Only Gujarat

National

ભારતમાં એન્ટેલિયા જ નહીં આ ઘરોની કિંમત પણ છે અબજોમાં, જોઈને જ બોલશો વાહ, શું મહેલ છે!

અમદાવાદઃ ભારતમાં કુલ 138 અબજોપતિ છે અને તમામ એક લક્ઝૂરિયસ લાઇફસ્ટાઇલ જીવે છે. એટલું જ નહીં તેઓ મોંઘા ઘરના માલિક પણ છે. આજે આવા જ કેટલાક ઘર વિશે જાણીએ, જેમાં સેવન સ્ટાર હોટેલ જેવી તમામ સુખ-સુવિધા છે. દેશના આ ઘરો સૌથી મોંઘા ઘરના લિસ્ટમાં પણ સામેલ છે. આ ઘર માત્ર એન્જિનિયરિંગ અને ઇન્ટિરિયરની દૃષ્ટિએ જ નહીં પરંતુ તેમના માલિક માટે સ્ટે્ટસ સિમ્બોલ પણ છે.

એન્ટીલિયાઃ બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટ પ્રમાણે 27 માળના આ ઘરની કિંમત 10 હજાર કરોડ રૂપિયા છે.

જે કે હાઉસ: રેમન્ડ કંપનીના ચેરમેન ગૌતમ સિંઘાનિયાના આ ઘરની કિંમત અંદાજે 6,000 કરોડ રૂપિયા છે.

અબોધ: રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીના આ ઘરની કિંમત અંદાજે પાંચ હજાર કરોડ રૂપિયા છે.

જટિયા હાઉસ: આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કેએમ બિરલાના આ ઘરની કિંમત અંદાજે 425 કરોડ રૂપિયા છે.

મન્નત: બોલીવૂડના કિંગ ખાનના આ ઘરને પરિચયની જરૂર નથી, જો કે તેમના આ ઘરની કિંમત અંદાજે 200 કરોડ રૂપિયા છે.

જિંદાલ હાઉસ: JSWના ચેરમેન અને એમડી સજ્જન જિંદાલના આ ઘરની કિંમત 400 કરોડ રૂપિયા છે.

ગુલિતા: પિરામલ ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર આનંદ પિરામલના આ ઘરની કિંમત એક હજાર કરોડ રૂપિયા છે.

સ્કાઇ હાઉસ: વિજય માલ્યાના આ ઘરની કિંમત અંદાજે એક હજાર કરોડ રૂપિયા છે.

રિટાયરમેન્ટ હોમ: રતન ટાટાના આ ઘરની કિંમત અંદાજે 150 કરોડ રૂપિયા છે.

લિંકન હાઉસ: પુનાવાલા ગ્રૂપના ચેરમેન સાઇરસ પૂનાવાલાના આ ઘરની કિંમત 750 કરોડ રૂપિયાની આસપાસ છે.

You cannot copy content of this page