Only Gujarat

National

પિતા ચલાવે છે ટ્રક, દીકરીને લઈને જોયું હતું એક સપનું, હેલિકોપ્ટરમાં આપી ભવ્ય વિદાય

ચંદીગઢઃ લગ્ન ગમે તેવા હોય નજરને જોવા ગમે તેવા જ હોય છે પરંતુ હરિયાણાના કરનાલમાં તાજેતરમાં યોજાયેલા એક લગ્ન કોઇ ફિલ્મના શૂટિંગ જેવા લાગ્યા હતા. જેટલા પણ લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા તેનાથી અનેકગણા લોકો દુલ્હનની વિદાઇ જોવા પહોંચ્યા હતા.

જ્યારે દુલ્હનની વિદાઇ થઇ રહી હતી ત્યારે કેમેરામેને ફોટા માટે તેના તરફ જોવા માટે કહ્યું. આ સાંભળી દુલ્હન પોતાની હાસ્ય રોકી ના શકી. આ ઘટના જોઇ વરરાજા પણ શરમને મારે પાણી પાણી થઇ ગયો હતો. તો દુલ્હનની એક ઝલક જોવા માટે રસ્તા પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.

આ અનોખા લગ્ન નિગદુ વિસ્તારના ઘોલપુર ગામમાં જોવા મળી. દુલ્હનના પિતા ટ્રક ડ્રાઇવર છે. તેમણે પોતાની દીકરીને રાજકુમારીની જેમ વિદાઇ કરી. લગ્નમાં જેટલો ખર્ચ ના થયો તેનાથી વધારે ખર્ચ વિદાઇમાં થયો હતો. દુલ્હનની વિદાઇ હેલિકોપ્ટરમાં થઇ હતી. જેની પાછળ અંદાજે 4 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પોતાની દીકરીની વિદાઇ સમયે પિતાની આંખમાં આંસુ પણ હતા અને ગર્વ પણ.

આ લગ્ન નિગદુના એક મેરેજ હોલમાં થયા. દુલ્હન પૂનમના પિતા રામનિવાસ પાલ ટ્રક ડ્રાઇવર છે. તેમણે પોતાની દીકરીને ઉછેરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. પૂનમે એમ.કોમ કર્યું છે. તેના લગ્ન કુરુક્ષેત્ર જિલ્લાના બારના ગામના સુંદરલાલ પાલના દીકરા રાહુલ સાથે થયા હતા.

સુંદરલાલ વિદેશમાં નોકરી કરે છે. તેમની ઇચ્છા હતી કે પુત્રવધુની હેલિકોપ્ટરમાં વિદાઇ કરવામાં આવે. દુલ્હનના પિતા પણ આવું જ કંઇક ઇચ્છતા હતા. આ તરફ બંનેએ સાથે મળીને હેલિકોપ્ટરનો ખર્ચ ઉઠાવ્યો હતો.

જ્યારે દુલ્હનની વિદાઇ થઇ રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા લોકો પોતાની ગાડી રોકી નજારો જવા ઉભા રહ્યાં હતા. જેના કારણે રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.

You cannot copy content of this page