભુસાયો નહતો અને આટલી મોટી દુર્ઘટના થઈ ગઈ. બન્નેના માતા-પિતા પોતાના બાળકોની તસવીર જોઈને ધ્રુસકે-ધ્રસુકે રડી રહ્યા હતાં. કોઈ તેમને દિલાસો આપતા હતા તો ઘણાં લોકો એવું કહેતા હતા કે જો આ લગ્ન ન થયા હોત તો આ દિવસ ન આવ્યો હોત.

જોકે આ ઘટના સોમવારે જયપુર-દિલ્હી હાઈવે પર આવેલ ચંદવાજી વિસ્તારમાં સર્જાઈ હતી. નવવિવાહિત દંપત્તિ પોતાના સંબંધિના નિમંત્રણ પર મહેમાનગતિ માટે જઈ રહ્યું હતું. તે સમયે સામેથી આવી રહેલ એક બસે તેની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ બસ ડિવાઈડર સાથે ટકરાઈ હતી અને તેમની પર પલ્ટી મારી હતી.

મહેશ કુમાર યાદવ અન સંજનાના 14 દિવસ પહેલા એટલે 30 નવેમ્બરના રોજ જ લગ્ન થયા હતાં. તે બન્ને પોતાની જિંદગીને લઈને બહુ જ ખુશ હતાં. તેમણે સાથે જિંદગી જીવવાના સપના પણ જોવાના શરૂ કરી દીધા હતાં. પરંતુ આ ઘટનાને કારણે તેમના સપના અધુરા રહી ગયા હતાં. દંપત્તિના મોતના સમાચાર મળતાની સાથે જ પરિવાર પર આભ તુટી પડ્યું હતું. રડતા-રડતાં પરિવારજનો તેમને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા જ્યાં સારવાર દરમિયાન પતિ-પત્નીએ અંતિમ શ્વાસ લીધા હતા.

યુવકના ઘરમાં ખુશીનો માહોલ બહુ જ હતો કારણ કે 15 દિવસ પહેલા એટલે 27 નવેમ્બરે ત્રણ બહેનોના લગ્ન થયા હતાં. માતા-પિતા ખુશ હતા કે બાળકોના લગ્ન બાદ તેમની જવાબદારી પૂર્ણ થઈ ગઈ. મહત્વની વાત એ છે કે, મૃતક મહેશ સાત બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, પતિ-પત્ની સરકારી નોકરી માટે પરિક્ષાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. બન્નેનું પ્લાનિંગ હતું કે તે સરકારી નોકરી કરે. જેના મટે એક-બીજાનો સહયોગ કરે પરંતુ શું ક્યારેય એવું વિચાર્યું હતું કે થોડા દિવસ બાદ એકસાથે દુનિયાને અલવિદા કહી દેશું.

બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતં સવાર 15 મુસાફરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. ઘટનાની જાણકારી મળતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતાં.

You cannot copy content of this page