Only Gujarat

FEATURED National

ભારતના આ ગામડાંમાં આવ્યા બાદ ક્યારેય નહીં થાય પાછા જવાનું મન, આ છે ખાસિયતો

મોલિનોન્ગઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષ પહેલા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનના માધ્યમથી પીએમ મોદીએ ભારતને સ્વચ્છ બનાવવાનું મિશન શરૂ કર્યું હતું. પરંતુ એવા કેટલાક ગામ છે. જે આ મિશનની શરૂઆત પહેલા જ સ્વચ્છતા પ્રત્યે સભાન હતા અને તેના ગામને સંપૂર્ણ સ્વચ્છ રાખતા હતા. આવું ગામ મોલિનોન્ગ છે, જે પૂર્વ મેઘાલયના ખાસ્સી હિલ્સમાં છે. તો આવો જાણીએ આ સુંદર અને સ્વચ્છ ગામની શું છે વિશેષતા

ભગવાનનો બગીચોઃ આ ગામની સુંદરતા અને સ્વચ્છતાનો અંદાજ તેના નામ પરથી લગાવી શકાય છે. જે એટલું સ્વચ્છ છે કે તેને ભગવાનનો બગીચો કહેવાય છે. જ્યારે સ્વચ્છતા અભિયાન શરૂ થયું નહોતું ત્યારથી જ આ ગામ તેની સ્વચ્છતા અને સુંદરતા માટે સુપ્રસિદ્ધ છે.

વૃક્ષના થડથી બનાવ્યાં બ્રિજઃ આ ગામના બ્રિજ વૃક્ષના થડથી બનાવવામાં આવ્યાં છે. જે ખૂબ જ સુંદર દેખાય છે. આ ટ્રેકિંગ માટે પણ ખાસ છે.

પ્લાસ્ટિકનો ઉપયોગ નથી થતોઃ આ સુંદર ગામમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નથી થતો. પ્લાસ્ટિકની જગ્યાએ વાંસનો ઉપયોગ થાય છે. અહીં ડસ્ટબીન પણ વાંસની બનેલી જોવા મળી. તેમજ શોપિંગ માટે આ ગામના લોકો પોલીથીન બેગને બદલે કપડાંની બેગનો ઉપયોગ કરે છે. અહીના બાળકો પણ સ્વચ્છતા અંગે ખૂબ જ સભાન છે અને નાની-નાની વાતોનું ધ્યાન રાખે છે અને સ્વચ્છતા જાળવે છે.

100% સાક્ષરતાઃ આ ગામની સાક્ષરતા 100 ટકા છે. આ ગામના બધા જ લોકો શિક્ષિત છે. આટલું જ નહીં અહીં લોકો ઝાડ માટે ખાતર તૈયાર કરવા માટે કચરોના એક ખાડામાં ભેગો કરે છે.

બાળક સાથે માનુ નામ જોડાય છેઃ આ ગામ મહિલા સશક્તિકરણની એક મિસાલ છે. જી હાં આ ગામ પુરૂષ પ્રધાન નહીં પરંતુ સ્ત્રી પ્રધાન છે તેવુ કહી શકાય. અહીં બાળકના નામ સાથે પિતા નહીં પરંતુ માતાનું નામ જોડાય છે. તેમજ પૈત્તૃક સંપત્તિ મા દ્રારા સૌથી નાની દીકરીને આપવામાં આવે છે.

ગામના સુંદર ફરવા લાયક સ્થળોઃ આ ગામ જે રીતે સ્વચ્છતા અને સુંદરતા માટે ફેમસ છે. તે જ રીતે પ્રાકૃતિક સુંદરતાથી સભર ફરવાના સ્થળો પણ આકર્ષે છે. આ ગામના ઝરણા, ટ્રેક, લિવિંગ રૂટ, બ્રિજ, તેમજ ડોકી નદી ગામની સુંદરતામાં વધારો કરે છે.

You cannot copy content of this page