Only Gujarat

FEATURED National

યુવતીને સપનામાં જોવા મળ્યો સાપ તો કરી લીધા લગ્ન ને કહેવા લાગી, ‘હું તો નાગિન છું….’

ભોપાલઃ 21મી સદીમાં પણ ભારતમાં અમુક સ્થળે એવી ઘટનાઓ બને છે કે જેના કારણે દેશમાં ચાલી રહેલા અંધવિશ્વાસ અંગે જાણ થાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના છિંદવાડાથી સામે આવી છે, જ્યાં કથિત રીતે એક યુવતીના સ્વપ્નમાં નાગ આવ્યા બાદ તેણે તેની સાથે લગ્ન કરી લીધા અને હવે યુવતી પોતે નાગિન બનવા માગે છે.

છિંદવાડા જીલ્લાના પરાસિયાના એક ગામમાં રહેતી યુવતીએ સ્વપ્નમાં નાગને જોયા બાદ તેના આદેશ પર તેની સાથે લગ્ન કરી લીધા. જે પછી તે મંદિરે પહોંચી તો નાગિન સ્ટાઈલમાં ધૂણવા લાગી હતી. અંધવિશ્વાસની આ આંધળી રમતને જોવા માટે મોટાપાયે ગામવાસીઓ જમા થયા હતા. યુવતીએ જ્યારે ગામવાસીઓને જણાવ્યું કે, તેણે નાગ સાથે લગ્ન કરી લીધા છે તો આ વાત સંપૂર્ણ ગામમાં ફેલાઈ હતી. યુવતીએ નાગ મંદિર સામે દુલ્હનના જોડામાં અગ્નિના સાત ફેરા ફર્યા અને નાગને પોતાનો પતિ સમજવા લાગી. ત્યાં હાજર રહેલા લોકો આ તમાશો જોતા રહ્યાં.

આ કથિત લગ્ન બાદ યુવતીએ કહ્યું કે, તેની સાથે લગ્ન કરવા માટે નાગ દેવતા પોતે અવતર્યા હતા. તેના કહેવા પર ગામના લોકો ઘણા સમય સુધી મંદિર પાસે બેઠા રહ્યાં અને જ્યારે ત્યાં કોઈ નાગ આવ્યો નહીં તો યુવતીએ પોતે જ અગ્નિના ફેરા ફરી નાગ દેવતાને પતિ માનવા લાગી. તેણે કહ્યું હતું કે,‘આ મારા બાળપણનું રૂપ છે, મારા પરિવારજનોએ આ અંગે ધ્યાન આપ્યું નહીં, હવે મારા લગ્ન નાગ દેવતા સાથે થવાના છે.’

મધ્ય પ્રદેશના ગામમાં જોવા મળેલા આ ડ્રામાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. યુવતી એક મહિલાને પકડી ઊભી હતી, જે પછી તે નાગિન સ્ટાઈલમાં ધૂણવા લાગે છે. સમય પસાર થતા તે જુદા-જુદા દાવા કરવા લાગી અને પછી ધૂણતા-ધૂણતા જ ત્યાંથી નીકળી ગઈ.

You cannot copy content of this page