Only Gujarat

FEATURED National

કોરોનાએ બરબાદ કર્યો પરિવાર, સાસુ-વહુનું જે રીતે થયું નિધન, વાંચીને હચમચી જશો

જલગાંવઃ કોરોના સંક્રમણને લઇને જે લોકો બેદરકાર રહે છે અને સ્થિતિની ગંભીરતાને નથી સમજતાં તેમના માટે આ ઘટના ચેતવણીરૂપ છે. કોરોનાની ઝપેટમાં આવેલ કેટલાક પરિવારને એવા કડવા અનુભવ થયા છે કે એ એક અનુભવના કારણે આખા પરિવારની જિંદગી બરબાદ થઇ ગઇ હોય. આવો જ એક અનુભવ મહારાષ્ટ્રના જલગાંવના પરિવારને થયો છે. શું છે આખી ઘટના આવો જાણીએ.

કોરોના સામે લડત આપવામાં હાલ મહાષ્ટ્ર પ્રશાસન સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. મહારાષ્ટ્રની આરોગ્ય વ્યવસ્થા એટલી ખરાબ છે કે, અહીં દર્દીની રઝળતી લાશ હોસ્પિટલના કોઇ ખૂણામાંથી મળે છે. જેની હોસ્પિટલના કર્મચારીઓને જાણ સુદ્ધા નથી હોતી. આ પ્રકારની ઘટના જલગાંવની હોસ્પિટલમાં બની.

નવ દિવસમાં એક જ પરિવારની 2 મહિલાએ જીવ ગુમાવ્યાંઃ કોરોના સંક્રમણના સમયમાં આરોગ્ય તંત્રની અવ્યવસ્થા હવે જિંદગી ભારે પડી છે. આ ઘટના જલગાંવની છે. અહીં નવ દિવસની અંદર એક જ પરિવારની 2 મહિના મોત થઇ ગયા. તો મહિલાનો પતિ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાની વિસ્તૃત રિપોર્ટ એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થઇ છે.

રિપોર્ટ મુજબ 32 વર્ષના હર્ષલ નેહટેએ જણાવ્યું કે, તેમની મા આઇસીયૂમાં બેડની રાહ જોતા જોતા મૃત્યુ પામી. તેમણે બેડ માટે 6 કલાકની રાહ જોવી પડી અને ત્યાં સુધીમાં તેમનું મોત થઇ ગયું. હર્ષલે જણાવ્યું કે 1 જૂને તેમણે દાદીને હોસ્પિટલમાં એડમિટ કર્યાં હતાં. 2 જૂને તેઓ હોસ્પિટલમાંથી ગાયબ હતાં અને પરિજનોએ પોલીસમાં ફરિયાદ કરી તો આઠ દિવસ બાદ તેમની લાશ હોસ્પિટલના બાથરૂમમાંથી મળી. તેની લાશ સડી ગઇ હતી. પરિવાર અંતિમ સંસ્કાર માટે પણ ના હાજર રહી શક્યો.

મૃતકના દીકરાએ જણાવી આપવિતીઃ હર્ષલ પૂણેમાં એક કંપનીમાં માર્કેટિંગ એક્ઝીક્યૂટિવનું કામ કરે છે. તેમની પત્ની પ્રેગ્નન્ટ છે. તેમણે જણાવ્યું કે, સરકારી નિયમોના કારણે તેમણે તેમની મા અને દાદીને ફરજિયાત સરકારી હોસ્પિટલમાં દાખલ કરવી પડી. આ પરિસ્થિતિ માટે અને આ મોત માટે જવાબદાર કોણ છે? આપવિતી જણાવતી વખતે હર્ષલની આંખોમાં આંસુ આવી ગયા હતા.

જલગાંવના ક્લેક્ટરે આ ઘટનાને ગંભીરતાથી લેતા જણાવ્યું હતું કે, હોસ્પિટલના બાથરૂમની સફાઇ દિવસમાં 2-3 વખત થવી જોઇએ. તો પછી 2થી3 દિવસ સુધી બાથરૂમમાં લાશ પડી રહી અને કોઇને જાણ પણ ના થઇ. આ ઘટનાના પગલે હોસ્પિટલના પાંચ અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. મેડિકલ એજ્યુકેશન સચિવ સંજયે જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાથી તપાસ કરાશે અને દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

You cannot copy content of this page