Only Gujarat

FEATURED National

પ્રેમી માટે છોડ્યો પતિનો સાથ, ‘દબંગ’ લુકને કારણે હતી ધરાવતી અલગ જ છાપ

અરરિયા: બિહારના અરરિયા વિસ્તારના જે પોલીસ કર્મચારીને મેળવવા માટે પરિણિત મહિલા પોલીસે તેમના પતિને છોડી દીધો તે જ પ્રેમી પોલીસ કર્મી બેવફા નીકળતા, આખરે મહિલાએ ફાંસી લગાવીને જિંદગી ટૂંકાવી હતી. મહિલા પોલીસે સુસાઇડ કરતા પહેલા પતિની માફી પણ માગી હતી. ઘટનાની જાણકારી મળતા જ પતિએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ કહાણી જણાવીને ફરિયાદ કરી છે.

પોલીસ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસકર્મીની ધરપકડના આદેશ આપ્યા છે તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મૃત મહિલાનું નાન શ્રુતિ હતું અને તે 2018 બેંચની સિપાહી હતી. તેમના મોત બાદ તેમની એક વીડિયો ક્લિપ વાયરલ થઇ હતી. આ વીડિયોમાં તે દબંગ લૂકમાં જોવા મળે છે. વીડિયો ક્લિપમાં તે પહેલા ચશ્મા લગાવતા અને ત્યારબાદ બેલ્ટ પકડતા જોવા મળે છે. તે હંમેશા દબંગ લૂકમાં જ જોવા મળતા હતા. તેમની એક અલગ જ ઓળખ હતી.

અરરિયા જિલ્લાની મહિલા પોલીસ કર્મી શ્રુતિએ ત્રણ દિવસ પહેલા ફાંસી લગાવીને આપઘાત કરી લીધો. શ્રુતિનું શબ સિમરાહાના આવાસમાં લટકતું જોવા મળ્યું હતં. તે સિમરાહ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતી. સુસાઇડની આ ઘટના પાછળ પ્રેમપ્રસંગનું કારણ સામે આવ્યું છે. જેનો આરોપ એક પોલીસ કર્મી પર લાગ્યો છે.

મીડિયા રિપોર્ટસ મુજબ શ્રુતિ અને નરપતગંજના પોલીસ કર્મચારી કિંગ કુંદનની વચ્ચે કેટલાક દિવસોથી પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા સમય પહેલા પણ આ વાતને લઇને વિવાદ થયો હતો. શ્રુતિના પતિ ગૌરવ કુમાર ગુપ્તાએ સિમરાહા પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત અરજીમાં લખ્યું છે કે, મારી પત્ની શ્રુતિના કિંગ કુંદને પહેલા પણ સાથે રાખવાની વાત કરી હતી. જો કે ત્યારબાદ બાળકોની કસમ આપીને વાયદો કરીને ભૂલી ગયો. આ સમય દરમિયાન મારી પત્ની માનસિક રીતે તૂટી ગઇ અને આખરે તેણે જિંદગી ટૂંકાવી દીધી.

શ્રુતિના પતિ ગૌરવે જણાવ્યું હતું કે, શુક્રવાર (ચાર સપ્ટેમ્બર)ની સવારે પાંચ વાગ્યે શ્રુતિએ તેમને ફોન કર્યો અને જણાવ્યું હતું કે મને માફ કરી દે જે ગૌરવ. જો કે મેં તેમને ફોન પર ખૂબ જ સમજાવી હતી પરંતુ હું તેમની પાસે ન હતો એટલે લાચાર હતો કંઇ જ ન કરી શક્યો અને તે મને છોડીને જતી રહી.

શ્રુતિના પતિ ગૌરવે જણાવ્યું હતું કે, અમારા લગ્ન થઇ ગયા ત્યારબાદ પણ તે પોલીસ કર્મી કુંદનની સાથે રહેવાના સપના જોતી હતી. આ એક સપનાને પુરુ કરવા માટે તે જીવી રહી હતી. જોકે કુંદને તેની સાથે વિશ્વાસઘાત કર્યો. જે શ્રુતિથી સહન ના થયુ અને આખરે શ્રુતિએ જિંદગીને જ અલવિદા કહી દીધું.

શ્રુતિના પતિ ગૌરવે જણાવ્યું કે તેના પ્રેમી કુંદન સાથે તે સતત કોન્ટેક્ટમાં હતી. તે તેની સાથે સતત ફોન પર વાતો કરતી અને ચેટ પણ કર્યાં કરતી. બિહારના અરરિયાના સિમરાહા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ શ્રુતિના સુસાઇડ કેસમાં નરપતગંજના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી કુંદનને સ્સપેન્ડ કરી દેવાયો છે અને એસપી હૃદયકાન્તે તેમની ધરપકડના પણ આદેશ આપ્યા છે. તો બીજી તરફ આરોપી કુંદન ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

સિમરાહા મહિલા કોન્સ્ટેબલ પત્ની શ્રુતિને ગુમાવ્યાં બાદ ગૌરવ કુમાર ગુપ્તાએ માત્ર એટલું જ જણાવ્યું કે, મેં પોલીસ સ્ટેશનમાં કુંદન વિરૂદ્ધ ફરિયાદ કરી દીધી છે. મોડો પણ ન્યાય ચોક્કસ મળશે કારણ કે ગુનેગાર બીજું કોઇ નહીં પોલીસ કર્મચારી જ છે.

You cannot copy content of this page